ETV Bharat / city

કોંગ્રેસ પક્ષની છબી ખરડાય તે પ્રકારે કરાયેલા વર્તન બદલ 10થી વધુ કોર્પોરેટરને કોંગ્રેસ પક્ષ આપશે નોટિસ - વિપક્ષના નેતાની નિમણૂક મામલો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતાને લઈ મામલો ફરી વકર્યો છે, જેને લઈ ગઈકાલે 10થી વધુ કોર્પોરેટરોએ પ્રદેશ કાર્યાલય પહોંચી અધ્યક્ષ સમક્ષ રાજીનામા ધરી દીધા હતા, જેને લઈને પ્રમુખ જગદીશ ઠાકોરે આજે બેઠક બોલાવીને કોર્પોરેટરોને નોટિસ પાઠવી હતી.

કોંગ્રેસ પક્ષની છબી ખરડાય તે પ્રકારે કરાયેલા વર્તન બદલ 10થી વધુ કોર્પોરેટરને કોંગ્રેસ પક્ષ આપશે નોટિસ

author img

By

Published : Jan 10, 2022, 9:45 PM IST

અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી બાદ હજુ સુધી વિપક્ષના નેતાની નિમણૂક કરવામાં આવી નથી જેને લઇને કોંગ્રેસ પક્ષમાં ઘમાસાણ ચાલી રહ્યું છે, ત્યારે શહેઝાદ ખાન પઠાણનું નામ વિપક્ષના નેતા તરીકે નક્કી થવાની વાત સામે આવતાની સાથે શહેઝાદ ઉર્ફે સન્ની વિરોધી બીજું જૂથ મેદાનમાં ઊતર્યું હતું, જેઓએ ગઈકાલે પ્રદેશ કાર્યાલય પહોંચી ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો હતો અને બીજી તરફ મહિલા કોર્પોરેટરોએ પક્ષ સામે જ મોરચો માંડી સોશિયલ મીડિયામાં લખ્યું કે "લડકી હું લડ શક્તિ હું" તેવા પ્રકારનું નિવેદન આપ્યું છે.

કોંગ્રેસ પક્ષની છબી ખરડાય તે પ્રકારે કરાયેલા વર્તન બદલ 10થી વધુ કોર્પોરેટરને કોંગ્રેસ પક્ષ આપશે નોટિસ

કોર્પોરેટરોને પાઠવામાં આવી કારણ દર્શક નોટિસ

ગુજરાત કોંગ્રેસના સીનિયર નેતા સી.જે ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પ્રમુખ અને નિરીક્ષકો સાથે હાલ બેઠક કરવામાં આવી છે. આ બેઠકમાં કોંગ્રેસ કોર્પોરેટરો દ્વારા પ્રદેશ કાર્યાલય બહાર આપવામાં આવેલા નિવેદનને ગંભીરતાથી લેવામાં આવ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસ શિસ્ત સમિતિ દ્વારા તમામ કોર્પોરેટરોને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે, પક્ષની છબી ખરડાય તે પ્રકારે કરેલા વર્તનના કારણે આ નોટિસ આપવામાં આવી છે. તમામ કોર્પોરેટરોએ સાત દિવસમાં આ નોટિસ અંગે ખુલાસો પણ કરવો પડશે તેવું જણાવવામાં આવ્યું છે, પ્રદેશ કાર્યાલય બહાર સર્જાયેલા ઘમાસાણ અંગેના વિડિયો પણ શિસ્ત સમિતિને સોંપવામાં આવ્યા છે જે અંગે હવે આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવી શકે છે.

નિર્ણય પહેલા જ વિરોધ ન કરી શકાય - નેતા

ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર પાસે કાર્યકરથી લઈ તમામ લોકોને જવાનો હક છે અને તેમની સમક્ષ રજૂઆત પણ કરી શકે છે, ત્યારે નિર્ણય થયા પહેલાં જાતે જ નક્કી કરી વિરોધ ન કરી શકાય, જેના સંદર્ભે ગઈકાલે જે થયું તે ખૂબ જ ગેરવ્યાજબી ગણી શકાય છે જેની પક્ષમાં કડક શબ્દોમાં નોંધ લેવામાં આવી છે.

આ પણ વાંચો : Tickets to Women in UP Elections : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા મહિલાઓને 50 ટકા ટિકીટ આપશે

આ પણ વાંચો : Assembly Election 2022: કોંગ્રેસ ભાજપને હરાવા માટે કોઈપણ પક્ષનો ટેકો લેવા તૈયારઃ ચિદંબરમ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.