ETV Bharat / city

Cheque Bounce Case : ચેક બાઉન્સના કેસોનો નિકાલ થશે હવે ફટાફટ

અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં પણ ચેક બાઉન્સના કેસોની (Cheque Bounce Case) પેન્ડેન્સી ઘટાડવાનો પ્રયાસ સામે આવ્યો છે. મેટ્રોપોલિટન કોર્ટમાં સ્પેશિયલ કોર્ટ (Special Court in Metropolitan Court) ઊભી કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના હેઠળ બે લાખથી વધુ કેસો પડતર પડ્યા છે.

Cheque Bounce Case : ચેક બાઉન્સના કેસોનો નિકાલ થશે હવે ફટાફટ
Cheque Bounce Case : ચેક બાઉન્સના કેસોનો નિકાલ થશે હવે ફટાફટ
author img

By

Published : Aug 9, 2022, 4:26 PM IST

અમદાવાદ : સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે હવે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં પણ ચેક બાઉન્સના કેસોની (Cheque Bounce Cases) પેન્ડેન્સી ઘટાડવાનો પ્રયાસના મુદ્દે મેટ્રોપોલિટન કોર્ટમાં ત્રણ સ્પેશિયલ કોર્ટ ઊભી કરવામાં (Special Court in the Metropolitan Court) આવી રહી છે. નીગોશએશન ઇન્સ્ટ્રુમેન્ટ્સ એકટની કલમ 138 હેઠળ ચેક બાઉન્સના કેસોની અત્યારે સંખ્યા વધી રહી છે, ત્યારે હવે મેટ્રો કોર્ટ દ્વારા લોકોને ઝડપી ન્યાય મળે તે માટે સુપ્રીમ કોર્ટના નિર્દેશનું પાલન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે આ કોર્ટ માટેના નિવૃત્ત જજ સહિતના સ્ટાફની નિમણુંક પણ કરી દેવામાં આવી છે. તેમજ ચેક બાઉન્સના કેસો માટે 1 સપ્ટેમ્બરથી ત્રણ કોર્ટ કાર્યરત પણ થઈ જશે. હાલમાં ચેક પરત કરવાના કેસો માટે 10 કોર્ટ ચાલી રહી છે. ત્યારે હવે એમાં વધુ ત્રણનો કોર્ટનો ઉમેરો થવા જઈ રહ્યો છે.

આ પણ વાંચો : Danish Qureshi Case : અભદ્ર ટીપ્પણી કરનારા AIMIMના પ્રવક્તા દાનિશ કુરેશીના જામીન અંગે કોર્ટે શું કર્યો નિર્ણય જાણો

બે લાખથી વધુ કેસો પડતર - ઉલ્લેખનીય છે કે, હાલમાં અમદાવાદની કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના હેઠળ બે લાખથી વધુ (Cheque bounce Reason) કેસો પડતર પડ્યા છે. તો બીજી તરફ સમન્સ વોરંટની ઝડપી કામ નહીં થવાના કારણે અને બેંકો દ્વારા પણ કોર્ટમાં કરેલા કેસોને લીધે ભરાવો થઈ (Dishonoured Cheque) રહ્યો હોવાનું પણ કાયદાકીય નિષ્ણાતો માની રહ્યા છે. બાઉન્સના કેસોના ઝડપી ચલાવવા માટે અને નિકાલ માટે થઈને સુપ્રીમ કોર્ટે સૌથી વધુ પેન્ડેન્સી ધરાવતા પાંચ રાજ્યોમાં પાંચ જિલ્લાઓમાં નિવૃત ન્યાયાધીશોને અધ્યક્ષતામાં પાયલોટ કોર્ટની સ્થાપના કરવાનો આદેશ આપ્યો હતો. એટલે કે મહારાષ્ટ્ર, રાજસ્થાન ગુજરાત ,દિલ્હી અને ઉત્તર પ્રદેશનો એમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : હાર્દિક પટેલ સહિતના અન્ય 21 લોકો આ કારણોસર પહોંચ્યા હતા મેટ્રો કોર્ટ

ચેક બાઉન્સ કેસોની વિશાળ પેન્ડન્સી - સુપ્રીમ કોર્ટે માર્ચ 2020માં ચેક બાઉન્સ કેસોની વિશાળ પેન્ડન્સીને ધ્યાનમાં રાખીને (cheque return reason) સૂઓમોટો કર્યા પછી સુપ્રીમ કોર્ટની બેંચે ચુકાદો આપ્યો હતો. આ આદેશ આપતા બેન્ચે નોંધ્યું હતું કે, અમે પાયલોટકોટની સ્થાપનાના સંદર્ભમાં સૂચનોને સામેલ કર્યા છે. અમે સમયરેખા પણ આપી છે તે પ્રમાણે એક સપ્ટેમ્બર 2022થી શરૂ કરવામાં આવી રહી છે. જે કોર્ટે પાંચ હાઇકોર્ટના રજીસ્ટ્રાર જનરલને સીધી રીતે જણાવવામાં આવે છે કે જેણે તેને તાત્કાલિક કાર્યવાહી માટે મુખ્ય ન્યાયાધીશો સમક્ષ મૂકવાની રહેશે. સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને મેટ્રોકોર્ટ (Reason behind Cheque bounce) પણ ઝડપી નિકાલ અને ન્યાય માટે થઈને પહેલી સપ્ટેમ્બરથી અમદાવાદમાં આ કોર્ટ કાર્યરત થવા જઈ રહી છે.

ચેક બાઉન્સ થાય તો શું કરવું - જો ચેક બાઉન્સ થાય છે, તો સૌથી પહેલા એક મહિનાની અંદર ચેક જારી કરનારને કાનૂની નોટિસ મોકલવી પડે છે. આ નોટિસમાં તેણે જે ચેક આપ્યો હતો તે બાઉન્સ થઈ ગયો છે, હવે તેણે 15 દિવસની અંદર તે ચેકની રકમ આપી દેવી જોઈએ. આ પછી, તમારે 15 દિવસ રાહ જોવી પડશે, જો ચેક આપનાર 15 દિવસમાં તે પૈસા ચૂકવી આપે તો ઠીક છે બાકી નોટિસ મોકલ્યા પછી પણ, જો દેવાદાર 15 દિવસની અંદર કોઈ જવાબ નહીં આપે, તો લેણદાર તેની સામે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ 1881ની કલમ 138 હેઠળ સિવિલ કોર્ટમાં કેસ કરી શકે છે. કોઈપણ પ્રકારનું દેવું અથવા બાકી નાણાંની પુન -પ્રાપ્તિ ન થાય તેવા કિસ્સામાં અથવા જ્યારે બે પક્ષો વચ્ચે થયેલા વ્યવહાર પછી ચુકવણી પ્રાપ્ત ન થાય, તો પછી કલમ 138 હેઠળ કેસ દાખલ કરી શકાય છે. જો લોન બંધ કરવા માટે ચેક બાઉન્સ થાય તો તેની સામે કલમ 138 હેઠળ કેસ દાખલ કરી શકાય છે. આવી સ્થિતિમાં, તમારે ચેક આપનાર વ્યક્તિને 2 વર્ષની કેદ અને વ્યાજની સાથે ડબલ રકમ ચૂકવવી પડી શકે છે. ધ્યાનમાં રાખો કે જ્યાં તમે રહો છો ત્યાં જ કેસ દાખલ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.