ETV Bharat / city

2 જૂને પટેલનું ભાજપમાં 'હાર્દિક' સ્વાગત

કૉંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલ (Congress Former Leader Hardik Patel) હવે 2 જૂને ભાજપમાં (hardik patel to join bjp ) જોડાશે. ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે હાર્દિક પટેલ ભાજપનો કેસરિયો ધારણ કરશે.

હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાશે
હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાશે
author img

By

Published : May 31, 2022, 11:06 AM IST

Updated : May 31, 2022, 11:30 AM IST

અમદાવાદઃ કૉંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલ હવે 2 જૂને ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ (Congress Former Leader Hardik Patel) કરશે. ગાંધીનગરમાં કમલમ્ ખાતે હાર્દિક પટેલ 12 વાગ્યે ભાજપનો ખેસ ધારણ (hardik patel to join bjp) કરશે. તો આ દિવસે કેન્દ્રિય પ્રધાનો પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.

આ પણ વાંચો- હવે હાર્દિક પટેલનો પ્લાન 'B for BJP'

18 મેએ કૉંગ્રેસમાંથી આપ્યું હતું રાજીનામું - આ પહેલા હાર્દિક પટેલે 18 મેએ કૉંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું (Congress Former Leader Hardik Patel) આપ્યું હતું. ત્યારબાદ તેમણે પત્રકાર પરિષદ યોજી કૉંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. સાથે જ કૉંગ્રેસના નેતૃત્વ પર પણ અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. જોકે, ત્યારે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ભાજપમાં જોડાવાનો કોઈ નિર્ણય કર્યો નથી, પરંતુ આજે હવે આખરે એ સમાચાર આવી જ ગયા કે, હાર્દિક પટેલ વિધિવત રીતે ભાજપનો કેસરિયો ધારણ કરશે.

આ પણ વાંચો- હાર્દિક પટેલે કોંગ્રેસેની પોલ ખોલી, જીગ્નેશ મેવાણીએ શું આપ્યો જડબાતોડ જવાબ

હાર્દિક પટેલ અનેક વખત આપી ચૂક્યા છે સંકેત - જોકે, કૉંગ્રેસમાંથી રાજીનામા (Congress Former Leader Hardik Patel) આપતા પહેલા પણ હાર્દિક પટેલે અનેક વખત ભાજપમાં જોડાવવાના સંકેત આપ્યા હતા. તેમણે વોટ્સએપ પર કેસરી રંગનો ખેસ પહેરેલો ફોટો રાખ્યો હતો. ત્યારબાદ તેમણે અનેક જગ્યાએ ભાજપ સરકારના પણ વખાણ કર્યા હતા. આ ઉપરાંત તેઓ કૉંગ્રેસમાં હોવા છતાં ભાજપના કેટલાક નેતાઓ સાથે એક જ કાર્યક્રમમાં એક જ સ્ટેજ પર દેખાયા હતા. જો હવે હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ જશે. તો કૉંગ્રેસને ચૂંટણી (Gujarat Assembly Election 2022) જીતવામાં મુશ્કેલી થઈ શકે છે.

Last Updated : May 31, 2022, 11:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.