ETV Bharat / city

ચૂંટણીઓ શું જાહેર થઈ, કોંગ્રેસમાં ફરી મચી ભાગમભાગ, ચાવડા અને સાતવ નિષ્ફળ?

મહાનગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીની તારીખો સામે આવતાં જ ગુજરાત કોંગ્રેસમાં વળી એકવાર ભાગદોડ જોવા મળી રહી છે. બોટાદ, વડોદરા અને આણંદમાંથી મોટી સંખ્યામાં જાણીતા નેતાઓ સહિત કોંગ્રેસના કાર્યકરો ભાજપ ભણી દોટ લગાવી દીધી છે. કોંગ્રેસ આખરે આ સ્થિતિમાંથી ક્યારે બહાર આવશે તેની રાહમાં વફાદાર કોંગ્રેસીઓ છે. ત્યાં વળી કેન્દ્રીય નેતાગીરીએ પણ પ્રભારી રાજીવ સાતવની ક્ષમતા પર પ્રશ્નાર્થ મૂકી દેતું પગલું લઇને ગુજરાત કોંગ્રેસને વધુ હડબડાવી છે. આવો જાણીએ કોંગ્રેસની ચૂંટણીટાણે દિશા અને દશા.

ETV BHARAT
ચાવડા અને સાતવ નિષ્ફળ
author img

By

Published : Jan 28, 2021, 6:41 PM IST

  • ગુજરાત કોંગ્રેસમાં ફરી મચી ભાગમભાગ
  • નેતાઓ સહિત કાર્યકરો ભાજપમાં જોડાયાં
  • અમુક બેઠકો પર ચૂંટણી લડવા ઉમેદવારો ન મળે તેવી સ્થિતિ

અમદાવાદઃ અમદાવાદ સહિત 6 મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકાની ચૂંટણીની તારીખોનું પત્તું શું ખુલ્યું છે. જેથી ગુજરાત કોંગ્રેસમાં ભાગમભાગના દ્રશ્યો વળી પાછાં સર્જાઈ ગયાં છે. કોંગ્રેસ જેવી સદી જૂની રાષ્ટ્રીય કહેવાતી પાર્ટી ગુજરાત રાજ્યમાં માંડ માંડ અસ્તિત્વ જાળવી રહેલી જોવા મળે ત્યારે પ્રશ્ન એ થાય છે કે, ગુજરાત કોંગ્રેસ અને કેન્દ્રીય કોંગ્રેસ નેતાઓ તેમના પક્ષના લોકોને જ જાળવવામાં કેમ ઊણાં ઊતરી રહ્યાં છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓ માટે ઉમેદવારી નોંધાવવાનું ટાણું હોઇ પક્ષના નેતાઓ સમક્ષ ટિકીટની માગણી કોંગ્રેસ મોવડીઓ પાસે પણ આવી રહી છે, તેમ છતાં નોંધપાત્ર સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાના ધાડેધાડાં અને નેતાઓ ભાજપમાં શામેલ થઈ રહ્યાં છે.

કેન્દ્રીય નેતાગીરીએ સાતવને સાઈડ લાઈન કર્યાં

તાજેતરમાં કોંગ્રેસના દિલ્હી હાઈકમાન્ડે છત્તીસગઢના કોંગ્રેસી પ્રધાન તામ્રધ્યજ સાહૂને ગુજરાતમાં ચૂંટણી નિરીક્ષક તરીકે મૂક્યાં છે. રાજીવ સાતવ લાંબા સમયથી ગુજરાત પ્રભારી છે અને તેઓ કોંગ્રેસના લગભગ તમામ નાનામોટા કદના નેતાઓ અને તેમના સમર્થકો સુધી બેઠકોના માધ્યમથી પહોંચી ચૂક્યાં છે. ત્યારે ટિકીટ આપવાની પ્રક્રિયામાં તેમના બદલે સાહૂને કામગીરી સોંપાતા ગુજરાત કોંગ્રેસની નેતાગીરી ખળભળી ગઇ છે. ખબર મળ્યાં છે કે કોઇ ગુપ્ત સ્થળે અમિત ચાવડા, પરેશ ધાનાણી અને રાજીવ સાતવની બેઠક મળી રહી છે અને જલદી જ કોઇ મોટી જાહેરાત સામે આવે તેવી શક્યતાઓ છે અને કોંગ્રેસનું ડેમેજ કન્ટ્રોલ અટકાવવા ચર્ચા કરી છે, તેમની પાસે એવી કોઈ માહિતી હોઈ શકે છે કે આગામી દિવસોમાં વધુ ડેમેજ કન્ટ્રોલ થશે.

