ETV Bharat / city

Communal Violence in India: કોમી હિંસા માંથી સરકારને લાભ લેવામાં રસ, કટ્ટરવાદીઓએ સીરિયા-અફઘાનિસ્તાનની હાલત જોવી જોઇએ

દેશમાં અસહિષ્ણુતા વધી છે. આનો બોલતો પુરાવો રામનવમી અને હનુમાન જયંતી દરમિયાન થયેલી હિંસા અને શોભાયાત્રાઓ પર અનેક જગ્યાએ થયેલો પથ્થરમારો છે. બીજી તરફ ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે આવી કોમી હિંસા (Communal Violence in India) કેમ થઈ રહી છે અને દેશની વર્તમાન સ્થિતિ કેવી છે તે વિશે વાત કરી હતી.

કોમી હિંસા માંથી સરકારને લાભ લેવામાં રસ, કટ્ટરવાદીઓએ સીરિયા-અફઘાનિસ્તાનની હાલત જોવી જોઇએ

author img

By

Published : Apr 18, 2022, 10:29 PM IST

અમદાવાદ: રામનવમી અને હનુમાન જયંતીના દિવસે દેશના જુદા-જુદા રાજ્યોમાં કોમી હિંસા (Communal Violence in India)ના બનાવો બન્યા છે. લાંબા સમય બાદ દેશમાં આવા બનાવોથી તંગદિલી (stone pelting on ram navami) જોવા મળી છે. ત્યારે શું આવા બનાવો એક સુનિયોજિત કાવતરું છે કે પછી દેશમાં અસહિષ્ણુતા (intolerance in india) વધી ગઈ છે તે જાણવું જરૂરી બન્યું છે. આ મુદ્દે Etv Bharatએ રાજકીય વિશ્લેષકોના મંતવ્ય જાણવા પ્રયત્ન કર્યો છે.

ભારતમાં લઘુમતીઓમાં કટ્ટરતા વધી છે - વિશ્લેષકો

પોતાનો જ ધર્મ શ્રેષ્ઠ તે માનવું ભૂલ ભરેલું- રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યાએ Etv Bharatને જણાવ્યું હતું કે, વર્તમાનમાં ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સ્વીડન (violence in sweden 2022)માં પણ આવી હિંસા જોવા મળી છે. ફ્રાન્સની ચૂંટણીમાં તો હિજાબ ચૂંટણી (hijab ban in france)નો મુદ્દો બન્યો છે. કેરળમાં ક્રિશ્ચિયન લોકો પણ લવજેહાદ (love jihad in kerala)થી પરેશાન છે. ત્યારે અમારા ધર્મ પ્રમાણે બધુ થાય તેવી માન્યતામાંથી બહાર આવવું જોઈએ. મસ્જિદો પર લાઉડ સ્પીકર (loudspeaker on mosque in india) દ્વારા 5 વખત નમાજ અદા કરવામાં આવતી હોય તો હિન્દુ તહેવારોમાં ડીજે વગાડવા પર આપત્તિ હોવી જોઈએ નહીં. ભારતમાં લઘુમતીઓમાં કટ્ટરતા વધી છે. પરંતુ તેમણે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સીરિયા અને ઇજિપ્ત જેવા કટ્ટરવાદ (Fundamentalism in India)થી બરબાદ થયેલા દેશો તરફ પણ જોવું જોઈએ. આર્થિક સુવિધા અને સ્થિરતા માટે કટ્ટરવાદને કોઈ જગ્યા નથી. દેશના દરેક નાગરિક માટે કાયદો એક સમાન હોવો જોઈએ.

આ પણ વાંચો: Vadodara in pelted stones : વડોદરામાં મોડી રાત્રે અસામાજીક તત્વોએ કર્યો પથ્થર મારો, સમગ્ર ઘટના થઇ કેમેરામાં કેદ

દરેક ઘટનાને રાજકીય રીતે જોવી યોગ્ય નહીં- જયવંત પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, આવી ઘટનાઓ પાછળ હંમેશા રાજકારણ હોય એવું જરૂરી નથી. ભૂતકાળમાં જ્યારે ચૂંટણીઓ નહોતી ત્યારે પણ આવા બનાવ બન્યા છે. 1990, 1992 અને 2002માં પણ ચૂંટણીઓ આવી નહોતી. અમે જ શ્રેષ્ઠ છીએ તે માન્યતા ભૂલ ભરેલી છે.

સરકારની મનસા કોમી હિંસા રોકવાની નથી- તો રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલે જણાવ્યું હતું કે, શા માટે હિન્દુઓના તહેવારોમાં જ હુમલા (Attack During Hindu Festivals In India) કરવામાં આવે છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી સરકારની છે. સરકાર ઇચ્છતી હોત તો આવી ઘટના રોકી શકી હોત. પરંતુ તેમને આ શોભાયાત્રાઓ (Stone Pelting On Hanuman Jayanti)માં ઓછો પોલીસ બંદોબસ્ત ફાળવ્યો. રામનવમીએ આવી ઘટનાઓ બની ચુકી હતી તો પછી હનુમાન જયંતીએ શા માટે વધુ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં ન આવ્યો?

આ પણ વાંચો: Communal violence in Vadodara: રાવપુરામાં હિંસા મામલે પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી 19 કરી લોકોની ધરપકડ

દરેક રાજકીય પક્ષ તેમાં પોતાનો ફાયદો શોધે છે- વર્તમાનમાં બની રહેલી ઘટનાઓમાં દરેક રાજકીય પક્ષ લાભ લેવા પ્રયત્ન કરે છે. અસામાજિક તત્વો આવી હિંસા કરે છે, જ્યારે ભોગવવું સામાન્ય પ્રજાએ પડે છે. મધ્યપ્રદેશમાં છેલ્લી 4 ટર્મથી શિવરાજ સિંહ ચૌહાણની સરકાર છે. તેમના હરીફો ઊભા થયા છે. ત્યારે પોતાની સોફ્ટ છબી સુધારવા તેમણે દબંગાઈ ભર્યા નિર્ણયો લીધા છે. જો સરકાર એમ કહેતી હોય કે, આ સુનિયોજિત કાવતરૂ છે અને તેમાં વિદેશી તત્વોનો હાથ છે. તો પણ દેશની કાનુન વ્યવસ્થા સંભાળવાની જવાબદારી આપણી જ છે. લોકોએ સોશિયલ મીડિયામાં ફરતા ફોટા અને વિડીયોથી ગેરમાર્ગે દોરાઇને પ્રતિક્રિયા આપવી જોઈએ નહીં.

નાગરિકોને ગેરમાર્ગે દોરવા પ્રયત્ન- તાજેતરમાં ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, સરકાર જ્યારે નિષ્ફળ નીવડે છે. ત્યારે આવી ઘટનાઓ થકી તે લોકોનું ધ્યાન ભટકાવે છે. વર્તમાન સરકાર સામે મોંઘવારી (Inflation In India), બેરોજગારી, કાનુન વ્યવસ્થાની નબળી પરિસ્થિતિ, ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ છે. આ પ્રકારના ઉન્માદ થકી લોકોનું ધ્યાન બીજે ખેંચવાનો પ્રયત્ન હોઈ શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.