- ઠંડીએ ગુજરાતને બાનમાં લીધું, નલિયામાં સૌથી ઓછું 3.4 ડિગ્રી તાપમાન નોંધાયું
- કેશોદમાં 8.2 ડિગ્રી અને ડીસા 8.5 ડિગ્રી, ગાંધીનગરમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું
- રાજકોટમાં 9.8 ડિગ્રી, મહુવામાં 10.3 ડિગ્રી, ભૂજમાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું
- અમદાવાદ અને ભાવનગરમાં 11 ડિગ્રી, અમરેલી 11.2 ડિગ્રી, વડોદરા 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું
- રાજ્યમાં ઠંડીએ મિજાજ બદલતા લોકો દિવસ રાત કરી રહ્યા છે તાપણાં
અમદાવાદઃ રાજ્યમાં દિવસેને દિવસે ઠંડીનો પારો ગગડતો જાય છે. ત્યારે હવે હવામાન વિભાગે ફરી પાંચ દિવસ સુધી કોલ્ડ વેવની આગાહી કરી છે. આ દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ઠંડા પવનો ફૂંકાશે. અત્યારે પણ સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 3 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 11, ગાંધીનગરમાં 9 તથા રાજકોટ, કેશોદ, પોરબંદર, અમરેલી અને ડીસામાં 9.5 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે.
હજુ વધુ 5 દિવસ ગુજરાતમાં ઠંડી રહેવાની હવામાન વિભાગની આગાહી
શિયાળાની ઋતુ જેમ-જેમ પોતાના ચરમ પર પહોંચી રહી છે તેમ-તેમ દેશના મોટાભાગના ભાગોમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. મધ્ય ભારતના અનેક ભાગોમાં રાત્રિના તાપમાનનો પારો પણ ગગડ્યો છે. ઉત્તર અને ઉત્તર-પશ્ચિમી ઠંડા પવનોના કારણે ગુજરાત ઉપરાંત છત્તીસગઢ, મધ્ય પ્રદેશમાં પારો સતત ગગડી રહ્યો છે.