ETV BHARAT
રાજીવ સાતવ

ઉમેદવારો પાસે કોંગ્રેસે આ શું માગી લીધું?

ગુજરાત કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ જવામાં સાંસદો અને ધારાસભ્યોના રેલા પછી હવે સ્થાનિક લેવલે જનતાનો સીધો સંપર્ક ધરાવતાં કાર્યકરો અને નેતાઓ ભાજપ ભણી ભાગી રહ્યાં છે. ત્યારે તેમની ભાગમભાગ અટકાવવા તેમને વિશ્વાસ અપાવવાના બદલે નેતાગીરીએ આંખો કાઢી છે. કોંગ્રેસે સ્થાનિક ચૂંટણીઓ લડવા જે રણનીતિ બનાવી છે, તેમાં ઉમેદવારી કરવા ઇચ્છુકો પાસે બાંહેધરીપત્ર માગવામાં આવ્યો છે કે તેઓ કોંગ્રેસને છોડીને નહીં જાય. ઉમેદવારી કરવા ઇચ્છનારે તેના બાયોડેટા આપવાની સાથે જ એફિડેવિટ કરીને એવો બાંહેધરીપત્ર આપવાનો છે કે કોંગ્રેસે આપેલી ટિકીટથી ચૂંટણી લડીને જીતી જાય તો ઉમેદવાર કોંગ્રેસ છોડીને નહીં જાય! એટલું જ નહીં, એફિડેવિટ કરાવે તેમાં બે વરિષ્ઠ કોંગ્રેસી નેતાની સહી પણ કરાવેલી જોઇશે. આવી બાંહેધરીઓ આપ્યાં પછી તેમનું નામ પસંદ કરવું કે નહીં તે અંગે ચૂંટણી નિરીક્ષકો વિચાર કરશે. કોંગ્રેસ જેવા પક્ષ માટે હવે એ સ્થતિ આવી ગઈ છે કે તેઓ જે સંનિષ્ઠ કાર્યકરોને જાણે છે તે ખરેખર સંનિષ્ઠ છે તે વિશે પોતે જ શંકામાં છે તો લોકો શું જોઇને તેમનામાં ભરોસો મૂકશે તેવી ચર્ચા લોકોમાં આ નિર્ણયના કારણે વ્યાપક બની છે.

કોંગ્રેસમાંથી ઉમેદવારી કરવી હોય તો ક્યાંથી કરાય તે સ્પષ્ટ છે

બીજીતરફ અમદાવાદ સહિત, વડોદરા, સૂરત, રાજકોટ જેવી મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં દાવેદારી માટે કોંગ્રેસમાં પણ લાઈનો લાગી હોય તેવા દ્રશ્ય પણ જોવા મળી રહ્યાં છે. અમદાવાદની વાત કરીએ તો શહેર કોંગ્રેસ સમક્ષ અમુક વોર્ડમાં દાવેદારી નોંધાવવા માટે રાફડો પણ ફાટ્યો છે. સ્વાભાવિક જ આ એવા વોર્ડ છે જ્યાં કોંગ્રેસની પરંપરાગત વોટબેન્ક ધરાવતાં મતદારસમૂહ છે. અમદાવાદના 48 વોર્ડમાં 1227થી વધુ ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી છે, જેમાં અમદાવાદ પૂર્વમાં ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળે છે જ્યારે અમદાવાદ પશ્ચિમના વિસ્તારોમાં ઉમેદવારોમાં ખાસ કોઇ રસ જોવા મળતો નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે પશ્ચિમ વિસ્તારના નવરંગપુરા અને નારણપુરામાં ફક્ત 9 વ્યક્તિએ ઉમેદવારી પત્ર ભર્યાં છે.

