ETV Bharat / city

Corona Preparation In Gujarat: ગુજરાતના આ 4 જિલ્લાઓમાં બેકાબૂ કોરોનાને કાબૂમાં કરવા જાણો કેવી છે તૈયારી - રાજકોટમાં પોર્ટેબલ હોસ્પિટલ

રાજ્યમાં 4 જાન્યુઆરીના કોરોનાના 2,265 કેસ (Corona cases in Gujarat) આવતા ફફડાટ વ્યાપ્યો છે. હજુ પણ કોરોનાની બીજી લહેર (Corona Second Wave In Gujarat)ના દ્રશ્યો હચમચાવી દે છે. કોરોનાના વધતા કેસોએ ફરી ચિંતા પેદા કરી છે. ત્યારે રાજ્યના રાજકોટ, સુરત, ભાવનગર અને કચ્છ જિલ્લામાં કેવી તૈયારીઓ (Corona Preparation In Gujarat) છે આવો જાણીએ.

Corona Preparation In Gujarat: ગુજરાતના આ 4 જિલ્લાઓમાં બેકાબૂ કોરોનાને કાબૂમાં કરવા જાણો કેવી છે તૈયારી

author img

By

Published : Jan 4, 2022, 10:48 PM IST

અમદાવાદ: ગુજરાતમાં 4 જાન્યુઆરીના રોજ કોરોનાના નવા 2,265 કેસ (Corona cases in Gujarat) નોંધાયા છે. રાજકોટમાં કોરોનાના 36 (Corona cases in rajkot), સુરતમાં 415 (Corona cases in surat), ભાવનગરમાં 1 કેસ સામે આવ્યા છે. નિષ્ણાતો ભારતમાં કોરોના (Corona In Gujarat)ના આ વધતા કેસોને કોરોનાની ત્રીજી લહેર ગણાવી રહ્યા છે. કોરોનાને જોતા રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો ખાતે નવા ઓક્સિજન પ્લાન્ટ (oxygen plants in government hospitals) તૈયાર કરવામાં આવ્યા છે.

રાજ્યમાં 300 જેટલા ઓક્સિજન પ્લાન્ટ ઇન્સ્ટોલ

રાજ્યમાં કુલ 500 જેટલા ઓક્સિજન પ્લાન્ટ (Oxygen Plants In Gujarat) તૈયાર કરવાનું આયોજન હતું, જેમાંથી અત્યારે 300 જેટલા ઓક્સિજન પ્લાન્ટ ઇન્સ્ટોલ કરી દેવામાં (Corona Preparation In Gujarat) આવ્યા છે. રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજ્યમાં પહેલા 800 મેટ્રિક ટન કેપિસિટીમાં ઓક્સિજનનું ઉત્પાદન (Oxygen Production In Gujarat) થતું હતું, જે હવે 1,800 મેટ્રિક ટન ઓક્સિજન પ્રતિ દિવસનું ઉત્પાદન કરવાનું રાજ્ય સરકારે આયોજન કર્યું છે. ત્રીજી લહેરમાં 1,890 મેટ્રિક ટન ઓક્સિજનની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.

400 જેટલા ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે

આ ઉપરાંત અત્યારે વર્તમાન સમયમાં 24 જેટલા ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે, ત્યારે આવનારા દિવસોમાં 400 જેટલા પ્લાન્ટ તૈયાર કરી દેવામાં આવશે, જેથી 400 મેટ્રિક ટન પ્રતિ દિવસની ક્ષમતામાં વધારો થશે. આ ઉપરાંત ઓક્સિજન કોન્સનટ્રેટર અત્યારે 700 છે તેને પણ વધારીને 10000 કરવામાં આવશે. જે જગ્યાએ અથવા તો જે હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થા નહીં હોય તો તેવી જગ્યાએ ખાનગી કંપનીઓને સાથે રાખીને ભાડે પ્લાન્ટ ઉભા કરવામાં આવશે અથવા તો જમ્બો પ્લાન્ટના સ્વરૂપે ઓક્સિજનને ત્યાં સ્પેરમાં રાખવામાં આવશે. મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજ્યના 21 જિલ્લાઓમાં ઓક્સિજન કોન્સનટ્રેટરની વ્યવસ્થા રાખવામાં આવી છે. જ્યારે 2000 જેટલા ઓક્સિજન કોન્સનટ્રેટર કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને આપવામાં આવ્યા છે.

