ETV Bharat / city

ભાજપની જન આશીર્વાદ યાત્રા સામે અમિત ચાવડાના પ્રહાર - "સરકાર લાજવાના બદલે ગાજે છે"

ભાજપની જન આશીર્વાદ યાત્રા સામે કોંગ્રેસે ન્યાય યાત્રા શરૂ કરી છે, ત્યારે ભાજપની જન આશીર્વાદ યાત્રાને લઈને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં તેમને કહ્યું હતું કે, સરકાર કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારી કરવાના બદલે ઉત્સવોની ઉજવણી કરી રહી છે.

ભાજપની જન આશીર્વાદ યાત્રા સામે અમિત ચાવડાના પ્રહાર

author img

By

Published : Aug 16, 2021, 6:30 PM IST

  • ભાજપની જન આશીર્વાદ યાત્રા પર કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનો પ્રહાર
  • કોરોનામાં ભાજપ સરકારે ગુજરાતના લોકોને ભગવાન ભરોસે મુક્યા : ચાવડા
  • કોરોનાની તૈયારી કરવાના બદલે ઉત્સવો કરી રહી હોવાના ચાવડાના આક્ષેપો

અમદાવાદ : ભાજપની જન આશીર્વાદ યાત્રાનો વિરોધ કરવા કોંગ્રેસે ન્યાય યાત્રા શરૂ કરી છે. આ દરમિયાન અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સરકાર કોરોનાની સંભવિત ત્રીજી લહેરની તૈયારી કરવાના બદલે ઉત્સવોની ઉજવણી કરી રહી છે. આ બાબતે સરકારને શરમ આવવી જોઈએ, પરંતુ સરકાર ખાલી મોટા વાયદાઓ અને પોતના શાસન માટે કામ કરે છે. રાજ્યમાં કોરોનાકાળ દરમિયાન 2 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચો: અંગ્રેજોની જેમ ચાલી રહેલા શાસન સામે ફરી લડવાનું છે : અમિત ચાવડા

કોરોનામાં સરકાર દ્વારા કાળાબજારી

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોરોનામાં સરકાર દ્વારા અનેક કાળાબજારી કરવામાં આવી છે, જ્યારે સરકારે અણઘડ વહીવટ કર્યો છે. ચૂંટણી નજીક આવતા જ હવે ભાજપના નેતાઓએ જનતાને ભગવાન ભરોસે મોકલી દીધી છે, ત્યારે ખરેખર કોરોના કાળમાં જરૂર હતી ત્યારે, ભાજપના કોઈ નેતા પ્રજાની પડખે હાજર રહ્યા ન હતા.

આ પણ વાંચો: અંગ્રેજોની જેમ ભાજપ સરકાર કામ કરે છે: અમિત ચાવડા

પ્રજાને પડખે ઉભી રહેશે કોંગ્રેસ

પ્રમુખ ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા ગામડે ગામડે અને શેરીએ શેરીએ જઈને કોરોનામાં જે લોકોને મુશ્કેલી પડી છે, કે હાલ કેવી મુશ્કેલી પડી રહી છે, તેની સમગ્ર બાબતોની માહિતી મેળવી પ્રજા માટે લડત કરશે અને પ્રજાની સમક્ષ મુકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.