- ચૂંટણીના કારણે કોરોનાના કેસમાં વધારો થયો તેમ લોકોનું કહેવું છે
- લોકોએ જણાવ્યું કે જેવા રાજા તેવી પ્રજા
- રાત્રી કરફ્યૂથી થઈ રહી છે લોકોને હાલાકી
- સરકાર સામે લોકોનો અસંતોષ
- અમદાવાદમાં 271 કેસ નોંધાયા
આજે શુક્રવારે અમદાવાદમાં 271 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ગાંધીનગરમાં 24, ભરૂચમાં 21, ભાવનગરમાં 20, મહેસાણામાં 19, જામનગરમાં 19, ખેડામાં 18, પંચમહાલમાં 18, કચ્છમાં 14, આણંદમાં 13, દાહોદમાં 12, જૂનાગઢમાં 12, નર્મદામાં 12 અને સાબરકાંઠામાં 10 કેસ નોંધાયા છે. આ સિવાયના તમામ જિલ્લાઓમાં 9 કે તેથી ઓછાં કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : ભદ્ર વિસ્તારમાં લોકોની ભારે ભીડ, કોરોનાના કેસમાં ધરખમ વધારો
કુલ ડિસ્ચાર્જનો આંક 2,71,433 થયો
આજે શુક્રવારે અમદાવાદ, સુરત અને વડોદરામાં એક- એક કોરોના દર્દીના મૃત્યુ થયા છે અને રાજ્યનો કુલ મૃત્યુઆંક 4430 થયો છે. ઉલ્લેખનીય છે કે, આ મૃત્યુઆંક માત્ર અને માત્ર કોરોનાના કારણે મૃત્યુ પામતા દર્દીઓનો જ છે. કો- મોર્બિડ દર્દીઓ એટલે કે કોરોના સિવાયની કોઇ બિમારી હોય અને દર્દીનું મૃત્યુ થાય તો તેવાં મોતને સરકાર દ્વારા કોરોનાથી થયેલું મૃત્યુ ગણવામાં આવતું નથી અને તેનાં આંકડા જાહેર કરવામાં આવતા નથી. નવાં 1122 કેસની સામે આજે 775 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને કુલ ડિસ્ચાર્જનો આંક 2,71,433 થયો છે.
રાજ્યનો રિકવરી રેટ 96.54 ટકા
હાલની પરિસ્થિતે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 5310 છે, જે પૈકી 61 દર્દી વેન્ટિલેટર પર અને 5249 દર્દીઓ સ્ટેબલ છે અને રાજ્યનો રિકવરી રેટ 96.54 ટકા છે.
આ પણ વાંચો : અમદાવાદમાં કોરોનાના કેસ વધતા તંત્ર આવ્યું હરકતમાં