- પાંચ દિવસથી સફાઈ કર્મચારીઓ હડતાલ પર
- કર્મચારીઓ હડતાલ પર હોવાથી શહેરમાં ગંદકી દર્શાવાનો પ્રયત્ન
- વસ્ત્રાપુર વિસ્તારમાં કર્મચારીઓ દ્વારા જ રોડ પર ઠલવાયો કચરો
અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી લાડ સોસાયટી નજીક કચરાની ગાડીમાંથી કામદારોએ કચરો રસ્તા પર ફેંકી દીધો હતો. મ્યુનિસિપલ કમિશનર જ્યા સુધી રૂબર નહીં સાંભળે ત્યા સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. છેલ્લા 4 દિવસથી સફાઇ કામદારોની ચાલી રહેલી હડતાળે શનિવારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બીજી તરફ વસ્ત્રાપુરની લાડ સોસાયટી પાસેથી પસાર થઇ રહેલી એક કચરાની વાનમાંથી કેટલાક સફાઇ કામદારોએ તમામ કચરો રસ્તા પર ફેંકી દીધો હતો.
કર્મચારીઓની હડતાલના લીધે રોડ પર ગંદકી હોવાનું દર્શાવાનો પ્રયત્ન
બીજી તરફ સફાઈકર્મીઓ હડતાળ પર હોવાથી શહેરના અનેક વિસ્તારોમાં ગંદકી ફેલાઈ રહી છે. રોડ પર સાફ સફાઈ ન થતા કચરાના ઢગલા થઈ ગયા છે, જેને કારણે વાહન ચાલકોને અવરજવરમાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ છે. રસ્તા પર કચરો પડયો હોવાના કારણે વાયરસનું જોખમ વધે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચેના પ્રશ્નોના નિરાકરણ ક્યારે આવે છે અને હડતાલ ક્યારે સમેટાઈ છે તે જોવાનું રહ્યું.