- સોલા સિવિલ ખાતે આજથી કોરોનાની રસીનું પરીક્ષણ શરૂ
- 16થી 60 વર્ષના કોઈપણ પુરુષ કે મહિલા બની શકે છે વોલેન્ટિયર્સ
- આ માત્ર રસીની ટ્રાયલ જ છે
અમદાવાદઃ પરીક્ષણ બાદ કોવેક્સિન રસીની વિવિધ સ્તરની ફાઈનલ એપ્રુવલ બાદ જ ગુજરાતમાં લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાશે. હોસ્પિટલમાં 1 વર્ષ સુધી રસીની ટ્રાયલ ચાલશે. રસીના પરીક્ષણ માટે સમગ્ર ગુજરાતમાંથી 1,000 વોલેન્ટિયર્સ પર રસીની અસરો તપાસવામાં આવશે.કોવેક્સિન રસના વોલન્ટિયર્સ તરીકે 16 થી 60 વર્ષની વચ્ચેના કોઈપણ પુરુષ કે મહિલા નામ નોંધાવી શકે છે.
- જરુરી તમામ તપાસ બાદ અપાશે રસી
ક્લિનિકલ ટ્રાયલમાં વોલન્ટિયર્સની જરૂરી તમામ તપાસ અને તેમની લેખિત મંજૂરી પછી જ રસીનો પહેલો ડોઝ અપાશે. જેના એક મહિના બાદ બીજો ડોઝ આપવામાં આવશે. એક વર્ષ સુધી રસી લેનાર દર્દીનું પરીક્ષણ કરાશે. પ્રથમ તબક્કામાં 21 સેન્ટરમાંથી 130 હેલ્ધી વોલન્ટિયર્સનું ક્લિનિકલ ટ્રાયલ પૂરું કરાશે. આ દરમિયાન અન્ય વોલન્ટિયર્સ પર પણ ક્લિનિકલ ટ્રાયલ ચાલુ રહેશે.