ETV Bharat / state

શ્યામજી કૃષ્ણ વર્મા બન્યા હતા જૂનાગઢના દિવાન, આઝાદીની ચળવળ માટે છોડ્યું પદ - Shyamji Krishna Varma - SHYAMJI KRISHNA VARMA

શ્યામજી કૃષ્ણ વર્માના વતનમાં ક્રાંતિ તીર્થનું લોકાર્પણ થવા જઇ રહ્યુું છે. બેરિસ્ટર અને પ્રોફેસર એવા શ્યામજી કૃષ્ણ વર્માએ જૂનાગઢના દિવાન તરીકેની બાહોશભરી કામગીરી કરી હતી

શ્યામજી કૃષ્ણ વર્મા બન્યા હતા જૂનાગઢના દિવાન
શ્યામજી કૃષ્ણ વર્મા બન્યા હતા જૂનાગઢના દિવાન (PHOTO CREDIT (MINISTRY OF CULTURE))
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 4, 2024, 8:49 PM IST

જૂનાગઢ: કચ્છ જિલ્લાના માંડવી નજીક શ્યામજી કૃષ્ણ વર્માની યાદો સમાન ક્રાંતિ તીર્થનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. મૂળ માંડવીના શ્યામજી કૃષ્ણ વર્માની જન્મભૂમિમાં ક્રાંતિ તીર્થ આજથી આકાર લેશે. વિદેશથી ભારતની ક્રાન્તિમાં પોતાનું યોગદાન આપનારા શ્યામજી કૃષ્ણ વર્મા ભલે કચ્છના વતની હતા પણ તેઓએ જૂનાગઢના દિવાન તરીકે પણ ખૂબ ટૂંકી પરંતુ બાહોશ ભરી કામગીરી કરી હતી.

શ્યામજી કૃષ્ણ વર્માનું જૂનાગઢ સાથે સંબંધ: કચ્છના માંડવી નજીક શ્યામજી કૃષ્ણ વર્માના વતનમાં ક્રાંતિ તીર્થનું લોકાર્પણ થવા રહ્યું છે. વિદેશમાં અભ્યાસ કરીને જ મોટેભાગે વિદેશથી ભારતની આઝાદીની ચળવળને બુલંદી સુધી પહોંચાડનારા ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા જન્મથી કચ્છી હતા. પરંતુ તેઓ કેટલાક સમય માટે જૂનાગઢના દિવાન પણ બન્યા હતા.

શ્યામજી કૃષ્ણ વર્મા બન્યા હતા જૂનાગઢના દિવાન (ETV BHARAT GUJARAT)

શ્યામજી કૃષ્ણ વર્માનો દિવાન તરીકેનો ટૂંકો કાર્યકાળ: જૂનાગઢમાં શ્યામજી કૃષ્ણ વર્માનો દિવાન તરીકેનો કાર્યકાળ ખૂબ ટૂંકો હતો. પરંતુ તેમના આ સમયગાળા દરમિયાન જૂનાગઢે એક સાચા દિવાનની સાથે રાજા રજવાડાઓના સમયમાં દિવાની સરકાર કઈ રીતે ચલાવતા હતા. તેનું પ્રત્યક્ષ ઉદાહરણ પણ આપ્યું હતું. ટૂંકા સમય માટે જૂનાગઢના દિવાન તરીકે કામગીરી કરીને શ્યામજી કૃષ્ણ વર્મા પરત ઇંગ્લેન્ડ જતા રહ્યા હતા. યુરોપમાં તેમનું અવસાન થતાં તેમના વતન માંડવીમાં ક્રાંતિ તીર્થ નામે તેમના સ્મરણોની યાદ લોકો સમક્ષ ખુલ્લી મુકવામાં આવી રહી છે.

દિવાન બનતા ઇંગ્લેન્ડથી આવ્યા જૂનાગઢ: શ્યામજી કૃષ્ણ વર્મા જૂનાગઢના દિવાન બન્યા. તે પૂર્વે તેઓ ઇંગ્લેન્ડમાં બેરિસ્ટર અને ઓક્સફર્ડ યુનિવર્સીટીમાં સંસ્કૃત અને મરાઠી વિષયના પ્રોફેસર હતા. તેમની ભારત પ્રત્યેની નિષ્ઠા જોઈને ઓક્સફર્ડ યુનિવર્સિટીના તેમના કાર્યકાળ દરમિયાન તેમને જૂનાગઢના દિવાન તરીકે 16 જાન્યુઆરી 1895 ના દિવસે નિમવામાં આવ્યા હતા. જૂનાગઢના દિવાન બનતાની સાથે જ શ્યામજી કૃષ્ણ વર્મા જૂનાગઢની રાજ્ય સત્તાને ખૂબ જ નજીકથી સમજીને ચલાવી હતી.

શ્યામજી કૃષ્ણ વર્માની અસ્થિઓ વતનમાં સ્થાપિત: સ્વભાવે અધ્યાપક અને દેશ પ્રત્યેની આંદોલનકારી ચળવળને કારણે તેઓ જૂનાગઢના દિવાન પદે ખૂબ થોડો સમય કામ કરીને જૂનાગઢથી ઇંગ્લેન્ડ પરત ફર્યા હતા. ત્યારબાદ તેઓ સ્વિત્ઝર્લેન્ડમાં હતા. જ્યાં તેમનું અવસાન થયું હતું. તેમની ઈચ્છા અનુસાર તેમના અસ્થિઓને વતનમાં પ્રસ્થાપિત કરવામાં આવી હતી ત્યારબાદ કચ્છના માંડવીમાં અસ્થિઓને સ્થાપિત કરાઇ છે. જ્યાં આજે તેમનું ક્રાંતિ તીર્થ નામે સ્મારક ખુલ્લું મુકાવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો:

  1. જાણો મૂળ કચ્છના સ્વાતંત્ર સેનાની ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા વિશે... - Shyamji Krishna Varma
  2. મા આશાપુરાનું 469 વર્ષ જૂનું મંદિર, જાણો મંદિરનો ઈતિહાસ - navratri 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.