ETV Bharat / city

રાજ્યમાં 24 કલાકમાં નોંધાયા 12 કેસ, 13 દર્દીઓ કોરોનાને માત આપી

રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 12 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. એક પણ દર્દીની કોરોનાથી મૃત્યુ થયુ નથી.

રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 12 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે

author img

By

Published : Aug 30, 2021, 10:06 PM IST

  • રાજ્યના તમામ જિલ્લામાં પોઝિટિવ કેસ 10થી નીચે
  • છેલ્લા 24 કલાકમાં 12 પોઝિટિવ કેસ નોંધાયા
  • 13 દર્દીઓ કોરોનાને માત આપી

ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો ત્યારે મે અને જૂન મહિના બાદ હવે ઑગસ્ટ મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે રાજ્યમાં 20થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 12 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે 13 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું નથી. ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં સિંગલ ડિઝિટમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિઝિટમાં પોઝિટિવ કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવતું રાજ્યના 3 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત અને બરોડા કોર્પોરેશન વિસ્તારમાં અને 3 જિલ્લા કચ્છ, પોરબંદર અને મહેસાણા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિઝિટ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 3 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 5 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.

રાજ્યમાં 4,54,69,490નું રસીકરણ થયું
જ્યારે રાજ્યમાં 27 ઓગષ્ટના રોજ 4,32,039 વ્યક્તિને રસી આપવામાં આવી હતી. જ્યારે રાજ્યમાં કોરોના રસીના ડોઝ લેનારાની લોકોની સંખ્યા 4,54,69,490 થઈ છે. આમ, રાજ્યમાં 30 ઓગસ્ટ સુધીમાં 4.54 કરોડ કરતા વધુ વેક્સિનેશનના ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા 2 દિવસથી જન્માષ્ટમીના તહેવાર નિમિતે વેક્સિનેશન બંધ રાખવાનો સરકારે નિર્ણય કર્યો હતો.

રાજ્યમાં એક્ટિવ કેસ 200થી નીચે
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 150 જેટલા એક્ટિવ કેસ છે જેમાં 4 વેન્ટિલેટર પર અને 146 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,081 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,15,179 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.