અમદાવાદઃ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરીને કોરોના મહામારીમાં સરકારની કામગીરી અંગે અનેક સવાલો ઉભા કર્યા છે. અમિત ચાવડાએ જણાવ્યું કે, રાજ્યમાં કોરોના વાયરસનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં 1280 કરતા વધુ લોકોના મોત થયા છે, તેમ છતાં સરકારના પેટનું પાણી હલતું નથી. ગુજરાતમાં તંત્ર વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે કોરોનામાં વર્તમાન સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ગુજરાત સરકાર પણ લોકોના જીવ બચાવવામાં તંત્રમાં ઉદાસીનતા જોવા મળી રહી છે.
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કોરોના મહામારીમાં સરકારની કામગીરી મુદ્દે કર્યા પ્રહાર
ગુજરાતમાં કોરોના વાઇરસનો વિસ્ફોટ થયો છે. ત્યારે બે સપ્તાહથી રાજ્યમાં જલ્દી ડિસ્ચાર્જ દ્વારા ભારતમાં સૌથી ઊંચા રિકવરી રેટના દાવાઓ થઈ રહ્યા છે. પરંતુ ગુજરાતમાં કુલ કેસ અને ડિસ્ચાર્જ એમ બંને તરફથી ભારતમાં સૌથી ઊંચો મૃત્યુદર છે, આ એક હકીકત છે. સોમવારે 14 જિલ્લાઓમાંથી 321 દર્દીઓને સાજા થઈને ઘરે જતા ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 13,964ને ડિસ્ચાર્જ આપવામાં આવ્યુ છે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ગુજરાત સરકારની કોરોના વાયરસ સામે લડવાની રણનીતિની કડક શબ્દોમાં નિંદા કરી છે.