1500થી વધારી 30,000 કરવામાં આવશે ICU બેડ

અત્યારે વર્તમાન સમયમાં સમગ્ર રાજ્યમાં 1,800 જેટલી ખાનગી અને સરકારી હોસ્પિટલ છે, ત્યારે તેની સંખ્યામાં વધારો કરીને હવે 2,400 હોસ્પિટલો તૈયાર કરવામાં આવશે, જ્યારે ઓક્સિજન બેડ 1,000થી વધારી 1,10,000 કરવામાં આવશે. ICU બેડ 1500થી વધારી 30,000 કરવામાં આવશે અને વેન્ટિલેટર 7,000થી વધારી 1,5000 કરવામાં આવશે. રાજ્યમાં બાળકો માટે પણ બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે બાળકો માટે અલગ વોર્ડ ઉભા કર્યા છે. અમુક સ્થાનિક જિલ્લા લેવલે બેડની સંખ્યામાં પણ 20 ટકાનો વધારો કરવામાં આવ્યું છે, આ 20 ટકા પ્રમાણે તમામ બેડના પ્રકારની વાત કરવામાં આવે તો ICUમાં 20 ટકા, ઓક્સિજન બેડમાં 20 ટકા અને સામાન્ય બેડમાં 20 ટકા બેડ સ્પેશિયલ બાળકો માટે વધારવામાં આવ્યા છે.

  • રાજકોટ

રાજકોટમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital)ના સુપરિન્ટેન્ડન્ટ ડૉ આર.એસ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, તેમની પાસે અત્યારે અલગ અલગ જગ્યાએ કુલ 2 હજાર બેડ કોરોના માટે તૈયાર છે, જ્યારે આ તમામમાંથી 300 જેટલા બેડ આપણે બાળકો માટે રિઝર્વ રાખ્યા છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં 840 જેટલા બેડ છે. તાજેતરમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા રાજકોટની ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં પોર્ટેબલ હોસ્પિટલ (Portable hospital in Rajkot)નું ઉદ્ઘાટન કર્યું છે, જેમાં પણ 100 બેડની વ્યવસ્થા છે. સમરસ હોસ્ટેલ અને કેન્સર હોસ્પિટલમાં પણ કોવિડ કેર સેન્ટર ઊભા કરવાની તૈયારીઓ છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 63 હજાર લિટરનો ઓક્સિજન પ્લાન્ટ

બીજી લહેરમાં રાજ્યમાં ઓક્સિજનની ભારે તંગી સર્જાઈ હતી. ત્યારે ત્રીજી લહેરમાં આવી સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 63 હજાર લિટરનો ઓક્સિજન પ્લાન્ટ તૈયાર છે. આ સાથે જ 7 જેટલા અલગ-અલગ નાના-નાના ઓક્સિજન પ્લાન્ટ પણ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત છે. સમરસ હોસ્ટેલમાં 20 હજાર લિટરનો ઓક્સિજન પ્લાન્ટ છે. સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન બેડની સંખ્યા 250 કરતા વધુ રાખવામાં આવી છે.

  • સુરત

સુરતમાં કોરોનાના કેસો વધતા ઓક્સિજન અને બેડની અછત ન સર્જાય (Surat Hospitals Oxygen bed and ICU) આ માટે પૂર્વ તૈયારીઓ મનપા દ્વારા કરવામાં આવી છે. સુરતમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,45,265 જેટલા પોઝિટિવ કેસો નોંધાઈ ચુક્યા છે. 4 જાન્યુઆરીના રોજ સુરતમાં કોરોનાના 415 કેસો સામે આવ્યા છે. સુરત મનપાના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં કોરોનાની ત્રીજી લહેર ઝડપથી વકરી રહી છે. સુરતમાં વધતા કોરોના કેસો અંગે, આરોગ્ય અધિકારી પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે પોઝિટિવ આવનાર કેસોમાં 70 ટકા કેસો એવા છે કે (Surat Omicron Update 2022) જેઓએ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા છે.

