અમદાવાદ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આગામી ટૂંક સમયમાં યોજાવા જઇ રહી છે. ત્યારે દરેક પક્ષ કંઇક અલગ કરવાના પ્રયત્નો કરી રહી છે. જ્યારે ભાજપ સરકાર દ્વારા બે પ્રધાનોને પોતાના પદ પરથી હટાવવામાં આવ્યા છે. જેને લઇને રાજકારણમાં એક નવો વળાંક સામે આવ્યો છે. આગામી સમયમાં પણ હજી નવા જૂનાના એંધાન સામે આવી શકે છે. મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી અને માર્ગ મકાન વિભાગના પ્રધાન પુર્ણેશ મોદીને પદ પરથી હટાવવા પર કૉંગ્રેસ આકરા પ્રહારો કરવાના શરુ કરી દિધા છે.
આ પણ વાંચો ગુજરાતના બે કેબિનેટ પ્રધાનના ખાતા છીનવાયા હર્ષ સંધવીની જવાબદારી વધી
3 વર્ષ પહેલાં આખી સરકાર બદલાઇ કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, 3 વર્ષ પહેલાં પણ વિજય રૂપાણીની સરકાર બદલવામાં આવી હતી. જે તમામ ખાતા પોતાના મનગમતા નેતાઓને સોંપવામા આવ્યા હતા. તેમજ આ બન્ને નેતાઓ પાસેથી પદ છિનવી લેવામાં આવતા એવું સાબિત થાય છે કે, ભ્રષ્ટ ભાજપ સરકાર તેમના ભ્રષ્ટ નેતાઓને હટાવી રહી છે. તેમના કાર્યકર્તાઓ અને પ્રધાનોનો ભ્રષ્ટચાર સામે આવ્યો હોવાથી રાજીનામાં લેવામા આવ્યા છે.
આ પણ વાંચો કેન્દ્રીય પ્રધાન પિયુશ ગોયલ આજથી પાટણની મૂલાકાતે, આ મુદ્દો બનશે અગ્રેસર
કૌંભાડો બહાર ન આવે માટે ખાતા પરત લેવાયા મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી જનતા રેડ કરતા હતા ત્યારે તેમની કામગીરીને લઈને લોકો વાહવાહી કરતા હતા. તો એ પણ પ્રશ્ન ઉદ્ભવે છે કે, તેમની પાસેથી મહેસુલ વિભાગ શા માટે છીનવી લેવામાં આવ્યું. ભાજપ સરકારના મહેસુલ ખાતાને ભ્રષ્ટચારનું એપી સેન્ટર ગણવામાં આવી રહ્યું છે. અમદાવાદ જિલ્લાના સર્વે નંબરમાં કૌભાંડ કરવામાં આવ્યું હતું. કૌભાંડો સામે આવવાના ડરથી આ બંને પ્રધાનો પાસેથી ખાતા પરત લેવામાં આવ્યા છે.