અમદાવાદઃ શહેરમાં મેમનગર પાસે સ્માર્ટ સ્કૂલના (Memnagar Anupam Smart School) લોકાર્પણ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (Ahmedabad Nagar Primary Education Committee) દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેવાના હતા. જોકે, કાર્યક્રમમાં શરૂ થાય તે પહેલાં (CM Bhupendra Patel late came to school) જ બાળકો ગરમી અને બફારાના કારણે હેરાનપરેશાન (Troubled of children in Memnagar school) થઈ ગયા હતા.
આ પણ વાંચો- શાળા પ્રવેશોત્સવ 2022 : મહેસાણાના રુપપુરામાં ઘોડે ચડ્યાં પ્રધાન, જૂઓ આકર્ષક દ્રશ્યો
અનુપમ શાળાને સ્માર્ટ બનાવાઈ - ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ 2022 (Shala Praveshotsav 2022) હેઠળ અમદાવાદની મેમનગર અનુપમ શાળાને સ્માર્ટ (Memnagar Anupam Smart School) બનાવવવામાં આવી છે. તેમાં 43 કરતા વધુ બાળકો ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરે છે. જ્યારે અંગ્રેજી માધ્યમમાં 19 કરતા વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે, જે સ્માર્ટ સ્કૂલ અને આધુનિક રીતે અભ્યાસ કરી શકે તેવા હેતુસર આ લોકાર્પણ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે.
આ પણ વાંચો- Shala Praveshotsav 2022: CMએ નાનાં ભૂલકાઓને આ રીતે કર્યા પ્રોત્સાહિત
મુખ્યપ્રધાન મોડા પડ્યા - જોકે, કાર્યક્રમનો નિયત સમય 12 વાગ્યાનો હતો. તેને જોતા બાળકોને 11 વાગ્યે જ કાર્યક્રમ સ્થળે લાવીને બેસાડી દેવાયા હતા. એક તરફ મુખ્યપ્રધાને આવવામાં મોડું કર્યું. તો બીજી તરફ બાળકો બફારાના કારણે હેરાનપરેશાન (Troubled of children in Memnagar school) થઈ ગયા હતા. શિક્ષકો અને તંત્રએ બાળકોને ફોસલાવવા માટે તેમને બિસ્કીટ અને વેફર ખવડાવી હતી.
પ્રવેશોત્સવને રાજકીય રંગ - શાળા પ્રવેશોત્સવના (Shala Praveshotsav 2022) નામે ક્યાંક સમગ્ર કાર્યક્રમને રાજકીય રંગ પણ આપવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, સ્કૂલના બાળકોને કાર્યક્રમ સ્થળે ગણવેશમાં બોલાવવામાં આવ્યા, જ્યાં તેઓને ભાજપ પક્ષનો કેસરિયો ખેસ પણ ધારણ કરાવ્યો હોય તેવું જોવા મળ્યું હતું.