સિવિલ હોસ્પિટલમાં 3 લિક્વિડ ઓક્સિજન ટેન્ક

વધતા કોરોના કેસો વચ્ચે સુરતમાં ઓક્સિજનની અછત ન સર્જાય તે માટેની તૈયારીઓ પણ કરવામાં આવી છે. મેડિકલ લિક્વિડ ઓક્સિજનના ડિસ્ટ્રીબ્યુટર ડી. મોરે સન્સના માલિક આત્મારામ મોરેએ જણાવ્યું હતું કે, નવી સિવિલ હોસ્પિટલમાં લિક્વિડ ઓક્સિજનની 3 (Surat Hospitals Oxygen bed and ICU) ટેંકો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ટેંકોની સંખ્યા 4 છે. આઈનોક્સ કંપની 24 કલાકમાં 149 મેટ્રિક ટન ઓક્સિજન પ્રોડક્શનની ક્ષમતા ધરાવે છે. સરકારી હોસ્પિટલોમાં નેચરલથી પણ ઓક્સિજન તૈયાર થાય તેવો પ્લાન્ટ છે. સિવિલ હોસ્પિટલમાં 3 લિક્વિડ ઓક્સિજન ટેન્ક છે જેની ક્ષમતા 17 ટન, 13 ટન અને 21 ટન છે. 3 નેચરલ એયરથી મેડિકલ ઓક્સિજન તૈયાર કરે તેવા પ્લાન્ટ છે. જેમાંથી કેન્દ્ર સરકાર દ્વારા 1 જ્યારે અન્ય 2 L and T એસ્સાર કંપની દ્વારા સિવિલમાં લગાડવામાં આવ્યાં છે. 750 સિલેન્ડર છે, જેમાં એકની ક્ષમતા 7 ક્યુબિક મીટર છે.

સ્મીમેર હોસ્પિટલમાં લિક્વિડ ઓક્સિજનના 4 ટેન્ક

આ ઉપરાંત સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં લિક્વિડ ઓક્સિજનના 4 ટેન્ક છે અને તેની ક્ષમતા 13 ટન, 17 ટન, 17 ટન અને 21 ટન છે, જ્યારે 500 સિલેન્ડર છે. સુરતના સચિન વિસ્તારમાં એએમ સર્જિકલ ફાઈલિંગ સ્ટેશન છે, જ્યાં 24 કલાકમાં 2000 જેટલા સિલેન્ડર રિફીલિંગ થઈ શકે છે. સુરતના હજીરા ઔદ્યોગિક વિસ્તારમાં આઈનોક્સ કંપનીનો મોટો ઓક્સિજન પ્લાન્ટ છે જેમાં 24 કલાક દરમિયાન આઈનોક્સ કંપની 149 મેટ્રિક ટન ઓક્સિજન ઉત્પાદન કરી શકે છે.

  • ભાવનગર

સમગ્ર રાજ્યની માફક ભાવનગરમાં પણ છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના કેસો વધ્યા છે. ત્યારે કોરોનાને કારણે પેદા થનારી સ્થિતિને પહોંચી વળવા કેવી તૈયારી કરવામાં આવી છે તેને લઇને આરોગ્ય અધિકારી આર.કે. સિંહાએ જણાવ્યું હતું કે, બેડ અને ઓક્સિજનની વ્યવસ્થા સર તખ્તસિંહજી હોસ્પિટલમાં (Sir Takht Singhji Hospital Bhavnagar) કરવામાં આવી છે. સર તખ્તસિંહજી હોસ્પિટલમાં 1030 બેડોની વ્યવસ્થા છે. તો રુવાપરી ખાતેની કોરોના હોસ્પિટલમાં 120 બેડની વ્યવસ્થા કરાઇ છે. આમ 1,150 જેવા બેડોની વ્યવસ્થા ઊભી કરાઇ છે.

