ETV Bharat / city

અમદાવાદ એરપોર્ટ પરથી 6 કરોડનું કોકેઇન ઝડપાયું - Cocaine worth Rs 6 crore seized from Ahmedabad

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નશીલા પદાર્થની હેરાફેરીના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી અવાર-નવાર કોકેઇન પકડાવાના કિસ્સા સામે આવતા હોય છે, એવામાં ફરી અમદાવાદ એરપોર્ટ પરથી 2 કિલો કોકેઈન ડ્રગ્સ સાથે એક ઝામ્બિન નાગરીક જોન હેંચાબીલાની ગુજરાત NCBની ટીમે ધરપકડ કરી છે.

અમદાવાદ એરપોર્ટ પરથી 6 કરોડનું કોકેઇન ઝડપાયું

author img

By

Published : Sep 3, 2021, 2:49 PM IST

  • અમદાવાદ એરપોર્ટ પરથી 6 કરોડની કિંમતનું કોકેઇન ઝડપાયું
  • 2 કિલો કોકેઈન ડ્રગ્સ સાથે એક ઝામ્બિન નાગરીક જોન હેંચાબીલાની ગુજરાત NCBની ટીમે ધરપકડ કરી
  • દુબઈથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરતા જ NCBએ ઝડપી પાડ્યો

અમદાવાદ- એરપોર્ટ પરથી 2 કિલો કોકેઈન ડ્રગ્સ સાથે એક ઝામ્બિન નાગરીક જોન હેંચાબીલાની ગુજરાત NCBની ટીમે ધરપકડ કરી છે. વહેલી સવારે દુબઈથી આવેલી ફ્લાઇટમાં 2 કિલો કોકેઈન લઈને એક વિદેશી નાગરિક આવી રહ્યો હોવાની બાતમી NCBની ટીમને મળી હતી. જેના આધારે ટીમે એરપોર્ટ પર વોચ ગોઠવી અને તેને ઝડપી લીધો હતો. તેની પાસે રહેલી બેગમાં તપાસ કરતા બે કિલો જેટલું કોકેઈન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયા 6 કરોડની કિંમત થાય છે.

આ પણ વાંચો- દુબઈથી અમદાવાદ આવેલો આફ્રિકન નાગરિક 6 કરોડના કોકેઈન સાથે એરપોર્ટ પરથી ઝડપાયો

ગુજરાતમાંથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઇ હતી

આ ઝડપાયેલો વિદેશી નાગરિક જોન હેંચાબીલા પોતાની સાથે રહેલી હેન્ડબેગમાં આ કોકેઈન ક્યાંથી લાવ્યો અને અમદાવાદમાં કોને સપ્લાય કરવાનો હતો તે અંગે વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે, ત્યારે આ યુવક ગુજરાતમાં કોને કોને કોકેઇન આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે અગાઉ પણ ગુજરાતમાંથી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઇ હતી. ત્યારે યુવાધનને બરબાદ કરવામાં હવે આંતરરાષ્ટ્રીય નેટવર્ક ચાલતું હોવાની શંકા છે.

આ પણ વાંચો- અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 4 કિલો કોકેઇન ડ્રગ્સ, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 20 કરોડ

NCB દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી

હાલમાં NCB દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે, ત્યારે આ સમગ્ર નેટવર્ક ક્યાંથી અને કેવી રીતે ચલાવવામાં આવી રહ્યું છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે. ત્યારે આવનારા સમયમાં સમગ્ર રેકેટનો પર્દાફાશ થઈ શકે તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.