- છત્તીસગઢના ગૃહપ્રધાન તામ્રધ્વજ સાહુ ગુજરાતની મુલાકાતે
- ગુજરાતના ચૂંટણી ઇન્ચાર્જ તામ્રધ્વજ સાહુ દોડી આવ્યા ગુજરાત
- સંગઠનો સાથે બેઠક કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે
અમદાવાદ: કોંગ્રેસમાં ડેમેજની સ્થિતિને ધ્યાને લઇને તેના પર કંટ્રોલ મેળવવા માટે છત્તીસગઢના ગૃહ પ્રધાન તામ્રધ્વજ સાહુ ગુજરાત દોડી આવ્યા છે. જ્યાં હાલની પરિસ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવશે અને સાથે જ તેનો ઉકેલ કેવી રીતે લાવવો તે સંગઠનોના નેતાઓ સાથે બેસીને વિચાર વિમર્શ કરવામાં આવશે.
ચૂંટણી ઇન્ચાર્જ હોવાના નાતે અહીં મોકલવામાં આવ્યા
તામ્રધ્વજ સાહુએ જણાવ્યું હતું કે, અગાઉ પણ હું ગુજરાત આવ્યો હતો ત્યારે જિલ્લા અને તાલુકા સ્તરે ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વ સાથે બેઠક પણ કરવામાં આવી હતી. તે દરમિયાન કોઇપણ જાતનો પ્રશ્ન ઉપસ્થિત થયો ન હતો અને ત્યારબાદ આ રીતનો પ્રશ્ન ઉપસ્થિત થતાં જ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા મને આજે ગુજરાત મોકલવામાં આવ્યો છે. હું એક રિપોર્ટ તૈયાર કરીશ અને તે હાઈ કમાન્ડને રજૂ કરીશ. આ સાથે ગુજરાત ચૂંટણી ઇન્ચાર્જ હોવાના નાતે બેઠક કરી ઉકેલ કેવી રીતે લાવવો તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે.