ETV Bharat / city

છઠ્ઠ પૂજાના વ્રતનો પ્રારંભ: અમદાવાદમાં CMની હાજરીમાં કરવામાં આવશે છઠ પૂજાની વિધિ - CMની હાજરીમાં કરવામાં આવશે છઠ પૂજાની વિધિ

કારતક મહિનાનાં શુક્લ પક્ષની ચોથથી છઠ્ઠ પૂજાનો પ્રારંભ(Beginning of Chhath Puja) શરૂ થાય છે તેમજ તેની પૂર્ણાહુતિ સાતમનાં દિવસે સૂર્યોદયની સાથે તેની પૂજા કર્યા બાદ થતી હોય છે. કોરોના મહામારીના કારણે ગતવર્ષે પૂજા રદ કરવામાં આવી હતી. પરંતુ આ વર્ષે સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડલાઈન(Social Distance and Corona's Guideline) સાથે અમદાવાદનાં ઈન્દિરાબ્રિજ(Indira Bridge) પાસે આવેલા છઠ્ઠ ઘાટી પર ધામધૂમ પૂર્વક ઉજવાય તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે.

છઠ્ઠ પૂજાના વ્રતનો પ્રારંભ, અમદાવાદમાં CMની હાજરીમાં કરવામાં આવશે છઠ પૂજાની વિધિ

author img

By

Published : Nov 8, 2021, 3:42 PM IST

  • અમદાવાદનાં ઇન્દિરા બ્રિજ પાસે ઉજવાશે છઠ્ઠ પૂજા
  • ગુજરાત રાજ્યનાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ રહેશે હાજર
  • 400 થી વધુ લોકો છઠ્ઠ પૂજામાં હાજર રહે તેવી શકયતા

અમદાવાદ : છઠ્ઠપૂજા(Beginning of Chhath Puja) સામાન્ય રીતે બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં ઉજવવામાં આવે છે. છઠ્ઠ પર્વ વર્ષમાં બે વખત ઉજવવામાં આવે(Celebrated twice a year) છે પહેલી વખત ચૈત્ર માસ(Chaitra Mass)માં અને બીજી વખત કારતક(Kartak) મહિનામાં ઉજવવામાં આવે છે. કારતક મહિનામાં ઉજવવામાં આવતી છઠ્ઠની પૂજાનું સૌથી વધુ મહત્વ રહેલું છે અને લોકો આ મહિનામાં આ પર્વને વ્યાપક રૂપે ઉજવતા હોય છે.

છઠ્ઠ પૂજાના વ્રતનો પ્રારંભ, અમદાવાદમાં CMની હાજરીમાં કરવામાં આવશે છઠ પૂજાની વિધિ

ઈન્દિરાબ્રિજ પાસે આવેલ છઠ્ઠ ઘાટી પર ઉજવણી કરાશે

ગતવર્ષે કોવિડ મહામારીનાં કારણે આ પૂજા રદ કરવામાં આવી હતી. જે બાદ આ વર્ષે સાબરમતી નદીનાં પટ પાસે થતી આ પૂજા અમદાવાદ શહેરના ઈન્દિરાબ્રિજ પાસે આવેલ છઠ્ઠ ઘાટી પર તેની ઉજવણી કરવામાં આવશે. જેમાં 400 થી વધુ લોકો પૂજા અને દર્શન કરવા આવે તેવું આયોજકોનું માનવું છે.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ રહેશે ઉપસ્થિત

અમદાવાદનાં ઈન્દિરાબ્રિજ પાસે આવેલ છઠ ઘાટી પર છઠ પૂજાની ઉજવણી કરવામાં આવશે. ગુજરાત રાજ્યનાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેને લઈ CM ભુપેન્દ્ર પટેલ પણ આ પૂજામાં ઉપસ્થિત રહેવાના છે. તો બીજી તરફ કેબિનેટ કક્ષાનાં અને રાજ્ય કક્ષાનાં પ્રધાનો પણ આગામી છઠ્ઠ પૂજાનાં દિવસે ઉપસ્થિત રહેશે.

છઠ્ઠની ઉપાસનાનું મહત્વ

આજે વહેલી સવારથી જ મહિલાઓ છઠ્ઠની ઉપાસના કરવા માટે થઈ સ્થાન કરે છે. આખા ઘરની સફાઈ કરવામાં આવે છે અને સ્નાન કર્યા બાદ છઠ્ઠનું વ્રત લેવામાં આવે છે. આ દિવસે ચણાની દાળ, કોળાની કઢી અને ચોખાનો પ્રસાદ લેવામાં આવે છે. બીજા દિવસની શરૂઆત ખરનાથી થાય છે. ખરના 9મી નવેમ્બર 2021 થી કરવામાં આવશે. આ દિવસે મહિલાઓ સંપૂર્ણ દિવસ ઉપવાસ રાખતી હોય છે. પોતાના પરિવાર, પતિ અને બાળકોના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે રાખવામાં આવેલ ઉપવાસમાં સાંજે માટીના ચૂલા પર ગોળની ખીરનો પ્રસાદ બનાવે છે અને ત્યારબાદ સૂર્યદેવની પૂજા કરીને આ પ્રસાદ લેવામાં આવે છે. આ પછી છઠની સમાપ્તિ પછી જ ઉપવાસ તોડવામાં આવે છે.

છઠ્ઠની પૂર્ણાહૂતી કઇ રીતે થાય છે, તે જાણો

ખરના બીજા દિવસે સાંજે મહિલાઓ નદી કે તળાવમાં ઉભા રહીને સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરે છે. આ વર્ષે 10 નવેમ્બર 2021ના સાંજે સૂર્ય અર્ધ્ય ચઢાવવામાં આવશે. ખરનાના બીજા દિવસે છઠ્ઠનું સમાપન થાય છે. આ મહાપર્વની ઉજવણી આ વર્ષે 11મી નવેમ્બરે પૂર્ણ થશે આ દિવસે મહિલાઓ સૂર્યોદય પહેલા નદીએ કે તળાવના પાણીમાં ઉભા રહીને સૂર્યદેવની પ્રાર્થના કરતી હોય છે જે દરમિયાન પોતાના પતિ પરિવાર અને પુત્રનાં સ્વાસ્થ્ય અને અન્ય પ્રાર્થનાઓ કરતી હોય છે. આ પછી ઉગતા સૂર્ય ભગવાનને અર્ધ્ય અર્પણ કર્યા પછી પૂજા પૂર્ણ થાય છે અને ઉપવાસ તોડવામાં આવે છે.

આ પણ વાંચો : પાંચ ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર એનાયત કરાયા, જાણો તેમના વિશે...

આ પણ વાંચો : ઓછું પેટ્રોલ આપતા હોવાની ફરિયાદ મળતા પ્રધાન જાતે જ તપાસ કરવા પહોંચ્યા, ખાતરી થતા પેટ્રોલ પંપ સીલ કરાવ્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.