ETV Bharat / city

અમદાવાદમાં દુષ્કર્મ ગુજારનારા પોલીસકર્મી સામે નોંધાઇ ફરિયાદ - Complaint registered against

જેના માથે લોકો સુરક્ષાની જવાબદારી છે, એવા જ પોલીસ કર્મચારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. લગ્નની લાલચ આપી પોલીસ કોન્સ્ટેબલ છેલ્લા દોઢ વર્ષથી યુવતી સાથે દુષ્કર્મ કરતો રહ્યો હતો. પરંતુ જ્યારે વાત લગ્ન કરવા પર અટકી ત્યારે દુષ્કર્મી પોલીસકર્મીનો અસલી ચહેરો સામે આવ્યો અને યુવતીને મારી નાખવાની મારી નાખવાની ધમકી આપી છે. જે અંગે ગુનો નોંધાતા એરપોર્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બળાત્કાર ગુજારનાર પોલીસકર્મી સામે નોંધાઇ ફરિયાદ

author img

By

Published : Jul 1, 2020, 10:40 PM IST

Updated : Jul 2, 2020, 6:10 AM IST

અમદાવાદઃ એરપોર્ટ પોલીસ મથકે 24 વર્ષની યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે, સરદારનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ મહેશ ગાભાભાઈ વાઘેલાએ યુવતી સાથે દોઢ વર્ષ સંબંધ રાખ્યો અને બાદમાં લગ્ન કરવાનો ઈનકાર કર્યો હતો. કોન્સ્ટેબલે યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નના બહાને અલગ-અલગ ગેસ્ટહાઉસ અને ભાડાના મકાનમાં લઈ મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યો હતો. જો કે 16 જૂનના રોજ છેલ્લી વખતે બંને મળ્યા હતા અને પોલીસકર્મી મહેશે લગ્ન કરવાની ના પાડતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આખરે બુધવારના રોજ ફરિયાદ નોંધાતા પોલીસે દુષ્કર્મ અને મારી નાખવાની ધમકી આપવા અંગે ફરિયાદ નોંધી પોલીસકર્મીની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે.

બળાત્કાર ગુજારનાર પોલીસકર્મી
બળાત્કાર ગુજારનાર પોલીસકર્મી

બળાત્કારની ફરિયાદ પહેલા બંનેની વચ્ચે મુલાકાતની વાત કરીએ તો તેમા વધુ એક પોલીસકર્મીની સંડોવણી સામે આવી છે. બે વર્ષ પહેલા પીડિત યુવતી માધુપુરા પોલીસ મથકે એક અરજી કરવા ગઈ હતી અને ત્યાં તેનો પરિચય પંકજ નામના એક પોલીસકર્મી સાથે પરિચય થયો હતો. પંકજ થકી મહેશ વાઘેલા આ યુવતીના પરિચયમાં આવ્યો હતો અને પ્રણય ત્રીકોણ રચાયો હતો. જોકે, પંકજ પહેલાથી જ પરિણીત હતો. જોકે, મહેશની પત્નીનું નિધન થઈ ચુક્યું છે અને તેને બે દીકરી હોવાથી તે યુવતી સાથે લગ્ન કરી સંસાર વસાવવા માંગતો હતો. પરંતુ મહેશના પરિવારે લગ્નની મંજૂરી ન આપતા બંનેના લગ્ન ન થયાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.

બળાત્કાર ગુજારનાર પોલીસકર્મી સામે નોંધાઇ ફરિયાદ

દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર યુવતી એક નહીં, પરંતુ બે-બે પોલીસકર્મીનો ભોગ બની છે. જોકે, મહેશે તેને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો. ઉપરાંત જ્યારે લગ્ન માટે વાત કરી તો યુવતીને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી 15 દિવસ પહેલા અરજી અને બાદમાં ફરિયાદ નોંધાઈ છે.

Last Updated : Jul 2, 2020, 6:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.