ETV Bharat / city

કોરોનાને પરાસ્ત કરનાર કોરોના વોરિયર્સ સર્વાઈવર ભારતી રાવલની ETVBharat સાથે ખાસ મુલાકાત

કોરોના વાયરસનું સંક્રમણ કોઇપણ જાતનો ભેદભાવ રાખ્યા વિના લોકોને ઝપેટમાં લઈ રહ્યું છે.વિશ્વમાં લાખોની સંખ્યામાં લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે.સામે લાખો દર્દીઓ એવા પણ છે કે,જેઓ કોરોના વાયરસ સામે જંગ લડયા છે અને જીત્યા પણ છે.ભારતમાં જ પાંચ લાખ લોકોએ કોરોનાને હરાવીને જીત મેળવી છે.ત્યારે અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે સેવા બજાવતા ભારતીબહેન રાવલ પણ આવા જ એક કોરોના વોરિયર્સ તેમ જ સર્વાઈવર છે કે,જેઓ કોવિડના દર્દીઓની સેવા કરતાં આ રોગમાં સપડાયાં બાદ તેને પરાસ્ત કરીને મજબૂતી સાથે બહાર આવ્યાં છે.

author img

By

Published : Jul 10, 2020, 9:32 PM IST

Updated : Jul 10, 2020, 11:18 PM IST

ETV BHARAT
કોરોનાને પરાસ્ત કરનાર કોરોના વોરિયર્સ સર્વાઈવર ભારતી રાવલની ETVBharat સાથે ખાસ મુલાકાત

અમદાવાદઃ ભારતીબહેન અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં ફરજ બજાવતા હતા.જ્યાં તેમને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો.તેમણે જણાવ્યું હતું કે, કોરોના હોસ્પિટલના વોર્ડમાં ડ્યૂટી પૂર્ણ કર્યાં બાદ તેમને આ ઇન્ફેક્શનની જાણ થઈ હતી. ત્યારબાદ તેમને બે દિવસ સુધી તાવ આવ્યો હતો. પરિણામે તેમને કોરોના ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું હતું જેમાં તેઓ કોરોના પોઝિટિવ આવ્યાં હતાં.પરંતુ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી ન હોવાથી તેમને હોમ કવોરંટાઈન થઈને જ સારવાર લેવાનું નક્કી કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે,ભારતીબહેનના પરિવારમાં પતિ અને પુત્ર એમ વ્યક્તિ જ છે.ત્યારે રોજબરોજના ઘરના કામકાજને લઈને તેમને ખૂબ જ ચિંતા રહેતી હતી.પરંતુ પડોશીઓના સાથસહકારથી તેઓ આ રોગ સામે ઝઝૂમ્યાં.ખાસ કરીને આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ પ્રમાણેના ઉકાળા પીવાથી લઈને ડોક્ટરે આપેલી દવા સહિતની તમામ સારવારથી તેઓ આ રોગમાંથી ઊગરી શક્યાં. જો કે એક રૂમમાં સતત 14 દિવસ બંધ રહેવું તે કોઈના પણ માટે સરળ નથી.પરંતુ તેમના પરિવારજનોએ તેમની હિંમત બંધાવી હતી.તેમના પડોશીઓ તરફથી તેમને સારો સહકાર મળ્યો હતો. પરંતુ,રોજબરોજના કામકાજી વ્યક્તિઓ તરફથી તેમને અળખામણા થવું પડ્યું હતું.જે માં તેમના ઘરની બહાર કોરોનાવાયરસના દર્દીનું બોર્ડ લાગવાથી, કચરો ઉપાડવામાં આવતો ન હતો,તો શાકભાજી અને દૂધવાળા પણ દૂરથી જ વસ્તુ નાખીને જતાં રહેતાં હતાં.પરંતુ ભારતીબહેન ચોક્કસ માને છે કે, આ બધું સમજણના અભાવના કારણે થયું છે.

કોરોનાના જંગમાં આરોગ્યકર્મીઓનુ સ્થાન સૌથી અકદેરું રહ્યું છે, જેમાં દર્દીઓની સારવારમાં લાગેલાં ડૉક્ટર્સ, નર્સીસ સહિત પેરામેડિકલ સ્ટાફને અગ્રહરોળમાં રહીને સીધેસીધા કોરોના દર્દીના સંપર્કમાં રહીને ફરજ બજાવવાની આવી હતી. અમદાવાદની સિવિલ કોવિડ હોસ્પિટલ જ્યાં સૌથી વધુ કેસ અને મોત જોવા મળ્યાં ત્યાં ફરજ બજાવતાં કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું એવા નર્સ ભારતીબહેન અજયકુમાર રાવલ, કોરોના વોરિયર્સ હોવાની સાથે કોરોનાને મ્હાત આપનાર દર્દી પણ સાબિત થયાં છે.

કોરોના દર્દીથી સૌ કોઇએ દૂર રહેવું પડે છે ત્યારે આ દર્દીઓ અલગથલગ પડી જતાં હોય છે. ભલે પછી તેઓ ઘરમાં જ કેમ ક્વોરન્ટીન ન થયાં હોય.. ભારતીબહેનના ઘરમાં તેમના સિવાય તેમના પતિ અને પુત્ર એમ બે જણ જ છે ત્યારે તેમના માટે પરિસ્થિતિ ખૂબ જ કપરી બની ગઈ હતી. મહારોગ સામે ઝઝૂમવાનું હતું અને પરિવારને પણ સૂનો મૂકવાનો હતો. કોરોનાના રોગમાં શારીરિક સ્વાસ્થ્ય અતિગંભીર સ્તર પર હોય છે સાથે જ માનસિક રીતે પણ આ રોગની ઘણી અસર થતી જોવા મળે છે. કોરોનાની સારવારમાં તેમણે આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ પ્રમાણેના ઉકાળા પીવાથી લઈ ડૉક્ટરોએ આપેલી દવા સહિતની તમામ સારવાર લેવા સાથે સૌથી મોટી સહાય એવી હિંમત હોય છે તેમાં ભારતીબહેન એક તબક્કે નિરાશ થઈ ગયેલાં હતાં. જોકે પરિવારજનો સાવ નજીક હોવા છતાં અજ્ઞાતવાસમાં ઊતરીને એક રુમમાં કેદ થવું અને કોરોનાની પીડા સહન કરવાની હકીકત ભારતીબહેન માટે જરાય આસાન ન હતી.

ભારતીબહેને કોરોનાના દર્દી તરીકે શું અનુભવ્યું, કેવી રીતે તેઓ ઝઝૂમ્યાં, કેવી રીતે પોતાને સંભાળ્યાં, તેમને કોણ મદદ કરી શક્યું એવા વિવિધ પ્રશ્નાર્થ લઇને ETVBharat સંવાદદાતા આશિષ પંચાલે તેમની મુલાકાત લીધી હતી. નિહાળો કોરોના વોરિયર્સ તેમ જ કોરોના સર્વાઈવર એવા ભારતીબહેન રાવલ સાથેની આ વીડિયો મુલાકાત...

Last Updated : Jul 10, 2020, 11:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.