અમદાવાદ: ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લૉકડાઉન-4માં રાહત આપતા જાહેરાત કરી હતી કે, હવે N95 માસ્ક અમુલના દરેક પાર્લર પર 65 રૂપિયામાં મળશે. જેની સામે વાંધો ઉઠાવતા કોંગ્રેસ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સરકારના ઠરાવમાં માસ્કની કિંમત 49.61 પૈસા હોવા છતાં વધારે રકમ લેવાની મંજૂરી કોણે આપી તેની તપાસ થવી જોઈએ.
આ મુદ્દે વાતચીત કરતા કોંગ્રેસના નેતા નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, સરકાર વચેટિયાઓને નફાખોરી કરાવવા માંગે છે. સરકારના ઠરાવમાં જે ભાવ નક્કી થયા છે. તેનાથી વધુ રકમમાં વેચવાની જાહેરાત કઈ રીતે થઈ શકે. વળી હવે તો માસ્કનું ઉત્પાદન પણ વધ્યું હોવાથી કિંમત ઓછી થવી જોઈએ. જો કે, તેનાથી વિપરીત વધુ કિંમત N-95 માસ્કની વસુલવામાં આવે છે.
કોંગ્રેસ તરફથી સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે, સરકારના ઠરાવમાં અન્ય વસ્તુઓના પણ ભાવ નક્કી કરવામાં આવ્યાં છે, તેમાં પણ શું સરકાર આવું કરી રહી છે તેની તપાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે.