અમદાવાદ: ડોક્ટરે કોરોનાને પરાસ્ત કર્યા પછી પણ શાંત બેઠા વિના કોરોનાના અન્ય પોઝિટિવ દર્દીઓ ઝડપભેર સાજા થઇ શકે તે માટે તેઓ શક્ય એટલો પ્રયાસ કરી રહ્યાં છે. માત્ર આટલું જ નહીં ડોક્ટર સર્વનન ૧૮મીથી પોતાની ફરજ પર હાજર થઈને હોસ્પિટલમાં અવિરતપણે ફરજ બજાવી રહ્યાં છે. પોતાની પત્ની અને દીકરીનું મોંં વીડિયો કોલિંગ દ્વારા નિહાળીને તેઓ પરિવારની સાથે સાથે નોકરીને પણ ન્યાય આપી રહ્યાં છે એ કર્તવ્ય ભાવનાનું ઉત્તમ ઉદાહરણ આ ડોક્ટરે પૂરું પાડ્યું છે અને સાચા અર્થમાં જ કોરોના વોરિયર્સ બન્યાં છે.
કોરોના વોરિયર: ડો. સર્વનન પત્નીની પ્રસુતિ સમયે પણ કોવિડની ફરજ પર હાજર હતાં - Corona Positive
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલી બારસો બેડ કોવિડ હોસ્પિટલ ખાતે મૂળ તમિલનાડુના રહેવાસી ડો. સર્વનન એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટમાં રેસિડન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. ડો સર્વનનના ઘરે 6 એપ્રિલના રોજ દીકરીનો જન્મ થયો હતો, પરંતુ તેઓ કોવિડ હોસ્પિટલમાં ફરજ પર હોવાથી પોતાની દીકરી તથા પત્નીને રૂબરૂ મળી શક્યાં નહોતાં. ડો.સર્વનન 20 એપ્રિલથી 27 એપ્રિલ સુધી કોવિડ હોસ્પિટલ ખાતે ફરજ બજાવી રહ્યાં હતાં, તે દરમિયાન તેઓ કોરોના પોઝિટિવ થયાં હતાં પરંતુ માત્ર 10 દિવસમાં ડોક્ટરે કોરોનાને પરાસ્ત કર્યો હતો અને 20 દિવસમાં જ ડ્યૂટી પર પાછાં ફર્યા હતાં.
![કોરોના વોરિયર: ડો. સર્વનન પત્નીની પ્રસુતિ સમયે પણ કોવિડની ફરજ પર હાજર હતાં કોરોના વોરિયર: ડો. સર્વનન પત્નીની પ્રસૂતિ સમયે પણ કોવિડની ફરજ પર હાજર હતાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8019237-thumbnail-3x2-corona-7207084.jpg?imwidth=3840)