અમદાવાદઃ કોંગ્રેસના નેતા બદ્દરૂદીન શેખનું કોરોનાના કારણે નિધન થતા કોંગ્રેસ પક્ષમાં દુઃખનો માહોલ છવાઈ ગયો છે. છેલ્લા ઘણા સમયથી તેઓ કોરોના વાઇરસની ઝપેટમાં આવ્યા હતા. કોંગ્રેસ પક્ષના પ્રવક્તા જયરાજસિંહ પરમારે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે, બદ્દરૂદીન શેખ જનસેવકની સાથે-સાથે ખુબજ ઉમદા દિલના વ્યક્તિ હતા. છેલ્લી ઘડી સુધી લોકો વચ્ચે રહી લોકોની સમસ્યાઓનું સતત સમાધાન કરાવતા રહ્યા છે. જેને કોંગ્રેસ પક્ષ હંમેશા યાદ રાખશે તેવું જણાવ્યું હતું.
17 એપ્રિલે તેમની તબિયત વધારે બગડી હોવાના સમાચાર આવ્યા હતા, ત્યાર પછી અન્ય કોઈ અપડેટ સામે આવ્યું નહતું. તેવામાં આજે મળી રહેલી માહિતી અનુસાર, કોરોનાની સારવાર હેઠળ રહેલા બદરૂદ્દીન શેખેે આજે અંતિમ શ્વાસ લીધા છે.
જાણવા મળ્યુ હતું કે, બદરૂદ્દીન શેખને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડી રહી હતી. જણાવી દઈએ કે, ખેડાવાલા બાદ બદરૂદ્દીન શેખને કોરોના હતો. AMCના પૂર્વ નેતા વિપક્ષ અને કોંગ્રેસના કોર્પોરેટર બદરૂદ્દીન શેખને SVP હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રખાયા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.