અમદાવાદઃ અભિનેતા અમિતાભ બચ્ચનની ફિલ્મ ડોનનું એક ગીત 'જિસ કા મુઝે થા ઈન્તેઝાર વો ઘડી આ ગઈ આ ગઈ'. બસ આ જ ગીત અત્યારે હાર્દિક પટેલ માટે (hardik patel likely to join BJP) બંધ બેસે છે. કારણ કે, આખરે ગુજરાત કૉંગ્રેસમાંથી રાજીનામું આપનારા હાર્દિક પટેલ (Hardik Patel resigns from Congress) હવે ભાજપનો ખેસ ધારણ કરશે. જોકે, ભાજપ હાઈકમાન્ડે હાર્દિક પટેલને આ મામલે ઔપચારિક લીલીઝંડી પણ આપી દીધી છે.
આ પણ વાંચો- હવે શું છે હાર્દિક પટેલનો પ્લાન 'B'
30 મેએ પટેલનું ભાજપમાં થશે 'હાર્દિક' સ્વાગત - વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ (PM Modi Gujarat Visit) દરમિયાન હાર્દિક પટેલ વડાપ્રધાન અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ સાથે બેઠક કરશે. ત્યારબાદ તે ભાજપમાં વિધિવત્ રીતે પ્રવેશ કરશે. આ પ્રસંગે કેન્દ્રિય પ્રધાન પુરષોત્તમ રૂપાલા અને કેન્દ્રિય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહેશે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, હાર્દિક પટેલ 30 મેએ કમલમ્ ખાતે ભાજપમાં વિધિવત્ રીતે પ્રવેશ કરશે. જોકે, કાર્યકર્તાઓને કમલમ્ ખાતે શક્તિ પ્રદર્શન માટે મંજૂરી મળી નથી.
આ પણ વાંચો- આવું જ ચાલશે કૉંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવવા તરસી જ જશેઃ કૉંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલ
કૉંગ્રેસ પર હાર્દિક પટેલના પ્રહાર - આપને જણાવી દઈએ કે, હાર્દિક પટેલે 18મેએ ગુજરાત કૉંગ્રેસના તમામ પદ પરથી (Hardik Patel resigns from Congress) રાજીનામું આપ્યું હતું. સાથે જ તેમણે સોશિયલ મીડિયા પર રાજીનામાનો પત્ર પણ શેર કર્યો હતો, જેમાં ગુજરાત કૉંગ્રેસના નેતૃત્વ પર જોરદાર પ્રહાર (Hardik Patel attack on Gujarat Congress) કર્યા હતા. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, આવુંને આવું ચાલતું રહેશે તો કૉંગ્રેસ ગુજરાતમાં હંમેશા સરકાર બનાવવા માટે તરસતી જ રહેશે.
હાર્દિકની એન્ટ્રીથી ભાજપના સીનીયર પાટીદાર નેતા નારાજ થશે?
હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી તમામ પદ પરથી રાજીનામું આપ્યા પછી બીજા દિવસે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસની પોલ ખોલી નાંખી હતી. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન 14 પાટીદારોના મોત થયા હતા. અને તે દરમિયાન મુખ્યપ્રધાન આંનદીબહેન પટેલને રાજીનામુ આપવાની ફરજ પડી હતી. અને તે વખતે ભાજપમાં રહેલા પાટીદાર નેતાઓ સરકારનો હિસ્સો પણ હતા. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમયે તેમને નીચાજોણું થયું હતું. જો કે સરકારમાં રહેલા પાટીદાર નેતાઓએ હાર્દિક અને પાસના નેતાઓને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો. પણ હાર્દિક પટેલ માન્યા ન હતા. આ સંજોગો પછી હવે હાર્દિક પટેલ ભાજપમાં આવે તો તે વખતે સરકારમાં રહેલા પાટીદાર નેતાઓ નારાજ થશે.
હાર્દિકની ભાજપ સાથે ડીલ
હાર્દિક પટેલથી જેમ કોંગ્રેસના સીનીયર નેતાઓ નારાજ હતા, તેમ ભાજપમાં પણ કેટલાક સીનીયર નેતાઓ નારાજ થશે. એક વાત એવી પણ છે કે હાર્દિકને ભાજપમાં લઈને તેની કારર્કિદી ખતમ કરી નાંખવી. તો બીજી તરફ એવી પણ વાત છે કે ભાજપમાં જોડાય તો સરકાર હાર્દિક સામને તમામ કેસ પાછા ખેંચી લેશે. અને હાર્દિકનો વાળ વાંકો નહી થાય. જો હાર્દિક ભાજપમાં ન જોડાય તો તેની સામેના કેસમાં તેને જેલની સજા થઈ શકે છે. એટલે હાર્દિકે ભાજપ સાથે ડીલ કરી હોય તેવી વાતો પણ બજારમાં ચર્ચાઈ રહી છે.