ETV Bharat / city

કોરોના વિસ્ફોટ: અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પાસે રહેતા 125 શ્રમિકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ગુજરાત યુનિવર્સિટી મેદાન પાછળ રહેતા લોકોનો મોટી સંખ્યામાં કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં GMDC ગ્રાઉન્ડ પાસે PSP ખાનગી કન્સ્ટ્રકશન કંપનીના 125 શ્રમિકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. આરોગ્ય વિભાગે 3 દિવસમાં કરેલા 750 શ્રમિકોના કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 125 શ્રમિકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પાસે રહેતા 125 શ્રમિકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

author img

By

Published : Sep 1, 2020, 10:57 PM IST

અમદાવાદઃ શહેરના GMDC ગ્રાઉન્ડ પાસે કોરોના વિસ્ફોટ થયો છે. જ્યાં PSP ખાનગી કન્સ્ટ્રકશન કંપનીના 125 શ્રમિકોને કોરોના સંક્રમણ થતા હડકંપ મચી ગયો છે. ગુજરાત યુનિવર્સિટી મેદાન પાછળ રહેતા લોકોનો મોટી સંખ્યામાં કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. 3 દિવસમાં 750 શ્રમિકોમાંથી 125 શ્રમિકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા AMC તંત્રમાં દોડધામ મચી છે.

નોંધનિય છે કે, લોકડાઉન સમયે આજ કંપનીના શ્રમિકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તમામ લોકોને હાલમાં સમરસ હોસ્ટેલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અમદાવાદમાં એક જ જગ્યાએ આટલી મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ નોંધાયા હોય તેવી આ પ્રથમ ઘટના છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં નવા 1310 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસને કારણે છેલ્લા 24 કલાકમાં વધુ 14 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 97,745 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. મંગળવારે 1131 દર્દીઓ સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.