ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે રાજ્યની રૂપાણી સરકારે પણ 1 જૂનથી તમામ ઓફિસો અને બજારો ખુલ્લા કરી દીધા છે, ત્યારે અનલોક-1માં 1 જૂનથી 13 જૂન સુધીની વાત કરવામાં આવે તો ફક્ત 13 દિવસમાં રાજ્યમાં 6285 કેસો પોઝિટિવ નોંધાયા છે, જ્યારે અમદાવાદમાં જ 13 દિવસમાં 4126 કેસો સામે આવ્યાં છે.

રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા પ્રમાણે છેલ્લા 13 દિવસની વાત કરવામાં આવે તો જ્યારે 1 જૂન થી 13 જૂન સુધી રાજ્યમાં કુલ 6285 કેસો કોવિડ-19 પોઝિટિવ નોંધાયા છે, જેમાં અમદાવાદ 4126 કેસો સામે આવ્યા છે. જ્યારે રાજ્યમાં કોવિડને કારણે 411 લોકોના મોત નિપજ્યા છે.
કોવિડ 19માં મોતની ફક્ત અમદાવાદની વાત કરવામાં આવે છેલ્લા 13 દિવસમાં અમદાવાદ જ 323 જેટલાના મોત નિપજ્યા છે. આ સાથે જ રાજ્યભરમાં કુલ 5972 દર્દીઓ સાજા થઈને પરત ફર્યા છે. જ્યારે આજની 13 જૂનની વાત કરવામાં આવે તો શનિવારે 517 જેટલા પોઝિટિવ કેસો સામે આવ્યાં છે. જેમાં 33ના મોત થયા છે અને 390 જેટલા દર્દીઓ ઘરે સાજા થઈને પરત ફર્યા છે.