ETV Bharat / city

અમદાવાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉમિયાધામ કેમ્પસનું કર્યું ભૂમિપૂજન, સોમપૂરા પથ્થરોથી બનાવાશે મંદિર - Umiyadham Ahmedabad News

અમદાવાદના સોલા વિસ્તારમાં (Sola Area) નવનિર્મિત ઉમિયાધામ કેમ્પસ (Umiyadham Campus) બનવા જઈ રહ્યું છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) હસ્તે ઉમિયા મંદિરનું (Bhumi Pujan of Umiya Temple) ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. મહત્ત્વનું છે કે, 74,000 ચોરસ વાર જમીન પર 1,500 કરોડ રૂપિયાના ખર્ચે આ વિશાળ ઉમિયાધામનું (Umiyadham) નિર્માણ થશે. તો આ પ્રસંગે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ (Former Deputy Chief Minister Nitin Patel) અને કેન્દ્રિય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા (Union Minister Purushottam Rupala) પણ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલે ઉમિયાધામ કેમ્પસનું કર્યું ભૂમિપૂજન, સોમપૂરા પથ્થરોથી બનાવાશે મંદિર

author img

By

Published : Nov 22, 2021, 8:42 AM IST

  • અમદાવાદના સોલામાં ઉમિયાધામ કેમ્પસનું (Umiyadham Campus) ભૂમિપૂજન
  • મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) હસ્તે કેમ્પસનું કરાયું ભૂમિપૂજન
  • 1,500 કરોડ રૂપિયાના ખર્ચે ઉમિયાધામ (Umiyadham) થશે તૈયાર
  • હોસ્ટેલ (Hostel), હોસ્પિટલ (Hospital) અને મેરેજ હોલ (Marriage Hall) બનશે

અમદાવાદઃ શહેરના સોલા વિસ્તારમાં (Sola Area) નવનિર્મિત ઉમિયાધામ કેમ્પસનો (Umiyadham Campus) ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ (Former Deputy Chief Minister Nitin Patel) અને કેન્દ્રિય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા (Union Minister Purushottam Rupala) પણ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) હસ્તે કેમ્પસનું કરાયું ભૂમિપૂજન

આ પણ વાંચો- પાવાગઢ મહાકાળી મંદિરને મળ્યું સવા કિલો સોનાનું છત્ર અને 1.11 કરોડનું દાન

પાટીદાર સંસ્થાઓએ મુખ્યપ્રધાનનું ઉષ્માભેર સ્વાગત કર્યું

આ પ્રસંગે 50થી વધુ પાટીદાર સંસ્થાઓએ મુખ્યપ્રધાનનું સ્વાગત કર્યું હતું. ઉમિયાધામ કેમ્પસમાં (Umiyadham Campus) 11 થી 13 ડિસેમ્બરના રોજ શિલાન્યાસ યોજાશે. તો 74 ,000 ચોરસ વાર જમીન પર 1,500 કરોડ રૂપિયાના ખર્ચે આ વિશાળ ઉમિયાધામનું (Umiyadham) નિર્માણ થશે, જેમાં ભવ્ય ઉમિયા મંદિર બનશે. અહીં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ માટે 13 માળની બે અલગ-અલગ હોસ્ટેલની બિલ્ડિંગનું (Hostel Building) નિર્માણ થશે. આમાં 400થી વધારે રૂમ હશે. 200થી વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ અહીં રહી શકશે. સાથે જ અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે. વિધાર્થીઓ માટે કેરિયર ડેવલપમેન્ટની (Career development) પરીક્ષાઓ માટે તાલીમ આપવામાં આવશે.

આ પણ વાંચો- મોડાસા ખાતે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે વિકાસના કાર્યોનું ભૂમિપૂજન અને લોકાપર્ણ કરાયું

એકસાથે 1,000 વાહન પાર્ક થઈ શકે તેવું પાર્કિંગ બનાવાશે

ઉમિયાધામ કેમ્પસ ખાતે (Umiyadham Campus) અત્યાધુનિક પાર્ટીપ્લોટ (Sophisticated party plot) અને બેન્ક્વેટ હોલ (Banquet Hall) નિર્માણ કરવામાં આવશે. જેમાં દરેક સમાજના લોકોને લગ્નપ્રસંગ માટે ભાડે હોલ આપવામાં આવશે. આ ઉપરાંત મેડિકલ સેન્ટરનું (Medical Centre) પણ નિર્માણ કરાશે. વાહનો પાર્કીંગ કરવા માટે બે માળનું બેઝમેન્ટ પાર્કિંગ બનાવાશે. જેમાં 1000 કાર પાર્ક થઈ શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.