અમદાવાદ : બોટાદમાં તારીખ 27ના રોજ બનેલા કથિત રીતે કેમિકલ લઠ્ઠાકાંડ કેસ (Botad Latthakand Case) સામે આવ્યા બાદ સમગ્ર રાજ્યમાં ખળબળાડ મચી ગયો હતો. આ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 42થી વધુ લોકોના મૃત્યુ થઈ ગયા છે. તેમજ હજુ કેટલા લોકો સારવાર હેઠળ છે. ત્યારે આ લઠ્ઠાકાંડની ઘટના બાદ રાજકીય માહોલ ગરમાયો છે. અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં (Congress Petition in Medhaninagar Police Station) દારૂ જુગાર બંધ કરાવવા માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : ગુજરાતનું આ તે કેવું ગામ, જ્યા પાણી કરતા વધારે મળે છે દારૂ
કોંગ્રેસના આકાર આક્ષેપ - આ પોલીસની ગેરનીતિ આ કાંડની અંદર ભાગીદારી હોવાનો વિરોધ પક્ષ આક્ષેપ લગાવ્યા હતા. કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં જુદા જુદા વિસ્તારોમાં આ લઠ્ઠાકાંડ વિરુદ્ધ રેલીયો તેમજ પૂતળા ગુજરાત સરકારના દહનનો કાર્યક્રમ કરી રહ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના (Ahmedabad alcohol stains) મેઘાણીનગર વિસ્તારમાં પોલીસની રહેમ નજરે ચાલતા દારુ જુગારના બંધ કરવા માટે યુથ કોંગ્રેસ દ્વારા વિસ્તારમાં રેલી કાઢીને મેધાણીનગર PIને 48 કલાકનો અલ્ટીમેટ દારૂ જુગાર બંધ કરાવવા માટેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : દારૂ પકડવા પોલીસે ચલાવી સ્પેશિયલ પ્રોહિબિશન ડ્રાઈવ, અંતે મળી સફળતા
પોલીસ સ્ટેશનની નજીક દારૂ - વિરોધ પક્ષાના વિપુલ રાજપુરાએ જણાવ્યું હતું કે, લઠ્ઠાકાંડ બાદ પણ ગુજરાત સરકારના પેટનું પાણી હલતું નથી. બોટાદની આટલી મોટી ઘટના બની તેમ છતાં દરેક વિસ્તારમાં દારૂ મળે છે. તેમજ નશીલા પદાર્થો મળે છે. જેને લઈને અમે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં દારૂ બંધ કરાવવાને લઈને (Congress Protest Over Latthakand Scandal) આવેદનપત્ર આપ્યુ છે. જો દારૂના અડાઓ બંધ નહીં થાય તો આના પર જનતા રેડ કરશે. બૂટલેગરની ગોળીઓથી મરીશ પણ મારા વિસ્તારમાં દારૂનો અડ્ડો ક્યાંય પણ નહીં ચલાવા દવ. મેઘાણીનગરના વિસ્તારમાં ચમનપુરા, કલાપીનગરમાં દરેક વિસ્તારમાં ચાલે છે. પોલીસ સ્ટેશનથી 300 મિટરના અંતરે દારૂનું સ્ટેન ચાલે છે.