અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણીઓને લઈ (Gujarat Assembly Elections 2022) કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાત (Congress Leader Rahul Gandhi) આવી રહ્યા છે. પરિવર્તન સંકલ્પ અને બૂથ સંવાદનો કાર્યક્રમમાં તેઓ યુવાનોને સંબોધન (Rahul Gandhi Ahmedabad Visit) કરવાના છે. જો.કે ત્યારબાદ મેરેથોન બેઠકનું પણ આયોજન કરવામાં આવેલું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો (gujarat congress news) જંગ લડવા કોંગ્રેસ તૈયાર છે.
બુથ મેનેજમેન્ટઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તારીખ 5મી સપ્ટેમ્બરે અમદાવાદ આવીને રિવરફ્રન્ટ પર ચૂંટણીનું રણશીંગુ ફુંકશે. બાવન હજાર બુથ પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે.તે ઉપરાંત પ્રભારી સહિતના પ્રદેશ નેતાઓ સાથે બેઠક યોજીને રાજકીય પરીસ્થિતિની સમીક્ષા કરશે. કોંગ્રેસની નબળાઈ કે નબળા દેખાવ માટે ઉમેદવાર પસંદગી પ્રક્રિયામાં ઢીલ, બુથ લેવલે નબળા મેનેજમેન્ટ જેવા કારણો માલુમ પડયા હતા. પહેલી વખત કોંગ્રેસે બુથ મેનેજમેન્ટ પર ભાર મૂક્યો છે. રાહુલ ગાંધી આગામી 5મી સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
પ્રભારીનું નિવેદનઃ કોંગ્રેસના પ્રભારી ડો રઘુ શર્માએ કહ્યું કે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે 5મી તારીખે રાહુલ ગાંધી સંમેલનને સંબોધન કરવાના છે, પરિવર્તન સંકલ્પ બુથ સ્તરીય સામેલન નામ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં અમારા આગેવાનો આ કાર્યક્રમ અંગે કામ કરી રહ્યા છે. બુથના કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર કરવા રાહુલ ગાંધી આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે સરકારમાં પરિવર્તન, બેરોજગારીમાં પરિવર્તન લાવવામાં આવશે.
મોટો સંકલ્પઃ મહિલાઓ ઉપર થતાં અત્યાચારમાં પરિવર્તન, પેપર ફૂટવાની ઘટનામાં પરિવર્તન લાવવા માટેનો સંકલ્પ છે. 52 હજાર બુથ ઉપરના યોદ્ધાઓ તૈયાર કરવામાં આવ્યા છે. આ યોદ્ધાઓને રાહુલ ગાંધી માર્ગદર્શન આપવાના છે. વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું કે ગુજરાત પ્રદેશ નેતાઓ સાથેની બેઠકમાં રાહુલ ગાંધી ઉમેદવાર પસંદગી સંબંધી ચર્ચા કરશે. જેમાં તાજેતરમાં હાઇકમાન્ડમાં મોકલવામાં આવેલી યાદીને લઈ થઈ શકે છે. કોંગ્રેસની ચૂંટણી સમિતિની પ્રથમ બેઠક થશે, આ જ દિવસે સ્ક્રીનીંગ કમીટીની પણ બેઠક યોજવામાં આવશે.
ઉમેદવારની યાદીઃ તારીખ 15મી સપ્ટેમ્બર સુધીમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાનો ટાર્ગેટ નકકી થયો છે. પ્રથમ લીસ્ટમાં 20થી 25 ઉમેદવારોના નામો જાહેર થવાની શકયતા છે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અંગે સમગ્ર વાત કરીએ તો સવારે અમદાવાદ એરપોર્ટ પર રાહુલ ગાંધીનું આગમન થશે, ત્યારબાદ તેઓ રોડ શોના માધ્યમથી અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે સભામાં આવશે, જ્યાં તેઓ સભાને સંબોધન પતાવી, પ્રદેશ કાર્યાલય ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ તેઓ દિલ્લી જવા રવાના થવાના છે. જો.કે રાહુલ ગાંધીના પ્રવાસને લઈ ગુજરાત કોંગ્રેસના કેટલાક સિનિયર નેતોઓને સાઈડ લાઈન કરવામાં આવતા તેઓ પણ ક્યાંક નારાજ જોવા મળી રહ્યા છે. જેઓ સીધા રાહુલ ગાંધી સમક્ષ ફરિયાદ કરી શકે તેવો વંટોળ જોવા મળી રહ્યો છે. ત્યારે વિધાનસભા 2022ની ચૂંટણીમાં રાહુલ ગાંધી તૂટી રહેલી કોંગ્રેસને બચાવવા શું કરશે તેની પર સૌની નજર રહેલી છે.