ETV Bharat / city

Cold Wave In Mount Abu: માઉન્ટ આબુ જતા પહેલા વાંચી લેજો આ સમાચાર, પડી રહી છે હાડ થીજાવી દે તેવી ઠંડી - હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા

સમગ્ર ઉત્તર પશ્ચિમ ભારત ભારે ઠંડી (cold in northwest india)નો સામનો કરી રહ્યું છે. રાજસ્થાનના અનેક વિસ્તારોમાં જ્યાં તાપમાનનો પારો શૂન્ય (cold in rajasthan)થી નીચે ગયો છે, તો અન્ય રાજ્યોમાં પણ ઠંડા પવનોએ ધ્રુજારી વધારી દીધી છે. જ્યાં ગુજરાતીઓનો સૌથી વધુ ધસારો જોવા મળે છે એ માઉન્ટ આબુમાં પણ ઠંડીનો (Cold Wave In Mount Abu) ભારે ચમકારો છે.

Cold Wave In Mount Abu: માઉન્ટ આબુ જતા પહેલા વાંચી લેજો આ સમાચાર, પડી રહી છે હાડ થીજાવી દે તેવી ઠંડી

author img

By

Published : Dec 21, 2021, 7:49 PM IST

માઉન્ટ આબુ: માઉન્ટ આબુ ગુજરાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. હાલમાં માઉન્ટ આબુમાં અતિશય ઠંડી (Cold Wave In Mount Abu) પડી રહી છે. વર્ષોથી લોકો શિયાળામાં રાજસ્થાનના આ હિલ સ્ટેશન (mount abu in winter season)ની મુલાકાત લેવા આવે છે, ખાસ કરીને ગુજરાતથી. પ્રવાસીઓ હજુ પણ આવી રહ્યા છે, પરંતુ આ ઠંડીએ તેમને કંપાવી દીધા છે. તો અનેક પ્રવાસીઓ રોમાંચિત પણ થઈ રહ્યા છે. રવિવારે સવારે માઉન્ટ આબુના પોલો ગ્રાઉન્ડ (polo ground mount abu) પર પડેલી બરફની ચાદર જોઈને દરેક લોકો દંગ રહી ગયા હતા.

છેલ્લા 2 દિવસથી ઠંડીનો પારો -3 ડિગ્રી સેલ્સિયસ

માઉન્ટ આબુમાં છેલ્લા 2 દિવસથી ઠંડીનો પારો -3 ડિગ્રી સેલ્સિયસ આસપાસ જોવા મળી રહ્યો છે. ડિસેમ્બરમાં પહેલીવાર માઉન્ટ આબુમાં તાપમાનનો પારો -3 ડિગ્રી સુધી ગગડ્યો છે. તાપમાનમાં તીવ્ર ઘટાડા બાદ મેદાની વિસ્તારોમાં બરફ જામી ગયો હતો તેમજ નાળાઓમાં રહેલા પાણી પણ થીજી ગયા હતા. ઠંડીમાં વધારો થતાં લોકોની દિનચર્યા ખોરવાઈ ગઈ છે. બીજી તરફ અરવલ્લીના સૌથી ઊંચા શિખર ગુરુ શિખરનું તાપમાન માઈનસ 5 ડિગ્રી (temperature of guru shikhar mount) એટલે કે ફ્રીઝિંગ પોઈન્ટથી 5 ડિગ્રી નીચે નોંધાયું છે.

આગામી 2 દિવસ સુધી કોલ્ડવેવની અસર ચાલું રહેશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2 દિવસ સુધી રાજસ્થાનમાં કોલ્ડવેવ (cold wave in rajasthan)ની અસર ચાલું રહેશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અનેક સ્થળોએ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઝુંઝુનુ, સીકર, અલવર, ભરતપુર, ગંગાનગર, હનુમાનગઢ, ચુરુ, નાગૌર સહિત અનેક જિલ્લાઓમાં કોલ્ડ વેવની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં તીવ્ર ઠંડી (cold in north india) પડી રહી છે. રાજ્યના અનેક જિલ્લાઓ કાતિલ ઠંડીની ઝપેટમાં છે. ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ સહિત ઘણી જગ્યાએ હિમવર્ષા (snowfall in himachal pradesh) થઈ છે, જેની અસર રાજસ્થાનમાં પણ જોવા મળી રહી છે.

પુષ્કરમાં પણ ઠંડીએ થથરાવ્યા

તો યાત્રાધામ પુષ્કરમાં પણ કાતિલ ઠંડી (cold wave in pushkar)ના કારણે હવે શિયાળો પોતાના તેવર બતાવી રહ્યો છે. હિમાચલ સહિત દેશના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની અસરને કારણે પુષ્કરનું લઘુત્તમ તાપમાન 3 ડિગ્રીએ પહોંચ્યું હતું. તાપમાનનો પારો નીચે જતાં ઠંડા પવનોએ ઠંડીમાં વધારો કર્યો હતો. ભારે ઠંડીના કારણે વૃક્ષો, વાહનો અને મેદાની વિસ્તારોમાં બરફ જામી ગયો હતો. ઝાકળ જામી જવાના કારણે શાકભાજી અને ફૂલોને નુકસાન થયું હતું.

આ પણ વાંચો: Cold Wave in Gujarat 2021: જાણો ક્યાં કેટલું લઘુતમ તાપમાન?

આ પણ વાંચો: Severe Cold Wave in Gujarat 2021: ક્યાં કેટલું તાપમાન, જુઓ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.