- ઇન્સ્યોરન્સ કંપનીની મનમાની સામે ગ્રાહક કોર્ટનો મહત્વનો ચુકાદો
- દર્દીને મેડીક્લેમના પૈસા ચૂકવવા કોર્ટે કર્યો આદેશ
- 79 હજારની સામે કોર્ટે 1.12 લાખ ચૂકવવા કર્યો આદેશ
અમદાવાદ: કન્ઝ્યુમર કોર્ટે જરૂરિયાતના સમયે પુરા પૈસા ન ચૂકવતી ઇન્સ્યોરન્સ કંપનીની વિરુદ્ધ મહત્વનો ચુકાદો આપ્યો છે. અમદાવાદના સંદીપ શાહની પત્નીને યુટરસનું ઓપરેશન કરાવતા તેમણે ન્યુ ઇન્સ્યોરન્સ કંપની પાસે પોતાના ક્લેમનો દાવો કર્યો પણ કંપનીએ જિપ્સા કરાર મુજબ ઇન્સ્યોરન્સ કંપનીઓએ નક્કી કરેલી હોસ્પિટલમાં સારવાર ન લેતા અમુક પૈસા ન ચૂકવ્યા. પરિણામે ગ્રાહકે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટે તમામ રકમ 8 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો છે.
આ પણ વાંચો: ઇન્સ્યોરન્સ કંપનીને કોર્ટે આપ્યો ઝટકો, મેડિક્લેમની તમામ રકમ ગ્રાહકને આપવા આદેશ કર્યો
5 વર્ષ સુધી ગ્રાહકે લડત ચલાવી
સંદીપ શાહના પત્નીનું 2016 માં પારેખ્સ હોસ્પિટલમાં યુટરસનું ઓપરેશન કરાવતા કુલ 1 લાખ 67 હજાર 177 રૂપિયાનો ખર્ચ થયો હતો. જેની સામે સંદીપ શાહે 6 લાખ 90 હજાર રૂપિયાનું મેડીક્લેમ કરાવ્યું હતું. છતાં હોસ્પિટલે માત્ર 87 હજાર 466 જ ચૂકવ્યા અને બકીના 79 હજાર 711 રૂપિયા પોલિસી કન્ડિશન જિપ્સા પેકેજ અંતર્ગત ખોટી રીતે કપાત કર્યા હતા. જેની સામે ગ્રાહકે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટે ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
આ પણ વાંચો: વેપારીએ સાગનું ફર્નિચર કહી ભુસાવાળું ફર્નિચર પધરાવી દેતા ગ્રાહક કોર્ટે વેપારીને ફટકાર્યો દંડ
કોર્ટે શું કર્યો આદેશ ?
કોર્ટે આદેશ કર્યો હતો કે, ક્લેમની બાકી રહેતી રકમ 76 હજાર રૂપિયાની અરજી કર્યાની તારીખથી 8 ટકા વ્યાજ સાથે તેમજ ગ્રાહકને થયેલા માનસિક ત્રાસ બદલ રૂપિયા 3 હજાર, ફરિયાદીને થયેલા 2 હજાર કાનૂની ખર્ચ ઇન્સ્યોરન્સ કંપનીએ ગ્રાહકને ચૂકવવા આદેશ કર્યો છે. આમ ગ્રાહકને ન્યાય આપી કન્ઝ્યુમર કોર્ટે કુલ 1 લાખ 12 હજાર રૂપિયા ગ્રાહકને અપાવ્યા છે.