સર ટી હોસ્પિટલમાં 30 હજાર લીટર સ્ટોરેજ ટેન્ક

સર તખ્તસિંહજી હોસ્પિટલ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેશન હાર્દિક ગાઠાણીએ જણાવ્યું હતું કે, સર ટી હોસ્પિટલમાં 1030માંથી 850 બેડો પર ઓક્સિજન લાઇન છે, જ્યારે બાકી 250 બેડ પર ઓક્સિજન લાઇન પહોંચાડવા કામગીરી શરૂ છે. આ સાથે રુવાપરીમાં 120 બેડ પર ઓક્સિજન લાઇન છે. સર ટી હોસ્પિટલમાં 30 હજાર લીટર સ્ટોરેજ ટેન્ક અને 2 PSA પ્લાન્ટ જેમાં એક મિનિટમાં કુલ 2 હજાર લીટર ઓક્સિજન પ્લાન્ટ મળી રહે છે.

આ પણ વાંચો: Corona Third Wave In India: ભારતમાં શરૂ થઈ ગઈ છે કોરોનાની ત્રીજી લહેર, વધતા કેસો પર બોલ્યા નિષ્ણાતો

  • કચ્છ

કોરોનાએ ગિયર બદલતા કચ્છનું આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર પણ (Corona variant Omicron in Kutch 2022 ) એલર્ટ છે. કચ્છ જિલ્લામાં હાલ 63 કોરોના પોઝિટિવ એક્ટિવ કેસો છે તથા 3 ઓમિક્રોન વાયરસનાં કેસ એક્ટિવ છે. મોનીટરિંગ, ટ્રેકિંગ, સ્ક્રીનિંગ, ટ્રીટમેન્ટની સાથે સાથે ઓક્સિજન બેડ, વેન્ટિલેટર વગેરેની તૈયારીઓ પણ આરોગ્ય તંત્ર (Kutch Hospitals Preparation) દ્વારા કરવામાં આવી છે.

2500 ઓક્સિજન બેડ ICUની સુવિધા સાથે તૈયાર

કચ્છ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.જનક માઢકે ETV Bharat સાથેની ટેલીફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, કચ્છના આરોગ્ય તંત્ર દ્વારા નવા વેરિયન્ટ ઓમિક્રોન તથા સંભવિત ત્રીજી લહેર સામે તૈયારીના (Kutch Hospitals Preparation) ભાગરૂપે 2500 ઓક્સિજન બેડ ICUની સુવિધા સાથે તૈયાર થઈ ચૂક્યા છે. 15 જેટલા PSA ઓક્સિજન જનરેટર પ્લાન્ટ લાગી ચૂક્યા છે અને કાર્યરત છે. આ ઉપરાંત 3 જેટલા પ્લાન્ટ પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા લગાડવામાં આવ્યાં છે અને 8 જેટલા પ્લાન્ટ હાલ (Corona variant Omicron in Kutch 2022 ) નિર્માણ પામી રહ્યાં છે.

કોન્ટેક્ટ ટ્રેસિંગ અને ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે

કોરોનાના કેસોને જોતા કચ્છ આરોગ્ય તંત્ર દ્વારા સર્વેલન્સની કામગીરી (Kutch Hospitals Preparation) વધારવામાં આવી છે. જેટલા પણ પોઝિટિવ કેસ આવી રહ્યાં છે, તેમના કોન્ટેક્ટ ટ્રેસિંગ અને ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોઝિટિવ કેસો આવે છે તો તેને સરકારી લેબ કે પ્રાઇવેટ લેબના સેમ્પલને જીનોમિક સિકવન્સ માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલના પેથોલોજી લેબમાં મોકલવામાં આવે છે. કોરોના રસીકરણ માટે આરોગ્ય તંત્ર સતત લોકોને પ્રોત્સાહિત કરી રહ્યું છે અને સંક્રમણ ફેલાવતું અટકાવવા માસ્કનો ઉપયોગ, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને ગાઈડલાઈનનું પાલન કરવા પણ લોકોને અપીલ કરી છે.

આ પણ વાંચો: Corona In Gujarat: ગુજરાતને કોરોનાએ લીધું ભરડામાં - 24 કલાકમાં 2,265 કેસ, આરોગ્ય અગ્ર સચિવ પણ થયા સંક્રમિત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.