ETV Bharat / city

કોંગ્રેસ આવી લોકોની મદદે, કાર્યાલયોમાં કોવિડ કેર સેન્ટરો શરૂ કરશે

રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે હવે કોંગ્રેસ પણ લોકોની મદદે આવી છે. અમદાવાદ અને સુરતમાં આવેલા કોંગ્રેસ કાર્યાલયમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે. ત્યારે દર્દીઓને જરૂરી જાણકારી મળી રહે અને મદદ મળી રહે તે માટે હેલ્પલાઇન નંબર 9099902255 પણ શરૂ કર્યો છે.

કોંગ્રેસ આવી લોકોની મદદે: કાર્યાલયોમાં કોવિડ કેર સેન્ટરો શરૂ કરશે

author img

By

Published : Apr 17, 2021, 8:23 AM IST

Updated : Apr 17, 2021, 2:24 PM IST

  • કોંગ્રેસ કોરોના દર્દીઓની મદદ માટે આગળ આવી
  • અમદાવાદ અને સુરતના કોંગ્રેસ કાર્યાલય ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે
  • ગુજરાતમાં કોરોનાના દર્દીઓ માટે હેલ્પલાઈન નંબર 9099902255 શરૂ કર્યો

અમદાવાદ: રાજ્યમા કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો દરરોજ કોરોના કેસમાં નવો રેકોર્ડ નોંધાવ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી બાદ કોંગ્રેસ પણ કોરોનાગ્રસ્ત દર્દીઓની મદદ લેવી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જાહેરાત કરતા કહ્યું કે, કોરોનાગ્રસ્ત દર્દીઓને માહિતી મળી રહે તે માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. તો સાથે-સાથે અમદાવાદ અને સુરતમાં આવેલા કોંગ્રેસના કાર્યાલય ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે.

પક્ષાપક્ષીથી રાજકારણ ન કરવું જોઈએ: કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા જાહેરાત કરતા કહ્યું કે, કોરોના કાળમાં પક્ષથી પણ ઉપર આવીને તમામ લોકોએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. પક્ષાપક્ષીથી રાજકારણ ન કરવું જોઈએ. કોરોના કાળમાં દર્દીઓની સુવિધા મળી રહે તે માટે વધુમાં વધુ પ્રયાસ કરવો જોઈએ. ગુજરાત કોંગ્રેસ દ્વારા મુખ્યપ્રધાનને પત્ર લખીને અમદાવાદ અને સુરત ખાતેના કોંગ્રેસ કાર્યાલયમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માટે માગણી કરવામાં આવી છે. જેમાં 50- 50 બેડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જે લોકોને પોતાના ઘરે ક્વૉરન્ટાઇન થવાની સુવિધા ન હોય તેવા લોકોને કોંગ્રેસ કાર્યાલય ખાતે સુવિધા આપવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદમાં કોરોના દર્દીની સારવાર માટે 15 ખાનગી કોવિડ કેર સેન્ટર જાહેર કરાયા

અમદાવાદ અને સુરત બાદ વડોદરા અને રાજકોટમાં પણ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે

અમિત ચાવડાએ વધુમાં કહ્યું કે, અમદાવાદ અને સુરત બાદ વડોદરા અને રાજકોટમાં પણ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે. જે જિલ્લાઓમાં જરૂરિયાત હશે તે પ્રમાણે કોવિડ કેર સેન્ટર શરૂઆત કરવામાં આવશે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા કોરોનાની તમામ માહિતી મળી રહે. કઈ જગ્યાએ કેટલા બેડ ખાલી છે. તે અંગેની માહિતી મળી રહે. કોરોનાને લગતી મૂંઝવણ અંગે સવાલો અંગે જાણકારી મેળવવા માટે હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો છે. જેના થકી તમામ માહિતી કોરોનાના દર્દીઓને મળી શકે છે.

અમિત ચાવડાએ કહ્યું કે સરકાર માત્ર મંજૂરી આપે

અમિત ચાવડાએ કહ્યું કે, સરકાર માત્ર મંજૂરી આપે. તમામ સુવિધાઓ કોંગ્રેસ પક્ષ દ્વારા પૂરી પાડવામાં આવશે. કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને ખાવા-પીવા, રહેવા, દવાની પણ સુવિધા કોંગ્રેસ પક્ષ દ્વારા આપવામાં આવશે. જરૂરિયાતવાળા દર્દીઓને પણ ઇન્જેક્શનની સુવિધા કોંગ્રેસ પક્ષ દ્વારા નિ:શુલ્ક આપવામાં આવશે. કોંગ્રેસ પક્ષના તમામ કાર્યાલયમાં પણ દર્દીઓને સુવિધા મળી રહે તે મળી રહે તે માટે કામગીરી કરવામાં આવશે.

આ પણ વાંચો: હવે સ્ટેડિયમને કોવિડ કેર સેન્ટરમાં ફેરવાશે નહીં: દિલ્હી સરકાર

કોંગ્રેસે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને 10,000 રેમડેસીવીર ઇન્જેકશનની પણ માગણી કરી

કોંગ્રેસે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને 10,000 રેમડેસીવીર ઇન્જેકશનની પણ માંગણી કરી છે. કોંગ્રેસ કાર્યાલય ખાતેથી જરૂરિયાતમંદ લોકોને નિ:શુલ્ક ઇન્જેક્શન મળી રહે તે માટે સરકાર પાસે ઇન્જેક્શનની માંગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના કાર્યાલય ખાતેથી સી.આર. પાટીલે ઇન્જેક્શનની વહેંચણી કરી હતી. જે અંગે રાજકીય વિવાદ સર્જાયો હતો. તેના અર્થમાં કોંગ્રેસ દ્વારા પણ સરકાર પાસે માંગણી કરવામાં આવી છે. જોકે, ઇન્જેક્શનના વિવાદ અંગે સરકારે નિવેદન આપતા કહ્યું હતું કે, સરકારમાંથી એક પણ ઈન્જેક્શન પાટીલને આપવામાં આવ્યા નથી.

Last Updated : Apr 17, 2021, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.