કોંગ્રેસ અંગે રાજકારણીઓ પણ હવે ચિંતામાં છે

ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ચારેક વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યાં છે. પરંતુ આજેપણ તેઓ જડ જમાવી શક્યાં નથી. સ્થાનિક સત્તાની ભાગીદારી મેળવવા કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં ભળી જવાનો વિકલ્પ સ્વીકારી રહ્યાં છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું નેતૃત્વ કરી રહેલા પરેશ ધાનાણીના પોતાના વિસ્તાર અમરેલીમાં જ મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો ભાજપમાં ફેરબદલી કરી ગયાં છે. તો બોટાદ અને વડોદરામાં પણ કોંગ્રેસમાંથી ભાજપમાં જનારા લોકોની સંખ્યા મોટી છે. એક બાબત એ છે કે ધાનાણીના ગઢ અમરેલી જેવા વિસ્તારમાંથી પાટીદાર આંદોલન દરમિયાન ભાજપને ભાનમાં લાવી દેનારા લોકો પણ ભાજપમાં આવ્યાં છે. આ અંગે ભાજપના બોટાદ જિલ્લા અધ્યક્ષ ભીખુભાઈ વાઘેલાએ કહેલી વાત એવી છે કે પાટીદારોની અનામતની માગણી સ્વીકારી લેવાઈ છે અને કેન્દ્ર સરકાર તરફથી 10 ટકા અનામત મળી પણ ઘઈ છે તેથી પાટીદાર નેતાઓને ભાજપ સામે વાંધો નથી. મૂળે તો પાટીદાર મતદારસમૂહ ભાજપની જ પહેલી વોટબેંક હતી. માધવસિંહ સોલંકી વખતથી કોંગ્રેસનો ગઢ બનેલ આણંદ જિલ્લામાં હજુ ગઈકાલે જ ખંભાતમાં એકાએક શહેર કોંગ્રેસ પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર સહિત 200 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયાં છે.

સ્થાનિક ચૂંટણી લડવા માટે કોંગ્રેસી રણનીતિ પર સવાલો

નો રીપીટ થીયરી મૂળ ભાજપે પ્રચલિત બનાવી છે, પરંતુ ગુજરાત કોંગ્રેસે આ ચૂંટણીઓમાં નો રીપીટ થીયરી અપનાવવાનું મન બનાવી લીધું છે. ગુજરાત કોંગ્રેસ સ્થાનિક ચૂંટણીઓમાં યુવાનો અને મહિલાઓને વધુમાં વધુ તક આપશે તેવું પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા જણાવી ચૂક્યાં છે. જોકે ચાવડા, ધાનાણી અને સાતવ ત્રણેને મૂંઝવણ એ હોઇ શકે છે કે કોંગ્રેસને ભલીભાંતિ જાણતાં નેતાઓ પણ ભાજપમાં ભળી ગયાં છે ત્યારે ચૂંટણી જીતવા માટેનું જોમ ક્યાંથી અને કયા મુદ્દે ઊભું કરવું ? દાયકાઓથી કોંગ્રેસ સત્તાનો વનવાસ વેઠી રહી છે તો જનતા ઉપયોગી કયા કાર્યો કર્યાં તે પણ બતાવી શકે તેમ નથી. તો ગુજરાતની શાણી જનતા તેની નબળી કેન્દ્રીય નેતાગીરીની સ્થિતિ વિશે પણ ચૂંટલો ખણીને પૂછી શકે છે કે તમારા પક્ષના અધ્યક્ષ પદ વિશે પણ ચલકચલાણું થઈ રહ્યું છે અને ગાંધી પછી પણ ગાંધી જ નક્કી થવાના છે ત્યારે સક્ષમ નેતૃત્વ છે ક્યાં? જે અમારી સમસ્યાઓ પર ધ્યાન આપશે અને ઉકેલો આણી આપશે! અમિત ચાવડા 8 વિધાનસભા બેઠકો પરના અતિકરુણ રકાસ પછી કળ ન વળી હોય તેવા ટ્રોમામાં છે અને રાજીનામું આપી ચૂક્યાં હોવા છતાં પદ પર યથાવત ચાલી રહ્યાં છે. કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પણ તેમના નેતા એવા અચાનક ગુમ થઇ જતાં રાહુલ ગાંધીને અનુસરતાં ક્યાં છે અને શું કરી રહ્યાં છે તે વિશે કોંગ્રેસમાં પણ કોઇ જાણતું હશે કે નહીં તે સવાલ છે. તો, આવી વેરવિખેર પડેલી અને પોતાના જ ભારથી હાંફી રહેલી કોંગ્રેસ માટે એદકમ પાયાની કહેવાતી ચૂંટણીઓ લડવાની હામ પણ બાકી બચી નથી તે દીવા જેવું ચોખ્ખું છે.

