ETV Bharat / city

અમદાવાદમાં મુખ્યપ્રધાને 48.62 કરોડની પાણી પુરવઠા સુધારણા યોજનાઓનું ઇ-ખાતમુહુર્ત કર્યુ - નલ સે જલ યોજના

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદ જિલ્લાના 128 ગામોની 3 લાખ 74 હજાર જનસંખ્યાને પીવાનું શુદ્ધ પુરતું પાણી પુરૂં પાડનારી રૂ. 48 કરોડ 62 લાખની ત્રણ પાણી પુરવઠા સુધારણા યોજનાનું ઇ-ખાતમૂર્હત ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યુ હતુ. આ પ્રસંગે પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયા જસદણ-વિંછીયાથી વિડીયો કોન્ફરન્સ દ્વારા તેમજ રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા ગાંધીનગર મુખ્યપ્રધાન નિવાસસ્થાનેથી સાક્ષી બન્યા હતા.

અમદાવાદમાં મુખ્યપ્રધાને 48.62 કરોડની પાણી પુરવઠા સુધારણા યોજનાઓનું ઇ-ખાતમુહુર્ત કર્યુ

author img

By

Published : Dec 10, 2020, 5:40 PM IST

  • અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળશે
  • મુખ્યપ્રધાને 48.62 કરોડની પાણી પુરવઠા સુધારણા યોજનાઓનું ઇ-ખાતમુહુર્ત કર્યુ
  • નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે પાણીનું આયોજન કર્યુ – વિજય રૂપાણી

અમદાવાદઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જિલ્લાના 128 ગામોની 3 લાખ 74 હજાર જનસંખ્યાને પીવાનું શુદ્ધ પુરતું પાણી પુરૂં પાડનારી રૂ. 48 કરોડ 62 લાખની ત્રણ પાણી પુરવઠા સુધારણા યોજનાનું ઇ-ખાતમૂર્હત ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યુ હતુ. આ પ્રસંગે પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયા જસદણ-વિંછીયાથી વિડીયો કોન્ફરન્સ દ્વારા તેમજ રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા ગાંધીનગર મુખ્યપ્રધાન નિવાસસ્થાનેથી સાક્ષી બન્યા હતા. સાંસદ મહેન્દ્ર મૂંજપરા, એચ. એલ. પટેલ, ધારાસભ્યો બાબુ પટેલ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ અને પદાધિકારીઓ કાર્યક્રમ સ્થળેથી સમારોહમાં સહભાગી થયા હતા.

અમદાવાદમાં મુખ્યપ્રધાને 48.62 કરોડની પાણી પુરવઠા સુધારણા યોજનાઓનું ઇ-ખાતમુહુર્ત કર્યુ

રાજ્યવ્યાપી વોટરગ્રીડથી લોકોને ઘરઆંગણે પીવાનું પાણી પુરૂં પાડયુંઃવિજય રૂપાણી

મુખ્યપ્રધાન વિજય રુપાણીએ આ પ્રસંગે સ્પષ્ટ મત વ્યકત કર્યો હતો કે, રાજ્યમાં વિશાળ વોટરગ્રીડના નિર્માણથી સૌરાષ્ટ્ર, કચ્છ-ઉત્તર ગુજરાત સહિત અંતરિયાળ ગામો સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં ગુજરાતે અગ્રેસરતા મેળવી છે.

સુધારણા યોજનાનો મળશે લાભ

આ સુધારણા યોજનાઓ અન્વયે વિરમગામ, બાવળા અને સાણંદ તાલુકાના 54 ગામોને રૂ. 22.95 કરોડની સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ આધારિત સુધારણા યોજના, ઝીંઝુવાડિયા બ્રાંચ કેનાલ આધારિત રૂ. 9.18 કરોડની સુધારણા યોજનામાં વિરમગામ, માંડલ, દેત્રોજના 44 ગામો તેમજ વહેલાલ બ્રાંચ કેનાલ આધારિત રૂ. 13.83 કરોડની સુધારણા યોજનામાં દસક્રોઇના 30 ગામોને લાભ મળવાનો છે.

મુખ્યપ્રધાને કોંગ્રેસ સરકારની કામગીરીને વખોળી

મુખ્યપ્રધાને ગુજરાતમાં ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં ખાસ કરીને 80 થી 90ના દશકમાં પાણીની જે વિકટ સ્થિતિ હતી તેની કડવી વાસ્તવિકતા વર્ણવતા કહ્યું કે, સૌરાષ્ટ્ર-કચ્છ ઉત્તર-ગુજરાતે પાણી માટે વલખાં માર્યા છે, બહુ સહન કર્યુ છે. તેમણે ઉમેર્યુ હતું કે, પાણી માટે રમખાણો થતાં, સૌરાષ્ટ્રમાં તો ટ્રેન દ્વારા પાણી પહોચાડવું પડતું અને ટેન્કર રાજમાં પણ ભ્રષ્ટાચાર ચાલતો, અઠવાડિયે-પાંચ દિવસે લોકોને પાણી મળતું અને પાણીના અભાવે લોકો હિજરત કરી જતા. વિજય રૂપાણીએ ઉમેર્યું હતું કે, તે લોકોએ પાણી માટે ચિંતા જ ન કરી, ન બજેટ ફાળવ્યા કે ન આયોજનો કર્યા. તેમના સમયમાં તો ખાતમુહુર્ત થયા પછી વર્ષો સુધી કામ જ ન થાય અને બજેટ ફાળવ્યું હોય તે બમણું-ચાર ગણું થઇ જાય તેવી સ્થિતિ હતી. ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ મુખ્યપ્રધાનનો પદભાર સંભાળતા જ પાણી પુરવઠા માટેનું પાણીદાર આયોજન અને પાણીને વિકાસનો આધાર બનાવી અગ્રતા આપી.

આ સંદર્ભમાં મુખ્યપ્રધાને કહ્યું કે, રાજ્યમાં નર્મદા, કડાણા, ઊકાઇ જેવા જળાશયો આધારિત 700 થી 900 કિલોમીટરની પાઇપલાઇનો નાંખીને છેવાડાના ગામોને પાણી પહોચાડયું છે. પહેલાં વ્યક્તિદિઠ માત્ર 45 લીટર પાણી મળતું આપણે આજે 100 લીટર આપીએ છીએ

ગુજરાતના પાણી પુરવઠા બોર્ડની મુલાકાતે અન્ય રાજ્યના તજજ્ઞો આવે છે મુલાકાતેે

જે પાણી પુરવઠા બોર્ડ ભૂતકાળમાં કોંગ્રેસના સમયમાં અગમ્ય હતું. તે જ પાણી પુરવઠા બોર્ડના સુદ્રઢ જળવ્યવસ્થાપન, વોટર સપ્લાય યોજનાઓ અને વોટરગ્રીડ જેવી સિદ્ધિઓના અભ્યાસ માટે આજે દેશના અન્ય રાજ્યોના ઇજનેરો અને તજ્જ્ઞો આવે છે. આ સરકારે એવું વોટર મેનેજમેન્ટ કર્યુ છે.

કોંગ્રેસ સરકાર માત્ર ડંકીના કામો જ કરતી, પશુધનની પાણીના આયોજનમાં ગણના ન હતી - વિજય રૂપાણી

વિજય રૂપાણીએ જણાવ્યું કે, ભૂતકાળમાં ડંકીના કામો થતા અમે કરોડો રૂપિયાની વોટર સપ્લાય યોજનાઓ શરૂ કરી છે. માત્ર ત્રણ જ દિવસમાં 2, 276 કરોડ રૂપિયાના કામો વિવિધ પાણી પુરવઠા યોજનાઓના ખાતમુુહુર્ત કર્યા છે. આ જ પૂરવાર કરે છે કે, અમે ભૂતકાળમાં કોંગ્રેસની જેમ ‘‘નો સોર્સ’’ કરીને બેસી રહેનારા લોકો નથી, પરંતુ જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે સરફેસ વોટર સોર્સ ઊભા કરી પશુધનની પણ પાણી માટે ગણતરી કરવાની સંવેદના સાથે આયોજનબદ્ધ આગળ વધ્યા છીએ.

2022 સુધીમાં નલ સે જલ 100 ટકા લક્ષ્યાંક પૂરો કરશે

વિજય રૂપાણીએ કહ્યું કે, એક સમય હતો કે, લોકો પાણીની તંગી વાળા ગામોમાં પોતાની દિકરી-દિકરાના લગ્ન કરવા રાજી ન હતા. ગુજરાતે આજે ફળિયામાં નળ પહોંચાડી નલ સે જલમાં 80 ટકા સિદ્ધિ મેળવી છે. પહેલાં માત્ર 24 ટકા ઘરોમાં નળથી પાણી મળતું એવી ટિપ્પણી તેમણે કરી હતી. ગુજરાત 100 ટકા નલ સે જલનો લક્ષ્યાંક બે વર્ષ વહેલો એટલે કે 2022માં પુરો કરશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.