ETV Bharat / city

કોંગ્રેસનો પાર્ટી કાર્યક્રમ કે ચૂંટણી ઢંઢેરો!

અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે પરિવર્તન સંકલ્પ સંમેલનમાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશેષ ઉપસ્થિત રહ્યા છે. આ દરમિયાન તેમણે, અનેક મોટી જાહેરાતો કરી હતી. આ જાહેરાતોને લઈને તર્ક લગાવવામાં આવી રહ્યા છે કે,આ ગુજરાતમાં આવનારી ચૂંટણીને લઈને ઢંઢેરો હોય...Gujarat Congress Parivartan Sankalp Sammelan, Congress Leader Rahul Gandhi, Gujarat Congress.

ચૂંટણી ઢંઢેરો
ચૂંટણી ઢંઢેરો
author img

By

Published : Sep 5, 2022, 1:47 PM IST

Updated : Sep 5, 2022, 8:15 PM IST

અમદાવાદ : ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પક્ષો દ્વારા અનેક જાહેરાતો કરવામાં આવી રહી છે. આજે સોમવારે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસ આવ્યા છે, ત્યારે તેમણે એક સભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે ગુજરાતમાં સરકાર બનશે તો શુ કાર્ય કરશે તેને લઈને 8 વચનો આપ્યા હતા, જેને લઈને લાગી રહ્યું છે કે, આ પાર્ટી સભા નહીં, પરંતુ એક કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો હોય... તો ચાલો તેમણે આ દરમિયાન શુ કરી હતી મોટી જાહેરાતો...

મફત સારવાર : રાહુલ ગાંધીએ ગુજરાતમાં સામાન્ય નાગરિકોના હિતમાં વાત કરતા કહ્યું કે, જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો રાજ્યના નાગરિકોને 10 લાખ સુધી સારવાર મફત આપવામાં આવશે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, તમામ દર્દીઓને સારવાર દરમિયાન દવાઓ પણ વિનામુલ્યે આપવામાં આવશે.

ખેડૂતો દેવું માફ : ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકો ખેતી સાથે જોડાયેલા છે. આ બાબતોને ધ્યાને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્યનાં તમામ ખેડૂત કે જેનું 3 લાખ સુધીનું દેવુ બાકી છે, તેમનું દેવું માફ કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, ખેડૂતોના વીજળી બિલ પણ માફ કરવામાં આવશે. જ્યારે બીજી બાજુ તેમણે કહ્યું કે, કોંગ્રેસ સરકાર આવશે તો રાજ્યના તમામ લોકોને ઘરેલુ વીજળી બિલમાં 300 યુનિટ સુધી મફત આપવામાં આવશે.

10 લાખ યુવાનોની ભરતી : રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનતા જ બેરોજગાર યુવાનો માટે 10 લાખ સરકારી જગ્યાઓની નોકરીની ભરતી કરવામાં આવશે. આ સાથે જ તેમણે મહિલાઓને લઈને પણ મહત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, આ ભરતી પ્રક્રિયામાં 50 ટકા મહિલાઓને પણ ભાગીદારી આપવામાં આવશે.

ચૂંટણી ઢંઢેરો
ચૂંટણી ઢંઢેરો

કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ : સરકારી વિભાગમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં નોકરી કરતા તમામ કર્મચારીઓ અંગે પણ રાહુલ ગાંધીએ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, સરકારી વિભાગમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરવામાં આવશે. આ સાથે જ, તમામ બેરોજગાર યુવનોને 3000 રૂપિયા બેરોજગારી ભથ્થું પણ આપવામાં આવશે.

દુધ ઉત્પાદકોને સબસિડી : દુધ ઉત્પાદકોને લઈને પણ મહત્વની જાહેરાત કરતા ગાંધીએ કહ્યુ કે, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો, દુધ ઉત્પાદકોને દરેક લીટર દુધ ઉપર 5 રૂપિયાની સબસિડી આપીશું. આ ઉપરાંત, આ તમામ લોકોને ગેસ સિલિન્ડરમાં પણ રાહત આપવામાં આવશે, જેની કિંમતમાં 500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે.

અંગ્રેજી માધ્યમની શાળાઓ : ગુજરાતમાં શિક્ષણને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપે હજારો શાળાઓ બંધ કરી છે, પરંતુ કોંગ્રેસની સરકાર બનતા જ ગુજરાતમાં 3000 જેટલી અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ બનાવવામાં આવશે. આ ઉપરાંત, દીકરીઓને KG થી PG સુધીનું સંપૂર્ણ શિક્ષણ મફત આપવામાં આવશે.