કોંગ્રેસ પ્રવક્તાએ આ મુદ્દે ETV Bharatને પ્રતિક્રિયા આપી

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો મનીષ દોશી સાથે ETV Bharatએ જ્યારે ટેલીફોનિક ચર્ચા કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે સત્તાની લોભલાલચ આપી ભાજપ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને ખરીદવાની કોશિશ કરી રહ્યો છે. એક તરફ ભાજપ દાવો કરે છે વિશ્વની મોટામાં મોટી પાર્ટી અને 25 વર્ષોથી શાસન કરે છે. ત્યારે તેમણે કોંગ્રેસ કાર્યકરોને ખરીદવા શા માટે જવું પડી રહ્યું છે? તે દેખાડી રહ્યું છે કે ભાજપના ભ્રષ્ટ શાસનથી પ્રજા થાકી ગઇ છે. જેનો અર્થ સીધો એ થયો કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થવાનો છે તે નિશ્ચિત છે. બીજી તરફ જ્યાં કોઈ કાર્યકર્તાને મનદુઃખ હશે તો તેને સુધારવાનો પ્રયત્ન કરવામાં આવશે. કોંગ્રેસ એક પરિવાર છે. કોંગ્રેસના પરિવારમાં ક્યાંય મતભેદ અથવા મનદુઃખ હશે તેને સાંભળીને દૂર કરવા માટે પક્ષ સતત કાર્યરત છે અને કાર્યકરનો અવાજ આગામી દિવસોમાં પણ સાંભળવામાં આવશે તેવું જણાવ્યું હતું.

ચૂંટણીટાણે પક્ષબદલા અંગે શું કહે છે ભાજપ....

ભાજપ પ્રદેશ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે સાથે ETV Bharatની સાથે ચૂંટણીટાણે પક્ષ બદલવાની ભાગમભાગ અંગે પોતાનો અભિ્પ્રાય વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે કોઈપણ પક્ષનો કાર્યકર જનતાની સેવા કરવા જ રાજકારણમાં જોડાતો હોય છે. પરંતુ જો કાર્યકર તે પક્ષની વિચારધારા સાથે તે સંમત ન હોય કે તે પક્ષ જનતાની સેવા માટે કાર્યકરને સપોર્ટ ન કરે તો તે બીજા પક્ષમાં જાય છે. રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા કાર્યકરો કે જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની વિચારધારાથી પ્રભાવિત હોય તેઓ ભાજપમાં આવે છે અને અમે તેમનું સ્વાગત કરીએ છીએ.

અમદાવાદથી પારુલ રાવલ સાથે આશિષ પંચાલ અને પાર્થ શાહનો અહેવાલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.