ETV Bharat / city

રિયલ એસ્ટેટ પર કોરોનાની અસર, અનલોક થતાં 50 ટકા કામ થયું શરૂ - રિયલ એસ્ટેટ

કોરોના લોકડાઉનને કારણે મોટા ભાગના ક્ષેત્રોના કામ ધંધા ઠપ થઈ ગયા હતા. લોકડાઉનની અસર રિયલ એસ્ટેટ પર પણ ખુબ પડી છે. હવે અનલોકની પ્રક્રિયા શરૂ થતાં રિયલ એસ્ટેટમાં 50 ટકા જેટલું કામ થતું જોવા મળી રહ્યું છે.

Ahmedabad
Ahmedabad
author img

By

Published : Sep 30, 2020, 8:30 AM IST

અમદાવાદઃ લોકડાઉનના કારણે દેશમાં અનેક જગ્યાએ ધંધા રોજગાર ઠપ થઈ ગયા હતા. જેની અસર રિયલ એસ્ટેટ પર પડી છે. લોકડાઉનના ત્રણ મહિના કરતાં વધુ સમય દરમિયાન રિયલ એસ્ટેટમાં વેચાણનું પ્રમાણ 0 ટકા એટલે કે, શુન્ય થઇ ગયું હતું. ત્યારે હવે અનલોક શરૂ થતા ધીમે ધીમે રિયલ એસ્ટેટમાં 50 ટકા જેટલો ફરક પડ્યો હોય તેવું લાગી રહ્યું છે.

અનલોક થતા રિયલ એસ્ટેટમાં 50 ટકા ફરક પડ્યો
બોપલ પાસેના શેલા વિસ્તારમાં બિલ્ડર દ્વારા નવી સ્કીમની શરૂઆત કરવામાં આવી છે. સ્કીમના સેમ્પલ હાઉસનું વિમોચન કંપનીના MDના હસ્તે કરવામાં આવ્યું હતું, ત્યારે કંપનીના MD સ્વાગત વ્યાસે જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે ઘણા બધા ધંધાને મુશ્કેલી પડી રહી હતી. તેમજ રિયલ એસ્ટેટ ખાતે પણ ઘણી અસર જોવા મળી હતી. બિલ્ડર માટે દિવાળી સુધીમાં 80 ટકા જેટલી માગ જોવા મળશે અને એકંદરે અગામી સમયમાં સંપૂર્ણ માગ વધી જાય તેવી આશા દર્શાવી હતી.લોકડાઉનના ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન વેચાણ બિલકુલ પણ થયું ન હતું. પરંતુ હવે અનલોક શરૂ થતાં ધીમે ધીમે વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલ બજારમાં લોકડાઉનના પહેલા જે માગ હતી, તેમાં 50 ટકા જેટલો ફરક જોવા મળે છે. ધીમે ધીમે રિયલ એસ્ટેટ પણ થાળે પડતું હોય તેવું જોવા મળી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.