કોરોના મૃતકોના પરિવારજનોને વળતર : ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન મૃત્યુ પામેલા લોકોના પરિવાર જનો માટે પણ રાહુલ ગાંધીએ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ સરકાર દ્વારા કોરોના મૃતકોના પરિવારજનોને 4 લાખનું વળતર આપવામાં આવશે.

ભ્રષ્ટાચાર સામે કાયદો : ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામે લડવાને લઈને રાહુલ ગાંધીએ જાહેરાત કરી કે, ગુજરાતમાં સરકાર બનતા જ છેલ્લા 27 વર્ષમાં થયેલા તમામ ભ્રષ્ટાચારીઓની તપાસ કરવામાં આવશે. રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે કાયદો પણ લાવવામાં આવશે અને આ કાયદા હેઠળ આ તમામ ભ્રષ્ટાચારીઓને જેલ હવાલે કરવામાં આવશે.

કોંગ્રેસ ભાજપ આમને સામને

ડ્રગ્સ મુદ્દે રાહુલ-સંઘવી આમને સામને : ગુજરાત ડ્રગ્સનું કેન્દ્ર બની ગયું છે. તમામ ડ્ગ્સ મુદ્રા પોર્ટ પરથી પકડવામાં આવી રહ્યું છે. પરંતું ગુજરાત સરકાર આ મામલે કોઈ જ કાર્યવાહી કરી રહી નથી. ગાંધીએ પુછ્યું કે, શા માટે સરકાર આ મામલે કાર્યવાહી કરતી નથી ? જેના કારણે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય નષ્ઠ થઈ રહ્યું છે. રાહુલ ગાંધીના આ નિવેદન સામે રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ વળતા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, હું શ્રી રાહુલ ગાંધીને કહેવા માંગુ છું કે, મહારાષ્ટ્રમાં વર્ષ 2020-21માં જ્યારે તેઓ સરકારમાં હતા. સલીમ નામનો યુવક ડ્રગ્સ ખરીદવા ગુજરાત પહોંચ્યો હતો. મહારાષ્ટ્રના યુવાનોનું જીવન બરબાદ કરનારની ગુજરાત પોલીસે ધરપકડ કરી છે. ડ્રગના મુદ્દા પર રાજનીતિ કરવાને બદલે આપણે સાથે મળીને કામ કરવું જોઈએ.

અમારું ફોકસ યુવાનોના રોજગાર પર કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Congress Leader Rahul Gandhi) પરિવર્તન સંકલ્પ સંમેલનમાં (Gujarat Congress Parivartan Sankalp Sammelan) સંબોધન કરતા જણાવ્યું હતું કે, કૉંગ્રેસ પાર્ટીનું ફોકસ યુવાનોને રોજગાર પર છે. અમે 10,00,000 યુવાનોને રોજગારી આપીશું.

સરકાર બન્યા પછી આ કામ કરશે કૉંગ્રેસ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વધુમાં (Congress Leader Rahul Gandhi) ઉમેર્યું હતું કે, કૉંગ્રેસની સરકાર આવ્યા પછી કૉંગ્રેસ સૌપ્રથમ ખેડૂતો માટે 3,00,000 રૂપિયાનું દેવું માફ કરશે. કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને 4,00,000 રૂપિયાનું વળતર અપાશે. ખેડૂતોનું વીજ બિલ માફ કરાશે. 3,000 અંગ્રેજી માધ્યમની શાળાઓ અને બાળકીઓ માટે વિનામૂલ્યે શિક્ષણ કૉંગ્રેસ પાર્ટી આપશે. હજારો શાળાઓને ભાજપે બંધ કરી છે. ગેસ સિલિન્ડર સબસિડી સાથે 500 રૂપિયામાં આપીશું.

