અમદાવાદઃ કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા ડૉ મનીષ દોશીએ જણાવ્યું છે કે દેશ અને ગુજરાતના નાગરિકોની આર્થિક પરેશાની અંગે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. તેમને કહ્યું કે માત્ર ગુજરાતમાં 25 માર્ચ 2020થી 31 ઓગસ્ટ 2020 સુધીમાં 2115.17 કરોડ રૂપિયા PFમાંથી ઉપાડ્યા છે. આર્થિક મંદી, મોંઘવારી અને કોરોનાની મહામારીના કારણકે નાગરિકોએ પાંચ મહિનામાં 39402 કરોડ રૂપિયા પ્રોવિડન્ટ ફંડમાંથી ઉપાડવા મજબૂર બન્યાં છે.
ગુજરાતમાંથી હજારો નાગરિકો PF એકાઉન્ટમાંથી નાણાં ઉપાડવા મજબૂર બન્યાં જે સ્પષ્ટ થઈ રહ્યું છે. બેકાબૂ મોંઘવારી અને ભાજપ સરકારનું અણઘડ આયોજન, આર્થિક મોરચે સદંતર નિષ્ફળ ગયું છે. દેશમાં દર ચોથા વ્યક્તિમાંથી એક વ્યક્તિ નોકરી ગુમાવી રહ્યાં છે. કોરોના મહામારીમાં 1.20 કરોડ નાગરિકોએ રોજગારી ગુમાવી ચૂક્યાં છે.