હાઈકોર્ટ પરિસરમાં ચેકીંગ દરમિયાન જસ્ટિસ સોનિયા ગોકeણીના પટ્ટાવાળાનું શરીરનું તાપમાન ઉંચુ હોવાથી બે વાર તાવ માપવામાં આવ્યો હતો. જ્યાર બાદ તેમનો કોરોના ટેસ્ટ કરાતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં કોરોનાની શરૂઆત દરમિયાન જસ્ટિસ સોનિયા ગોકણીએ તેમના પટાવાળાને રજા આપી દીધી હતી. જજે કોરોનાનો ધ્યાનમાં રાખીને તમામ પટ્ટાવાળાને રજા આપી દીધી હતી. જસ્ટિસ સોનિયા ગોકણીના પટ્ટાવાળા સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતા હોવાનું સામે આવ્યું છે.
હાઇકોર્ટ જસ્ટિસ સોનિયા ગોકાણીના પટ્ટાવાળાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો - અમદાવાદ કોરોના
અમદાવાદ શહેરમાં કોર્ટના કેસ વધી રહ્યા છે ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ સોનિયા ગોકાણીના પટ્ટાવાળાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની વિગતો સામે આવી છે. હાઇકોર્ટના મુખ્ય દ્વાર પર થર્મલ ગનથી ચેકીંગ દરમિયાન તાવ હોવાની જાણ થતાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.