ETV Bharat / city

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણીઃ કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર... - અમદાવાદના સમાચાર

રાજ્યસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસના 8 ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. જેના લીધે આ 8 બેઠકો ખાલી પડી હતી. હવે 3 નવેમ્બરે આ બેઠકો પર પેટાચૂંટણી યોજાવવા જઇ રહી છે. 8 બેઠકો પર જીત માટે રાજ્યના બંન્ને મુખ્ય પક્ષ તડામાર તૈયારી કરી રહ્યા છે. ભાજપે તાજેતરમાં જ તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી. તે પછી હવે કોંગ્રેસે પણ તેના 30 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે.

કોંગ્રેસના 30 સ્ટાર પ્રચારકોની યાદી
કોંગ્રેસના 30 સ્ટાર પ્રચારકોની યાદી
author img

By

Published : Oct 18, 2020, 5:01 PM IST

  • ગુજરાતમાં 3 નવેમ્બરે પેટા ચૂંટણી
  • 8 બેઠકો પર યોજાશે પેટાચૂંટણી
  • કોંગ્રેસે 30 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી

અમદાવાદ: 3 નવેમ્બરે આ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવવા જઇ રહી છે. 8 બેઠકો પર જીત માટે રાજ્યના બંને મુખ્ય પક્ષ તડામાર તૈયારી કરી રહ્યા છે. કોંગ્રેસે પણ તેના 30 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે.

આ 30 પ્રચારકોમાં રાજ્યસભા સાંસદ અહેમદ પટેલ, શક્તિસિંહ ગોહિલ, નારાણ રાઠવા તથા અમિત ચાવડા, હાર્દિક પટેલ, રાજીવ સાતવ જેવા નેતાઓ સામેલ છે. ગુજરાતમાં 8 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવવાની છે. આ આઠ બેઠકો પર કુલ 135 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જે પૈકી 33 ઉમેદવારી ફોર્મ રદ્દ કરવામાં આવ્યા છે. હવે કુલ 102 ઉમેદવારો ચૂંટણી મેદાને રહ્યા છે. મહત્વનું છે કે, કુલ 75 અપક્ષોએ ઉમેદવારી નોંધાવી છે.

કોંગ્રેસના 30 સ્ટાર પ્રચારકોની યાદી
કોંગ્રેસના 30 સ્ટાર પ્રચારકોની યાદી

16 ઓક્ટોબર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. જેથી બંને મુખ્ય પક્ષો કોંગ્રેસ અને ભાજપ સહિત અન્ય પક્ષોએ પણ પોતાના ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. 17 ઓક્ટોબરે ફોર્મની ચકાસણી થઇ હતી. તેમજ 19 ઓક્ટોબરે ઉમેદવારો ફોર્મ પાછા ખેંચી શકશે. રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાત વિધાનસભાના પદ પરથી કોંગ્રેસના 8 ધારાસભ્યોએ અબડાસા, લીંબડી, મોરબી, ધારી, કરજણ, ડાંગ, કપરાડા અને ગઢડા આ બેઠકો પરથી રાજીનામું આપ્યું હતું.

કોંગ્રેસના સ્ટાર પ્રચારક

અહેમદ પટેલ, રાજીવ સાતવ, અમિત ચાવડા, પરેશ ધાનાણી, દિપક બાબરીયા, મધુસુદન મિસ્ત્રી, અર્જુન મોઢવાડીયા, સિધ્ધાર્થ પટેલ, શક્તિસિંહ ગોહિલ, હાર્દિક પટેલ, નરેશ રાવલ, તુષાર ચૌધરી, લાલજી દેસાઇ, અમીબેન યાજ્ઞીક, નારાણ રાઠવા, જિતેન્દ્ર બઘેલ, બિશ્વ રંજન મોહંતી, સાગર રાયકા, કાદીર પીરઝાદા, જગદીશ ઠાકોર, રાજુ પરમાર, પુંજાભાઇ વંશ, સીજે ચાવડા, શૈલેષ પરમાર, જીતુ પટેલ, ગૌરવ પંડ્યા, કિશન પટેલ,વિરજી ઠુમ્મર, ગ્યાસુદ્દીન શેખ, અશોક પંજાબીના નામ જાહેર કર્યા છે.

આ પણ વાંચો : વિધાનસભા પેટા ચૂંટણી : 8 બેઠક પર કુલ 17 ઉમેદવારોએ નામાંકન ભર્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.