ETV Bharat / city

Congress Gaurav Yatra 2022: 6 એપ્રિલથી કૉંગ્રેસ શરૂ કરશે 1,171 કિમી લાંબી ગૌરવ યાત્રા - દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સેવા દળ

ગુજરાત કૉંગ્રેસ દ્વારા ગૌરવ યાત્રા (Congress Gaurav Yatra 2022)નું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના ગાંધી આશ્રમથી શરૂ થઈ દિલ્હી રાજઘાટ ખાતે આ યાત્રા પૂર્ણ થશે. રાત્રી દરમિયાન ગામડાઓમાં વિભિન્ન કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આ યાત્રા 10 દિવસ અને કુલ 59 દિવસ સુધી ચાલશે.

5 એપ્રિલથી કૉંગ્રેસ શરૂ કરશે 1,171 કિમી લાંબી ગૌરવ યાત્રા

author img

By

Published : Apr 5, 2022, 4:57 PM IST

Updated : Apr 5, 2022, 8:36 PM IST

અમદાવાદ: દેશ આઝાદ થયાના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે કૉંગ્રેસ પક્ષ દ્વારા ગૌરવ યાત્રા (Congress Gaurav Yatra 2022) કાઢવામાં આવશે. 6 એપ્રિલના રોજ સવારે 8 વાગ્યે ગાંધી આશ્રમ (gandhi ashram ahmedabad) ખાતે પ્રાર્થનાસભા કરી કૉંગ્રેસ વિપક્ષ નેતા સુખરામ રાઠવા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર તિરંગાથી ફ્લેગ આપી ગૌરવા યાત્રાને પ્રસ્થાન કરાવશે.

જગદીશ ઠાકોર તિરંગાથી ફ્લેગ આપી ગૌરવા યાત્રાને પ્રસ્થાન કરાવશે.

અંગ્રેજો ભારત છોડો નારો કૉંગ્રેસે આપ્યો હતો- કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આઝાદીનું ગૌરવ લઈને કૉંગ્રેસ દ્વારા ગૌરવ યાત્રા કાઢવામાં આવશે. ગુજરાતમાં 10 દિવસ આ યાત્રા ચાલશે. જ્યારે દેશ અંગ્રેજોની ગુલામીમાં હતો તે વખતે અંગ્રેજો ભારત છોડોનો નારો કૉંગ્રેસ (congress in india freedom struggle) દ્વારા આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Congress leader joins BJP: કૉંગ્રેસ આપઘાત કરવા માગતી હોય તો તેને હું બચાવનાર કોણ ? : હીરાભાઈ પટેલ

રાજીવ ગાંધી 21મી સદીનું સ્વપ્ન લઈને આવ્યા હતા- વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દેશ આઝાદ થયો ત્યારે દેશમાં સોય પણ બનતી નહોતી, ત્યારે દેશને વિશ્વની મહાસત્તા બનાવવાનું કામ જવાહરલાલ નહેરુએ કર્યું છે. ઇન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે પાકિસ્તાનના 2 ભાગ (bangladesh partition 1971) કરી નાંખ્યા અને તેમણે અણુબોમ્બનો ધડાકો (india's nuclear test) કરી સમગ્ર વિશ્વને પરચો આપી દીધો હતો. રાજીવ ગાંધી 21મી સદીનું સ્વપ્ન લઈને આવ્યા હતા, જેમને દેશમાં નવી ટેકનોલોજી વિકસાવી હતી. જયારે ડૉ. મનમોહનસિંહે વિશ્વ મહામંદીનો સામનો કરી રહ્યું હતું, ત્યારે દેશને તે મંદીની અસર થવા દીધી નહોતી.

આ પણ વાંચો: Congress accuses BJP : કૉંગ્રેસ નથી તૂટી, ગુજરાતની લાજ લૂંટાઈ રહી છે

પદયાત્રા 1,171 કિમીનું અંતર કાપી રાજઘાટ પહોંચશે- ભારતીય સેવાદળ (delhi pradesh congress seva dal)ના વડા લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે, આ ગૌરવયાત્રા ગામેગામ થઈને કૉંગ્રેસના આગેવાનો અને સેવાદળના લોકો સાથે રાખીને 59 દિવસ સુધી ચાલશે. જે 1 જૂનના રોજ 1,171 કિમીનું અંતર કાપીને દિલ્હી ખાતે આવેલા રાજઘાટ પહોંચશે. જે ગામમાં રાત્રી રોકાણ કરવામાં આવશે તે ગામમાં 'એક શામ શહીદો કે નામ' (ek sham shahidon ke naam) અંતર્ગત લોકડાયરનું આયોજન કરવામાં આવશે.

દરેક ગામનું અન્ન, પાણી, માટી લેવામાં આવશે- આ ગૌરવયાત્રા દરમિયાન દરેક ગામમાંથી એક મુઠ્ઠી અન્ન, એક મુઠ્ઠી માટી અને પાણી એકત્ર કરવામાં આવશે. 'અન્ન મિલે તો મન મિલે' કાર્યક્રમ કરવામાં આવશે. જે પાણી અને માટી લેવામાં આવશે તેનો ઉપયોગ રાજઘાટ ખાતે વૃક્ષારોપણમાં કરવામાં આવશે.

Last Updated : Apr 5, 2022, 8:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.