ETV Bharat / city

Civil Hospital Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલ બની કેશલેસ, ડિજિટલ પેમેન્ટની સુવિધા શરૂ કરવામાં આવી - ડિજિટલ ઈન્ડિયા અભિયાન અમદાવાદ

અમદાવાદ સિવિલ હૉસ્પિટલ (Civil Hospital Ahmedabad)માં ઓનલાઇન પેમેન્ટ સુવિધા શરૂ કરવામાં આવી છે. સિવિલ હૉસ્પિટલમાં હવેથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તથા QR કોડ સ્કેન કરી ચૂકવણી કરી શકાશે. આ ઉપરાંત દર્દીઓના સગા અને તબીબો વચ્ચેનું કોમ્યુનિકેશન સરળ બનાવવા ન્યુક્લિઓન નેટ નામનું વેબ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ બની કેશલેસ, ડિજિટલ પેમેન્ટની સુવિધા શરૂ કરવામાં આવી

author img

By

Published : Apr 4, 2022, 7:07 PM IST

અમદાવાદ: અમદાવાદ સિવિલ હૉસ્પિટલ (Civil Hospital Ahmedabad) તંત્ર દ્વારા ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ડિજિટલ પહેલ હાથ ધરવામાં આવી છે. સિવિલ હૉસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ માટે ઑનલાઇન પેમેન્ટ સુવિધા (Civil Hospital Ahmedabad Online payment facility) શરૂ કરવામાં આવી છે. આ વિશે વધુ વિગતો આપતા સિવિલ સુપ્રિટેન્ડન્ટ (Ahmedabad Civil Superintendent) ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને પેમેન્ટ ચૂકવણી કરવામાં સરળતા રહે તે માટે ઑનલાઇન પેમેન્ટ સુવિધા શરૂ કરવામાં આવી છે.

દર્દીઓ અને તેમના સગાઓ માટે સેવાઓ વધુ સરળ બને તે માટે આ પહેલ હાથ ધરવામાં આવી.

ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને QR કોડ સ્કેન કરીને ચૂકવણી કરી શકાશે- અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં હવેથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તથા QR કોડ સ્કેન કરી ચૂકવણી કરી શકાશે. જેમાં સિવિલ હોસ્પિટલમાં હવેથી યુઝર ચાર્જ રોકડાની સાથે ક્રેડિટ, ડેબિટ કાર્ડ સ્વાઇપ કરીને તેમજ વિવિધ ઓનલાઇન એપ્લિકેશન અને પ્લેટફોર્મના માધ્યમથી અને QR કોડ સ્કેન કરીને પણ નાણા સ્વીકારવામાં આવશે. ત્યારે આ સેવાથી સારવાર અર્થે આવતા દર્દીઓ અને તેમના સગા કે જેઓને CT સ્કેન, MRI, સોનોગ્રાફી, એક્ક્ષ-રે, સ્પેશિયલ રૂમ, હેલ્થ પરમિટ જેવા રિપોર્ટ અને સેવાઓમાં ભરવામાં આવતા નાણા ઓનલાઇન ચૂકવી શકાશે.

આ પણ વાંચો: Organ donation: અમદાવાદમાં અંગદાનથી 6 વ્યક્તિઓના જીવનમાં ખુશીઓનો રંગ

ન્યુક્લિઓન નેટ નામનું વેબ પોર્ટલ તૈયાર- સિવિલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા અભિયાન (Digital India Campaign Ahmedabad)ને વેગ મળે, દર્દીઓ અને તેમના સગાઓ માટે સેવાઓ વધુ સરળ બને તે માટે આ પહેલ હાથ ધરવામાં આવી છે. તદ્ઉપરાંત સિવિલ હોસ્પિટલ દ્વારા તાજેતરમાં જ દર્દીઓના સગા અને તબીબો વચ્ચેનું કોમ્યુનિકેશન સરળ બનાવવા અને બંનેના રેફરન્સ માટે ન્યુક્લિઓન નેટ નામનું વેબ પોર્ટલ (Nucleon Net Web Portal) તૈયાર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Ahmedabad Civil Hospital Controversy: અમદાવાદ સિવિલના ડોક્ટર્સે સિનિયર ડોક્ટર્સ પર શા માટે ગંભીર આક્ષેપ કર્યા, જુઓ

દર્દીની માહિતી ઘરે બેઠા મળશે- આ પોર્ટલની મદદથી સિવિલ હૉસ્પિટલના તમામ વિભાગોના રેફરન્સ અને કૉમ્યુનિકેશન થકી માર્ગદર્શનમાં સરળતા રહેશે. ન્યુક્લિઓન નેટ વેબ પોર્ટલ દ્વારા દર્દી અને તેમના સગાને હોસ્પિટલમાં દાખલ દર્દીની સમગ્ર વિગતો આંગળીના ટેરવે ઉપલબ્ધ બનશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.