જામનગરઃ જામનગર શિક્ષણ વિભાગની ગંભિરદરકારી સામે આવી છે. ધોરણ 1 થી 5 સુધીનું શૈક્ષણિક સાહિત્ય પલળી જવાની ઘટના સામે આવી છે. આ સાહિત્ય જામનગર મહાનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં મોકલવાનું હતું.
જામનગરની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક વિહોણા થવા જઈ રહ્યા છે. બીઆરસી ભવનમાં રાખવામાં આવેલ 15 ટકા જેટલો જથ્થો પલળી જતા નુકસાન થયું છે. જામનગર પંથકમાં પડેલા ભારે વરસાદમાં જનજીવનની અસર થઈ હતી. અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી હતી ત્યારે જામનગરના દરેડમાં આવેલા બીઆરસી ભવનમાં વરસાદી પાણી ભરતા ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓના પુસ્તકો પલળી ગયા છે.
સમગ્ર મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયાએ જણાવ્યા અનુસાર અઢીસોથી પોણા ત્રણસો જેટલી શાળાના બાળકોના સ્વાધ્યાય પોથી અને નોટ બુક વિના રહ્યા છે. 2000થી વધુ પુસ્તકો વરસાદી પાણીમાં પલડી ગયા છે. શાળાઓને સમયસર સાહિત્ય મળ્યું નથી અને વિતરણ વ્યવસ્થા સામે પણ સવાલ ઊભા થયા છે. સમગ્ર બાબતે ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવશે.