ETV Bharat / city

બાબા સાહેબના ‘બહુજન હિતાય, બહુજન સુખાય’ શબ્દોને વાસ્તવમાં સાર્થક કરવાનો સમયઃ CMરૂપાણી - ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકર

આજે એટલે કે મંગળવારે ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની 129મી જન્મ જયંતી છે. આ તકે પ્રવર્તમાન પરિસ્થિતિમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેમના નિવાસ સ્થાને જ ડો.આંબેડકરની પ્રતિમાને પ્રણામ કરીને ભાવાંજલિ અર્પણ કરી હતી.

vijay Rupani
vijay Rupani
author img

By

Published : Apr 14, 2020, 7:54 PM IST

અમદાવાદઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની 129મી જન્મ જયંતીના અવસરે પ્રવર્તમાન પરિસ્થિતિમાં મુખ્યપ્રધાન નિવાસ સ્થાને જ ડો.આંબેડકરની પ્રતિમાને પ્રણામ કરીને તેમને ભાવાંજલિ અર્પણ કરી હતી.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અંજલિ આપતા જણાવ્યું હતું કે, ડો. બાબાસાહેબના નામથી જગવિખ્યાત ડો. આંબેડકરે ભારતના શોષિત, પીડિત લોકો માટે પોતાનું સંર્પૂણ જીવન સમર્પિત કરી દીધું હતું. એમણે ‘સ્વ’ની ચિંતા છોડી ‘સર્વ’ માટે જીવનની ક્ષણ-ક્ષણ અર્પિત કરીને જ ડૉ. બાબાસાહેબ આંબેડકર માનવમાંથી મહામાનવ બની શક્યા છે.

ડો. બાબાસાહેબ આંબેડકરના જીવનના બે સપનાઓ હતા. એક સમાજના છેવાડાના વંચિત બાંધવોનું ઉત્થાન થાય, સૌર શક્તિશાળી બને, સૌ શિક્ષિત બને, સંઘર્ષ કરે જેનાથી લોકોમાં એક આત્મવિશ્વાસ ઊભો થાય અને તેઓ સમરસ થઇ શકે. જ્યારે બીજુ નેશન ફર્સ્ટ એટલે કે ભારત દેશ ઉન્નત બને એ એમનું સપનું હતું. રૂપાણીએ જણાવ્યુ હતું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરે સૌને એક બનવાનો અને સામાજિક સમરસતાના સૌહાર્દથી સંગઠિત થવાનો રસ્તો બતાવ્યો હતો. અત્યારે વિશ્વ આખાની માનવજાત કોરોના વાઈરસની મહામારી સામે ઝઝૂમી રહી છે, ત્યારે 130 કરોડ ભારતવાસીઓ એક થઇ - નેક થઇ, સૌ સંગઠિત થઇને જ્ઞાતિ-જાતિ અને સંગઠનોને ભૂલી જઇને એક ભારતીય તરીકે આ મહામારી સામેનો જંગ જીતવા સંકલ્પબદ્ધ બન્યા છે. તેની પ્રેરણા બાબાસાહેબના ચીધેલા સમરસતા-સમતાના દર્શનથી મળી છે.

રૂપાણીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોરોના સંક્રમણ સામે આપેલા લોકડાઉનના કોલને સૌ એકજૂથ થઇને સંગઠિત બનીને એકબીજાની ચિંતા કરીને મદદરૂપ થઇને સફળ બનાવી રહ્યા છે. તે પૂજ્ય આંબેડકરજીના સામાજિક સમરસતા અને બંધુત્વ ભાવનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ડો.બાબાસાહેબે કહ્યું છે કે આપણા રાષ્ટ્રની ઉન્નતિ અને દુનિયાના રાષ્ટ્રોમાં આપણને માન મળે એવું ઇચ્છતા હોઇએ તો સમાજમાં સામાજિક સમતા અને બંધુતા એ આપણે લાવવી પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.