અમદાવાદઃ કોરોના વાયરસની મહામારીના આ સમયમાં અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યુ છે. કોર્પોરેશનના સફાઈ કામદારો પણ કોરોના વોરિયર્સ તરીકે મહત્વની ફરજ બજાવી રહ્યાં છે. જયાં સ્વચ્છતા ન હોય ત્યાં રોગ થવાની શક્યતા વધી જાય છે. પરંતુ હજારો સફાઈ કામદારો શહેરને સતત સ્વચ્છ રાખી રહ્યાં છે. ત્યારે તેમને પણ ચેપ લાગવાની શક્યતા વધી જાય છે.
![કોરોના વોરિયર્સ સફાઈ કામદારોને નાગરિકોએ આપી મેડિકલ સ્યૂટકિટની ગિફ્ટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6815018_medicalkit_7209112.jpg)
આ વાતને ધ્યાનમાં લઈને બોડકદેવ વિસ્તારના જાગૃત નાગરિકોની સમિતિ દ્વારા ૨૦૦ જેટલી મેડિકલ સ્યૂટની કીટ સફાઈ કામદારો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા પશ્ચિમ ઝોનને અર્પણ કરવામાં આવી હતી.