ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાને લઇને ભારતીય જનતા પાર્ટીએ રાજનીતિની સાથે સાથે ભ્રષ્ટાચારની પણ કેનાલ બનાવી છે. નર્મદા કેનાલ અને તેનો ભ્રષ્ટાચાર ગાંધીનગર સચિવાલયમાં જમા થાય અથવા કમલમમાં જમા થાય છે.
આ ઉપરાંત જણાવ્યું હતું કે ઇમર્જન્સી રીપેરીંગ ઓફ ગાબડાની નોટિસ સરકાર દ્વારા જાહેર કરાઈ છે. કેનાલોમાં પડેલા ગાબડાએ સરકારની ભ્રષ્ટચારના ગાબડા છે. કેનાલના કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું છે અને સરકારી તિજોરીઓમાં પણ ગાબડા પાડ્યા છે. સરકાર ખેડૂતોને તેમના પાકમાં થયેલ નુક્સાનનું વળતર આપે તેવી માગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.
ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની ફી માં વધારો અને અનુસૂચિત જન જાતીના વિદ્યાર્થીઓને મળતી સહાયમાં ઘટાડા અંગે પણ સરકાર બેદરકાર રહી છે અને વિદ્યાર્થીઓ અને અનુસુચિત જનજાતિના લોકોને હળાહળ અન્યાય કર્યો છે અને તેમને સરકાર યોગ્ય વળતર આપે અને ભ્રષ્ટાચારની રાજનીતિ બંધ કરે તેવી માગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.