● નવા વર્ષે મુખ્યપ્રધાન નીતિન પટેલને મળ્યા
● નીતિન પટેલના ઘરે જઈને મુખ્યપ્રધાને શુભકામનાઓ આપી
● નીતિન પટેલ મુખ્યપ્રધાનનું સન્માન કર્યું
● ભુપેન્દ્ર પટેલ અને નીતિન પટેલના સંબંધ જૂના
અમદાવાદઃ આ પ્રસંગે નીતિન પટેલે (Former DyCM Nitin Patel ) જણાવ્યું હતું કે, ભુપેન્દ્ર પટેલ ( CM Bhupendra Patel )અને તેમના પરિવાર વચ્ચે જૂના સંબંધો છે. જ્યારે ભુપેન્દ્ર પટેલ કોર્પોરેટર હતા ત્યારથી તેઓ તેમને ઓળખે છે. તેઓ ધારાસભ્ય બન્યા અને અત્યારે મુખ્યપ્રધાન પણ બન્યાં. મુખ્યપ્રધાનનો તેમને બે દિવસ પહેલા ફોન આવ્યો હતો અને બેસતા વર્ષના દિવસે તેઓ ક્યાં છે ? તેવી પૃચ્છા કરી હતી. જેના જવાબમાં નીતિન પટેલ પોતે મહેસાણા જવાનું હોવાનું જણાવ્યું હતું. જેમાં મુખ્યપ્રધાને તેમને નવા વર્ષે મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
નીતિન પટેલે આપ્યો આવો જવાબ
જેના જવાબમાં નીતિન પટેલે (Former DyCM Nitin Patel )જણાવ્યું હતું કે, તમે મુખ્યપ્રધાન છો તમારે મને મળવા આવવાનું ન હોય, પરંતુ મારે તમને મળવા આવવું જોઈએ. જેના જવાબમાં મુખ્યપ્રધાને કહ્યું હતું કે નીતિનભાઈ તમે વડીલ છો, એટલે દર વર્ષની જેમ આ વર્ષે પણ હું તમને મળવા આવીશ.
નીતિન પટેલે મુખ્યપ્રધાનના કર્યા વખાણ
નીતિન પટેલે મુખ્યપ્રધાનના ( CM Bhupendra Patel ) વખાણ કરતાં જણાવ્યું હતું કે, ભુપેન્દ્ર પટેલ પ્રેમાળ અને સાલસ વ્યક્તિ છે. તેઓ વડીલોને માન આપવાનું જાણે છે, એટલે તેઓ આજે મને મળવા આવ્યાં છે. ત્યારબાદ તેઓ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને પણ મળવા જશે. આ ઉપરાંત તેઓ ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરોને પણ મળશે.
નીતિન પટેલે નવા વર્ષની શુભકામનાઓ પાઠવી
સાથે જ નીતિન પટેલે દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. દેશ અને ગુજરાતની પ્રગતિની કામના કરી હતી.
આ પણ વાંચોઃ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે નવા વર્ષે ભદ્રકાળી મંદિરમાં કર્યા દર્શન,