ETV Bharat / city

અમદાવાદ જિલ્લામાં કોરોના કહેર, 4 દિવસમાં નવા 105 કેસ નોંધાયા - કોવિડ19

અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તાર અને જિલ્લામાં તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પાછલાં ચાર દિવસોમાં શનિવાર સાંજ સુધીમાં 105 કેસ નોંધાતાં કુલ આંકડો 356 પર પહોંચ્યો છે.

અમદાવાદ જિલ્લામાં કોરોના કેર : 4 દિવસમાં નવા 105 કેસ નોંધાયાં

author img

By

Published : Jun 6, 2020, 8:05 PM IST

અમદાવાદઃ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં કોરોનાના 109 કેસ નોંધાયા છે. જ્યારે દસક્રોઈ 98, બાવળામાં 41 કેસ નોંધાયા છે. 4 જૂનના રોજ બાવળામાં 22 કોરોના પોઝિટિવ નોંધાયાં છે. ધોળકા તાલુકાની વાત કરવામાં આવે તો કેડીલા ફાર્માસ્યુટિકલમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ પોઝિટિવ આવ્યાં બાદ બદરખા ગામમાં કેસ નોંધાતા આટલાં કેસ વધ્યાં હતાં. હવે મૂળ ધોળકા શહેરમાં કોરોના ફેલાવવાનું શરૂ થયું છે. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદમાં 51 ધંધૂકા 16, વિરમગામ 27, બાવળા -41 અને માંડલ તાલુકામાં 04 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયાં છે. જિલ્લામાં કોરોનાથી પણ 23 દર્દીઓના મોત નીપજ્યાં છે.

અમદાવાદના ગ્રામીણ અને જિલ્લામાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે. જેમાં 1.61 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યાં હતા. છેલ્લા 24 કલાકમાં 41 હજાર જેટલા ઘરોનું સર્વિલાન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે.
મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ધોળકામાં 109 અને સાણંદમાં 51 કોરોના પોઝિટિવ કેસ નોંધાયાં છે. નોંધનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં આશરે ૮૭ હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.