કૉંગ્રેસના કાર્યક્રમમાં જનમેદની ઉમટી
કૉંગ્રેસના કાર્યક્રમમાં જનમેદની ઉમટી

પહેલું રાજ્ય જ્યાં આંદોલન માટે મંજૂરી લેવી પડે છે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Congress Leader Rahul Gandhi) જણાવ્યું હતું કે, ગુજરાતમાં વીજળીના દર ભારતમાં સૌથી વધુ છે. લોકતંત્ર પર આક્રમણ, ગુજરાતની જનતા પર આક્રમણ થાય છે. તેમ છતાં કોઈ કંઈ બોલી નથી શકતા. સામાન્ય નાગરિક પાસેથી ડ્રગ્સ મળે તો પોલીસ તેની ધરપકડ કરી દે છે, પરંતુ મુન્દ્રા પોર્ટ પર તો કોઈ જ કાર્યવાહી નથી થતી. લોકતંત્ર પર આક્રમક કરવાનું કામ ભાજપે કર્યું છે. આંદોલન માટે પણ મંજૂરી લેવી પડે છે.

મીડિયાને દબાવવામાં આવે છે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, કૉંગ્રેસે છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, પંજાબમાં ખેડૂતોના દેવા માફ કર્યા હતા. દેશની શિક્ષણ સંસ્થાઓ એમ્પાયરનું કામ કરે છે, પરંતુ ગુજરાતમાં જે સંસ્થાઓને સરદાર પટેલે બનાવી હતી. પછી ભલે તે પોલીસ હોય, મીડિયા હોય, ન્યાયતંત્ર હોય, વિધાનસભા હોય તે તમામ સંસ્થાઓને ભાજપે પોતાના હસ્તક લઈ લીધી છે. એટલે કે અહીં તમે રાજકીય પાર્ટીથી નથી લડી રહ્યા. અહીં મીડિયાનો અવાજ દબાવવામાં આવે છે.

સરદાર પટેલને કર્યા યાદ આ સંમેલનમાં સંબોધન કરતા કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, કૉંગ્રેસના કાર્યકર્તાઓ વિચારધારા માટે લડે છે. સરદાર વલ્લભભાઈ પટેલ માત્ર એક વ્યક્તિ નહતા. તેઓ ગુજરાત અને ભારતના ખેડૂતોનો અવાજ હતા. એટલે કે જે પણ તે કહેતા હતા તે ગુજરાત અને ભારતના ખેડૂતોના હિત માટે હતું. જો તમે તેમને વાંચશો તેમના ભાષણ સાંભળશો તો તેમાં ખેડૂતો વિરૂદ્ધ તેમણે એક શબ્દ નથી કહ્યો. એક તરફ ભાજપે તેમ

તાનાશાહી સામે લડી રહેલા રાહુલ ગાંધી ગુજરાત આવ્યા અહીં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે સંબોધનમાં (Gujarat Congress) જણાવ્યું હતું કે, દેશના ભવિષ્ય અને ગુજરાતના તાનાશાહી સામે લડી રહેલા રાહુલ ગાંધી ગુજરાત (Congress Leader Rahul Gandhi) આવ્યા છે. રાજ્યમાં 14 વખત પેપર ફોડી લોકોનું ભવિષ્ય બગાડવામાં આવ્યું છે. એટલે હવે 10 સપ્ટેમ્બરે બેરોજગારીના વિરોધમાં મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્વેચ્છાએ લોકોને બંધ રાખવા આહ્વાન કરવામાં આવ્યું (Gujarat Congress Parivartan Sankalp Sammelan) છે.

રઘુ શર્માએ ભાજપને લીધી આડેહાથ અહીં રાજસ્થાનના પૂર્વ આરોગ્ય પ્રધાન અને ગુજરાત પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે, ભાજપ ડબલ એન્જિનની વાત કરે છે. તેમ છતાં કોરોનામાં અનેક લોકોના મૃત્યુ થયા હતા. તે સમયે બેડ ન મળ્યા, ઈન્જેક્શન ન મળ્યા જેવી અનેક પરિસ્થિતિ સર્જાઈ હતી. તેમણે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં જે સરકાર ચાલી તે તમામ ફેઈલ થઈ ગઈ હતી, જેના કારણે નવું એન્જીન લાવવામાં આવ્યું હતું. ગુજરાતમાં ડ્રગ્સ માફિયાનો આતંક રહેલો છે. ગુજરાતની જનતા અને કાર્યકર્તા હવે કૉંગ્રેસ પાર્ટી માગી રહી છે. ભાજપે 27 વર્ષથી માત્ર રાજનીતિ કરી, પરંતુ જનતા માટે કંઈ જ ન કર્યું. અમે આ વખતે 125થી વધુ સીટો સાથે સરકાર બનાવવાનું સંકલ્પ કર્યું છે.

Last Updated : Sep 5, 2022, 8:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.