અમદાવાદઃ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ફરી એક વાર તેમના ટ્વિટના કારણે ચર્ચામાં (Congress Leader Hardik Patel Angry on Twitter) આવ્યા છે. જોકે, આજે (મંગળવારે) હાર્દિક પટેલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, હું અત્યારે કોંગ્રેસમાં જ છું. હું આશા રાખું છું કે, કેન્દ્રિય નેતાઓ કોઈ રસ્તો કાઢશે, જેના કારણે હું કોંગ્રેસમાં રહી શકું. જોકે, કેટલાક લોકો તો એવા પણ છે, જે ઈચ્છે છે કે હું કોંગ્રેસ છોડી દઉં. આવા લોકો મારું મનોબળ તોડવા (Hardik Patel attack on Congress leadership) માગે છે.
આ પણ વાંચો- Hardik Patel Statement: હાર્દિક પટેલે પક્ષ બદલવાની વાતો વચ્ચે આપ્યું ચોંકાવનારું નિવેદન, કઈ કહી વાત જાણો
વોટ્સએપ પ્રોફાઈલ બદલતા પણ હાર્દિક પટેલ આવ્યા હતા ચર્ચામાં- આપને જણાવી દઈએ કે, હાલમાં જ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે વોટ્સએપ પ્રોફાઈલ ફોટોમાં ભગવા રંગના ખેસ (Hardik Patel changed whatsapp profile) પહેરેલો ફોટો મૂક્યો છે. તેના કારણે પણ તેઓ હવે ભાજપમાં જોડાશે તેવી ચર્ચાએ વેગ પકડ્યો હતો. બીજી તરફ હાર્દિક પટેલ અવારનવાર કોંગ્રેસના નેતૃત્વ પર પ્રશ્નો (Hardik Patel attack on Congress leadership) ઉઠાવતા રહ્યા છે. તેમ જ અસંતોષ પણ વ્યક્ત કરી ચૂક્યા છે.
કોંગ્રેસના કેટલાક નેતાઓ સામે હાર્દિક પટેલની નારાજગી - ત્યારે હવે ફરી એક વાર હાર્દિક પટેલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, કેટલાક લોકો મારું મનોબળ (Hardik Patel attack on Congress leadership) તોડવા માગે છે. આ તમામને જોતા એવું લાગી રહ્યું છે કે, જો કોંગ્રેસ હાઈકમાન્ડ યોગ્ય પગલાં નહીં ભરે અથવા તો હાર્દિક પટેલને કામગીરી સંતોષજનક નહીં લાગે તો તેઓ ચૂંટણી પહેલા પક્ષપલટો કરી શકે છે.