ETV Bharat / city

AMC Road Scam : અધિકારીઓને સામાન્ય સજા આપતા કમિશનર ઓફિસે કોંગ્રેસનો અનોખો વિરોધ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 2017માં થયેલા રોડ પર કૌભાંડને (AMC Road Scam) લઈને અનોખો વિરોધ જોવા મળ્યો હતો. કોંગ્રેસ દ્વારા ડમી લોચન સહેરા બનાવી (Protest Congress in Ahmedabad) વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં કમિશનર હાય... હાય... નારા પણ લગાવ્યા હતા.

AMC Road Scam : અધિકારીઓને સામાન્ય સજા આપતા કમિશનર ઓફિસે કોંગ્રેસનો અનોખો વિરોધ
AMC Road Scam : અધિકારીઓને સામાન્ય સજા આપતા કમિશનર ઓફિસે કોંગ્રેસનો અનોખો વિરોધ
author img

By

Published : Jun 10, 2022, 3:28 PM IST

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ 2017માં 400 કરોડના રોડ કૌભાંડ (Ahmedabad 2017 Road Scam) મામલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જવાબદાર અધિકારીઓને માત્ર સામાન્ય દંડ (AMC Road Scam) કરવામાં આવ્યો હતો. જેના પગલે વિપક્ષ કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા વિરોધમાંં કાનમાં હેન્ડ્સ ફ્રી ભરાવી અને ગળામાં 'નામ હે લોચન સહેરા, ભ્રષ્ટાચાર કે નામ પે હું બહેરા'નું ગળામાં બેનર પહેર્યું હતું.

કોંગ્રેસનો અનોખો વિરોધ

આ પણ વાંચો : રોડ કૌભાંડઃ અમદાવાદમાં 400 કરોડના રોડ ધોવાણ મામલે 23 ઈજનેરોને નજીવી સજાનો નિર્ણય

ડમી મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા - કોંગ્રેસ દ્વારા ડમી લોચન શહેરા બનાવી વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં કમિશનર હાય... હાય... નારા પણ લગાવ્યા હતા. ડમી લોચન સહેરા કાનમાં હેન્ડ્સ ફ્રી ભરાવી અને ગળામાં નામ હે લોચન સહેરા ભ્રષ્ટાચાર કે નામ પે હું બહેરાનું ગળામાં બેનર લગાવવામાં આવ્યું હતું. સાથે જ ભ્રષ્ટાચારી અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. વિપક્ષ દ્વારા કમિશનરને (Congress Protests Commissioner Office) મળવાની માંગ કરાતા જાળીઓ બંધ નજર આવી હતી.

કમિશનર ઓફિસે કોંગ્રેસનો અનોખો વિરોધ
કમિશનર ઓફિસે કોંગ્રેસનો અનોખો વિરોધ

આ પણ વાંચોઃ AMC જનરલ બોર્ડની બેઠકમાં મકતમપુરા વોર્ડ બન્યો ચર્ચાનો વિષય

4થી 6 ઇન્ક્રીમેન્ટનો દંડ આપવા સુધીની સજા કરવામાં આવી - મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થયેલા ભ્રષ્ટાચાર કરોડના રોડ કૌભાંડ મામલે અધિકારીઓ સામે માત્ર 4થી 6 ઇન્ક્રીમેન્ટનો દંડ આપવા સુધીની સજા કરી તેમને બચાવી લેવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. કમિશનરને આવેદન આપવા જતા કાર્યકર્તા 30 મિનિટ જેટલો સમય બહાર ઊભા રાખવામાં આવ્યા હતા. કોઈને પણ અંદર (Congress Protests Over Road Scam) ના આવે તે માટે દરવાજા બંધ કરી પોલીસ બહાર ઉભી રાખી દેવામાં આવી હતી. ભારે વિરોધ બાદ માત્ર વિપક્ષ નેતા શહેઝાદખાને આવેદન આપવાની મંજૂરી આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.