અમદાવાદ વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. જેને લઈને દરેક રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓના આંટાફેરા ગુજરાતમાં વધી રહ્યા છે. આવતીકાલે નાના ચિલોડા અને નરોડામાં દિલ્હીના મુખ્યપ્રધાન (CM Arvind Kejriwal Gujarat visit) અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે નાના ચિલોડા ખાતે યુથ લોકો સાથે ટાઉનહોલમાં સંવાદ કરશે. નવા નરોડા ખાતે કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સના કર્મચારીઓ સાથે ટાઉનહોલ ખાતે સંવાદ કરશે. તેમજ અન્ય કેટલાક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. (CM Bhagwant Mann visits Gujarat)
ગોપાલ ઇટાલિયાના ભાજપ પર પ્રહાર આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, ભાજપ સરકાર અમને કોઈ પાર્ટી પ્લોટ ભાડે ન આપે તે માટે તેમના માલિકોને દબાણ કરી રહ્યા છે. ત્યારે વડોદરામાં આપના કાર્યક્રમ માટે જે પાર્ટી પ્લોટ નવનીત કાકાએ ભાડે આપ્યો હતો તેની પર ભાજપના કાર્યકર્તા અને વડોદરા નગરપાલિકાની ટીમ તોડવા પહોંચી હતી. કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર પ્લોટ (Gopal Italia hits out at BJP) તોડવા ટીમ પહોંચી હતી.
ભાજપ હવે ગુંડાગર્દી પર ગોપાલ ઇટાલિયાએ વધુમાં કહ્યું હતું કે, ભાજપ હવે ગુંડાગર્દી પર ઉતરી આવી છે. દરેક રાજકીય પક્ષો ચૂંટણીને લઈને પોતાના મતદારોને મનાવવા માટે પ્રયાસ કરી રહી છે. જ્યારે ભાજપ દ્વારા તાનાશાહી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat assembly elections 2022) લઈને નેતાઓ એકાબીજા પર આકરા પ્રહાર કરી રહ્યા છે. તો કેટલીક જગ્યા બેફામ તાનાશાહીની વાતો ઉડતી જોવા મળે છે. આ ઉપરાંત સોશિયલ મિડીયા પણ હવે ચૂંટણીને લઈને લોકો વધુ સર્તક થયા હોય તેવું સ્પષ્ટ પણે જોવા મળે છે